Book Title: Jagatsheth Author(s): Sushil Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 6
________________ લે..ખક નું......નિ..વે..દ.... અનાવશ્યક (અનાવશ્યક એટલે બિનજરૂરી. ઘણીવાર વૃદ્ધો, વડીલો અને વધુ સુજ્ઞો ફરિયાદ કરે છે કે આ જમાનામાં હવે “આવશ્યક'નો કોઈ ભાવ પૂછતું નથી. મને થયું કે આવશ્યકોના ભાવ બેસી ગયા હોય તો એકવાર “અનાવશ્યક”ને એના આસને બેસાડી ભાગ્ય અજમાવવાની તક કેમ ન આપવી ? “અનાવશ્યક” ધીમે ધીમે બળવાન બને તો આવશ્યક”નો ગર્વ ગાળી દે ! અનાવશ્યકનું એક મોટું સુખ એ કે તે આવશ્યકની જેમ જહાંગીરી હુકમ ન કરે ! એ બિચારું શરમાળની જેમ એક કોરે સંકોચાઈને બેસી રહે ! વાંચો તોય ઠીક અને ન વાંચો તોય ઠીક, અનાવશ્યક તો છે જ. ભાગ્યયોગે વાચકની નજરે ચડે અને પોતાનાં રૂપ-ગુણથી વાચકને મુગ્ધ કરે તો તે પોતાની લજા, નમ્રતા અને રંજકતાને લીધે કદાચ આવશ્યક કરતાં ય વધુ વ્હાલું થઈ પડે!) “જગતુશેઠ” લખવાનો વિચાર કર્યો ત્યારે તો “નવલકથા” જ લખાશે એમ માની લીધેલું અને ઐતિહાસિક આધારને લીધે કથા પણ ઐતિહાસિક જ બનશે, એ પણ લગભગ ચોક્કસ હતું. એ બંનેનો સુભાગ્યે મેળ મળી જાય તો “એક રસભરી ઐતિહાસિક નવલકથા” આપોઆપ ઊગી નીકળે, એમાં કાંઈ પૂછવાપણું જ ન હોય. જગડુશેઠ”ની આ કથા એ રીતે જો કોઈ માસિકમાં ક્રમે ક્રમે લખીને છપાવવી શરૂ કરી હોત અને ઉપર કહ્યા તેવા મનોરથોથી દોરવાયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 186