Book Title: Jagatsheth
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Mr. Sત . ધ જેવા બે-ચાર પુરુષો અને રાણી ભવાની જેવી એકાદ દેવી, એ ચેપથી પોતાની જાતને થોડી બચાવી શક્યાં હોય તો પણ શું થયું ? એમ ન બને કે આજે અત્યારના રાજશાસન સામે હું અને તમે અસંતુષ્ટ બન્યા છીએ, એને લીધે જગતુશેઠ પણ આપણી અત્યારની નજરે આપણા જેવા જ આપણને ગમતા હોય ? ધારો કે એમ હોય અને ધારો કે કેટલાકોએ ઉતાવળમાં કહી નાખ્યું છે, તેમ જગતુશેઠ અંગ્રેજ રાજ્યસ્થાપનામાં ભાગીદાર હોય, તો એટલું ચોક્કસ કે જગતુશેઠ વસ્તુતઃ આ તરફે નહીં અને પેલી તરફે નહીં, ક્યાંક મધ્યમાં હોવા જોઈએ. અભણ માણસના સાદી-સીધા તોડ જેવું તો નથી થતું ? દુનિયામાં બધા આપણા જેવા વિચારના નથી હોતા. કેટલાક એવા પણ હશે કે જેને આ બધી રાજનીતિની છણાવટ, નકામી કડાકૂટ લાગશે. કેટલાક તો મુસલમાની નામોની પરંપરા જોઈને બોલી ઊઠશે કે આ તો જૈન જગતુશેઠની કથા છે કે આમદભાઈ ને મામદભાઈની જ બધી લમણાઝીક છે ? આવી બધી નકામી ચિંતાઓ કરું છું ત્યારે એમ થાય છે કે જગતુશેઠ જો મહારાજા શ્રેણિક, ખારવેલ કે અમોઘવર્ષાના જમાનામાં જન્મ્યા હોત તો તેમની આસપાસ ફૂલમાળાની જેમ કેવાં સરસ નામો ગુંથાત ? એમના વૈભવને દેવતાઓની ઋદ્ધિ અને સમૃદ્ધિ સાથે સરખાવવાની કેવી સગવડ મળત ? પણ એમ નથી બની શક્યું, એટલા માટે લેખકે દિલગીર થવાની જરૂર નથી. જગશેઠ અઢારમી સદીમાં મોગલોની પડતીમાં અંગ્રેજોની ઊગતી અવસ્થામાં જન્મ્યા એમાં કોઈ શું કરે ? વૈરાગ્યને બદલે ભૂહરચના અને વિમાનને બદલે વહાણ ન આવે તો પછી પંચમકાળ શા કામનો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 186