Book Title: Jagatsheth Author(s): Sushil Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 4
________________ પ્રથમવૃત્તિનું નિવેદન રાજકીય ક્ષેત્રમાં જે વખતે મહાક્રાંતિના પડઘા ગુંજી રહ્યા હોય, અને દશે દિશામાં ઘેરાયેલાં વાદળ વચ્ચે આઘે આઘે મુક્તિની વિદ્યુત રેખા પ્રજાના જીવનમાં આશા અને આલાદ ભરી રહી હોય, એવા વિકટ અને માંગલિક અવસરમાં, જૈન પ્રભાવકો અને રાજનીતિનિપુણ ધુરંધરોની સ્મૃતિ થઈ આવે એ સ્વાભાવિક છે. જૈન જગતના તપસ્વીઓ, સાહિત્યસેવીઓ અને ઉપદેશકો જેમ વિશ્વવિખ્યાત છે, તેમ જૈન જગતના મુસદીઓ હજી વિશ્વના પ્રકાશમાં બહાર આવ્યા નથી. કાળબળ આજે અનુકૂળ બનતું જાય છે. અને ધીમે ધીમે જૈન સમાજના ઇતિહાસસ્રષ્ટાઓ સાહિત્યમાં સ્થાન મેળવે એવું વાતાવરણ સરજાય એ દૃષ્ટિએ વર્તમાન પરિસ્થિતિમાં જગતુશેઠનો ઈતિહાસ વધારે બંધબેસતો થઈ પડશે. બંગાળની અઢારમી સદી એ ખરેખર એક ભીષણ ક્રાંતિકાળ હતો. પ્રપંચો અને સ્વાર્થોધતાને લીધે આખું રાજદ્વારી ક્ષેત્ર કંટકમય બન્યું હતું. સગાં-સ્નેહીઓ અને સ્વામી-સેવકો વચ્ચે સ્વાર્થ-લોભ-લોલુપતા અને વાસનાઓનાં કન્વયુદ્ધ ચાલતાં હતાં. એવા વિકટ સંયોગોમાં બંગાળને બચાવી લેનાર જગશેઠનો વ્યવસ્થિત ઇતિહાસ આજે આપણી પાસે નથી. માત્ર સરકારી ખાનગી દસ્તાવેજો, છુટાછવાયા પત્રવ્યવહારો અને પટ્ટાઓમાંથી એ જૈને જ્યોતિર્ધરની કાર્યકુશળતા, પ્રજાહિતસ્વિતા ઝળકી રહે છે. લોર્ડ ક્લાઈવના શબ્દોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 186