Book Title: Jagatsheth Author(s): Sushil Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 7
________________ હોત તો હું કદાચ વાર્તાના મથાળે, હંમેશાં સ્થાપિત નિયમ તરીકે છપાતાં વાક્યો લખી નાખત કે, “જગત્ શેઠ” (એક રસભરી ઐતિહાસિક નવલકથા) અને તંત્રી સાહેબ, મને ખાતરી છે કે, ‘રસભરી' પાસે “અતિ’ શબ્દ ઉમેરી ‘અતિ રસભરી' બનાવી વાંચનારને ઘડીભર ભ્રમમાં નાખી શકત. પણ મારા ભાગ્યમાં પુસ્તક લખવાનું સર્જાયું હશે અને એટલેથી છૂટકો થવાનો ન હોય તેમ છપાયેલું પુસ્તક વાંચી પાછું પ્રસ્તાવના લખવાનું પણ નિર્માયું હશે; એટલે જ મને મારું છપાયેલું પુસ્તક વાંચવાની ફરીથી ફરજ પડી. દરેક લેખક જેમ પોતે પોતાનો સમાલોચક હોય તે દૃષ્ટિએ વાંચવાની ફરજ પડી અને મારો મોહ “કમળપત્ર પરના જળબિંદુ''ની જેમ સરી ગયો. ભારે ભવ્ય સ્વપ્ન નિહાળનાર દર્દીન દરિદ્રી સ્વપ્નદ્રષ્ટાની જેમ મને થયું કે આ ‘“જગત્શેઠ” નથી શુદ્ધ ઇતિહાસ કે નથી નરી કથા અને એ બેમાંનું કંઈ ન હોય, છતાં રસભરી ઐતિહાસિક કથા કહેવા જાઉં તો બીજીવાર થાણાની બીજી જેલને જ લાયક ગણાઉં ને ? એટલું છતાં મને એક આશ્વાસન મળી રહે છે, “પૃથ્વી વિશાળ છે અને કાળ નિરવધિ છે.'' ગમે ત્યારે ગમે ત્યાં પણ કોઈક સમાનધર્મી ઉદ્ભવશે અને કહેશે કે ‘જગત્શેઠ’ના લેખકે ઇતિહાસની સાથે રમત નથી કરી, ‘રસ’ આણવાની ખાતર મોટેરાઓની મર્યાદા નથી મૂકી ! ઐતિહાસિક પ્રસંગોને કથા ખાતર સહેજ આઘાપાછા કર્યા હશે, પણ છેક વિકૃત નથી કર્યા. મારો સમાનધર્મી આટલું કહે તોપણ મારે મન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 186