Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેનધર્મ પ્રકાશ કરે છે પરંતુ તે માયા કોઈપણ પ્રકારે લાભ કરતી નથી પરંતુ અનેક પ્રકારની હાની કરે છે. ઉપરના કલેકમાં કહેવા પ્રમાણે માયા કુશળતાને તો ઉત્પન્ન કરતી જ નથી, સત્યનો નાશ કરે છે, દુર્ગતિએ પહોચાડે છે, મેહને ઉત્પન્ન કરે છે, ઉપશમને તજાવે છે, અપયશનો વિસ્તાર કરે છે અને સેં. કોગમે કષ્ટને ઉત્પન્ન કરે છે. વળી કહ્યું છે કે – मायामविश्वासविलासमंदिरं । दुराशयो यो कुरुते धनाशया ॥ सोऽनर्थ साथ न पतंतमिक्षते । यथा बिडालो लकुटं पयः पिवन् ॥ २॥ માયા અવિશ્વાસનું વિલાસ ગ્રહ છે. અર્થાત જે મનુષ્ય માયા કપટી હોય છે તેને કોઈ વિશ્વાસ કરતું નથી કેમકે તે સત્ય બોલે તો પણ તેના કપટીપણાથી તેમાં અસત્યની આશંકા રહ્યા કરે છે. એવી માયા સંયુક્ત જે દુરાશય-માઠો આશય જે પ્રાણી કયાદિકની આશાવર્ડ કરે છે તે પ્રાણી અનર્થના સમુહને પડતા દેખાતો નથી. તેની દૃષ્ટીમાં તો લાભજ દેખાય છે પરંતુ એમ છળ કપટ કરીને મેળવેલું દ્રવ્ય અનેક પ્રકારના અને ઉત્પન્ન કરે છે. અહીં દ્રષ્ટાંત આપે છે કે જેમ દુધ પીવાને ઈચ્છતો એવો બીલાડ દુધને દેખે છે પણ ડાંગને દેખતા નથી પરંતુ જ્યારે દુધ પીવા માંડે છે ત્યારે માથે ડાંગ પડયા વીના રહેતી નથી તેમ દ્રવ્યાદિકના અર્થી પ્રાણી પણ માયાવડે દ્રવ્યાદિકના આગમનને દેખે છે પરંતુ તેથી આ ભવમાં અપયશ અને પરભવ દુર્ગતિ વિગેરે અનર્થીને દેખતો નથી. મનમાં તો હું પારને શું છું એમ વિચારે છે પરંતુ પરમાર્થે તો તે પિતાના આત્માને જ ઇંગે છે અને સ્વર્ગ વર્ગને સુખથી પિતાના આત્માનેજ વંચે છે. આ પ્રમાણે જાણ્યા છતાં અનેક પ્રાણીઓ સાંસારીક કાર્ય માત્રામાં કપટનું આચરણ કરે છે એટલું જ નહીં પણ ધર્મકાર્યમાં પણ તેને તજી દેતા નથી. ધર્માચરણમાં કરેલું કપટ બહુ હાની કરે છે. આ સંબંધમાં અનેક દતો છે એ સર્વમાં મુખ્ય દૃષ્ટાંત શ્રી મલ્લીનાથજીનું છે કે જેમણે પૂર્વ ભવે તપના આચરણમાં કપટ કરીને જે કે વિશેષ તપ કર્યો છે તે પણ માયાના ફળરૂપ સ્ત્રી વેદને બંધ થાય છે. એ દષ્ટાંત પૂર્વ ભવના વૃત્તાંત યુકત સંક્ષેપમાં વાંચનાર સજનેને માટે આ નીચે પ્રદર્શીત કર્યું છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20