________________
છતાં જગશેઠે મંદિરો બંધાવ્યાં છે, સંઘ કાઢ્યા છે અને તીર્થોના ખાસ હક્ક મેળવી જૈનશાસનની અમૂલ્ય સેવા બજાવી છે.
અનાવશ્યક વસ્તુઓના પ્રદર્શનમાં બીજી પણ એક-બે વાત ઉમેરું:
જગતુશેઠ એ કોઈ એક વ્યક્તિનું નામ નથી. એ એક બાદશાહી પદવી છે અને તે લગભગ એક સૈકા સુધી પેઢી દર પેઢી ઊતરતી આવી છે, એટલે આ પુસ્તકમાં એક નાયકને બદલે અધિક નાયક જોવામાં આવે તો કોઈ આશ્ચર્ય ન પામે.
જગડુશેઠ અને અમીચંદ વચ્ચેનો ભેદ પણ આ કથાનકમાં એક સ્થળે ખુલ્લો કર્યો છે. કેટલેક સ્થળે ઈતિહાસ-લેખકોએ પરસ્પર વિરોધી વિગતો નોંધી છે. કોઈએ અમીચંદને જગડુશેઠનો સમોવડિયો, કોઈએ તેને જગતુશેઠનો આડતિયો, કોઈએ તેને ભારે વૈભવશાલી, કોઈએ મોટા કિન્નાખોર તથા હરામખોર તરીકે ચીતર્યો છે. પણ જગડુશેઠ અને અમીચંદના વ્યક્તિત્વ વચ્ચે એક મહાસાગર જેટલું અંતર હતું. આ બધું એક યા બીજી રીતે આ પુસ્તકમાં તો કહ્યું છે, પણ પુનરુક્તિ ન કરુ તો આવશ્યક નામ શી રીતે શોભે ?
પ્રસ્તાવનાને અંતે જે જે ગ્રંથોના આધાર લીધા હોય તેમનો આભાર માનવાની એક શિષ્ટ પરંપરા ચાલે છે. જગતશેઠ વિશે અંગ્રેજ અમલદારોએ, ફ્રેંચ પ્રવાસીઓએ અને મુસલમાન તવારીખ-નવેશોએ છૂટું છવાયું ઘણું ઘણું લખ્યું છે. એક તો એ બધા ગ્રંથોના આધાર આપવા પાછા એમાં જાતભાઈઓને વગોવવા અને ઉપર જતાં તેમનો આભાર માનવો એ કેટલું વિચિત્ર છે ? પણ મને તો એક બીજો તર્ક આવે છે. એમણે કંઈ મારા માટે થોડું જ લખ્યું છે ? મારે એમનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org