________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંબોધસત્તરી. ફોગટ ઢાળી નાખવું ન જોઈએ. હવે રનાન કરી રહ્યા પછી શરીર પરથી વસ્ત્ર લુંછનવડે જળ દૂર કરીને ચાલવાની વખતે પાદતળ જરૂર સાફ કરવા જોઈએ. ભીને પગે દેરાસરમાં પ્રવેશ કરે નહીં કારણકે ભીના ૫ગ હોવાથી પાછો તેની ઉપર મેલ ચેટે છે અને જમીન પરના ત્રસ જીવોનો પણ તેથી નાશ થાય છે.
હવે સ્નાન કરી, વસ્ત્ર પરિધાન સ્થાનકે જઈ, જિનપૂજન ચોગ્ય વસ્ત્રને ધારણ કરીને પ્રથમ શાસ્ત્રકારના કથન મુજબ પોતાના અંગ ઉપર કાળ, કઠ, ઉર અને ઉદર એ ચાર સ્થાનકે કેશર મીશ્રીત ચદનના તીલક કરવા. અને પછી જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા કરવા માટે તેના સાધનો-ઉપગરણ વિગેરે તૈયાર કરવા અને તેનો ઉપયોગ કરે એમાં પણ જાણુની ખાસ જરૂર છે.
જિનેશ્વરના બિંબના પ્રક્ષાળન માટેનું જળ શુદ્ધ અને બરાબર ગળીને લાવેલું જોઇએ, કેશર ઘસવાને પ્રારંભ કરતાં ઓરસીઓનું પ્રથમ જીવ રક્ષા માટે પ્રમાર્જન કરવું જોઈએ. પખાળ કરતાં પ્રથમ રાત્રીના સમયમાં આશ્રય કરી રહેલા જીવ જંતુઓની રક્ષાને માટે જિનેશ્વરની પ્રતિમાની આજુબાજુ સઘળે સ્થાનકે મોર પીંછની પીંછીવડે પ્રમાર્જન કરવું જોઇએ અને તે સાથે સઘળી જગ્યાએ છીવડે જોઈને પછી પખાળ કરવી જોઈએ. આ ઠેકાણે કહેવાની ખાસ જરૂર છે કે કેટલેક ઠેકાણે રાત્રી શેષ હોય છતાં પખાળ કરવામાં આવે છે તેમાં પુરૂં પ્રમાર્જન કરવામાં પણ આવતું નથી કદી પ્રમાર્જન કરે તો પણું શું કારણ કે અંધકાર હોવાથી બરાબર દ્રષ્ટી એ દેખી શકાતું નથી. વળી જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા બીજા પ્રહરે કરવાનું કહ્યું છે. એ વાત કદી બાજુ ઉપર રહી પરંતુ સૂર્યોદય તે થવા દેવો જોઈએ. વિવેકી અને સુજ્ઞ ગણાતા જન બંધુઓ જ્યારે સૂર્યોદય થયા અગાઉ સ્નાન કરે અને પ્રક્ષાળન કરવા મંડી પડે ત્યારે બીજ અને શું કહેવું
હવે જિનેશ્વરની જળ પૂજા અને ચંદન પૂજા કરી રહ્યા પછી ત્રીજી પુષ્પ પૂજાને માટે પુખે બરાબર શુદ્ધ કરવા જોઈએ બીજા ત્રસજીવડે મિશ્રીત અથવા તેવા કીડાઓએ બગાડેલા પુષ્પ ચડાવવાની શાસ્ત્રકારે - નાઈ કરેલી છે. કેમકે તેવા પુષ્પો ચડાવવાથી પ્રભુની ભકિતને બદલે આ શાતના થાય છે તેમજ તે ત્રસ જીવોનો નાશ થાય છે.
For Private And Personal Use Only