Book Title: Jagatsheth
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ કહીએ તો એ એક એવો પ્રભાવી માણસ છે કે દેશની સહીસલામતી અને ભલાને માટે તે તમને ઉચિત સલાહ જ આપશે.’’ બંગાળના આ મહાપુરુષની યશગાથા વ્યવસ્થિત પ્રકાશ પામે અને એ ગૌરવભર્યા ઇતિહાસને ઉકેલતાં જૈન જગતની ઉજ્જ્વળ રાષ્ટ્રસેવાનો જનતાને પરિચય થાય, એ માટે ‘જગતશેઠ'ની નવલિકા જનતા સમક્ષ મૂકવાની ઇચ્છા વ્યક્ત કરતાં, ભાઈ સુશીલે, છ માસની જેલ-યાત્રા અને તે પછીની નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ઊંડા ઊતરીને બનતી ત્વરાએ આ કથાનક તૈયાર કરવામાં જે જહેમત ઉઠાવી છે અને ઐતિહાસિક સાહિત્યની અપૂર્ણતા છતાં પરિણામે આજના રાષ્ટ્રીય નવસર્જનમાં જે પ્રાભાવિક સાધન પૂરું પાડ્યું છે, તે માટે તેમને અભિનંદન ઘટે છે. પ્રાભાવિક પુરુષોના જીવનપ્રસંગોને સંસ્કારી રોચક ભાષામાં તૈયાર કરી ‘જૈન'ના વાચકોને ઐતિહાસિક ભેટ આપવાની અમારી ચાલુ પ્રણાલિકા આ પુસ્તકથી વધુ બર આવે છે, તે માટે હર્ષ વ્યક્ત કરતાં એટલી ઉમેદ રાખીશ કે જગત્શેઠની ભળતી ટોપી નીચે ઓળખાતા અમીચંદો અને માણેકચંદો સાથે જૈન-જગત્શેઠની વંશવેલાને કાંઈ નિસ્બત નથી; એ સ્પષ્ટ વસ્તુ આ સાહિત્યમાંથી જનતા સમજે અને પ્રભાવશાળી વૈભવ અને મુસદ્દીપણાથી બંગાળના ઇતિહાસમાં એક મહત્તાભરી નોંધ લેવરાવનાર જગત્શેઠની યશગાથાને ઉકેલી તેમાંથી નવું ચેતન પ્રાપ્ત કરે. જૈન ઓફીસ-ભાવનગર તા. ૧-૩-૧૯૩૧ Jain Education International For Private & Personal Use Only દેવચંદ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 186