________________
૩૬
જગશેઠ
સૂર્યાસ્તને હજી વાર છે. પણ અંધારુ થઈ જશે તો રસ્તામાં જ રોકાઈ જવું પડશે, એ ચિંતાથી એક યુવાન મારતે ઘોડે મુર્શિદાબાદ તરફ ધસી આવે છે. તેનું ગૌર વદન તાપ અને શ્રમને લીધે લાલચોળ દેખાય છે. પગથી માથા સુધી તેણે એક યોદ્ધાને શોભે તેવો મોગલાઈ વેશ પહેર્યો છે. ચહેરા ઉપરની વ્યગ્રતા તેની સ્વાભાવિક સરળતાને આકર્ષક ઓપ આપી રહી છે. આશાના તેજથી દીપ્તિમાન બનેલાં નેત્રો કોઈ આપ્તજનો નિહાળવા, રસ્તા ઉપરની વૃક્ષઘટાને ભેદી પેલી પાર દૃષ્ટિ ફેંકવા મથે છે. આ ઊગતી અવસ્થામાં એવું તે શું ચિંતાનું વાદળ તેની ઉપર તૂટી પડ્યું હશે કે તે આટલો વિહળ અને વ્યગ્ર દેખાતો હશે ?
મુર્શિદાબાદમાં પહોંચ્યા પછી મુર્શિદ-ખાંના પ્રમોદભવન પાસે તે ઘોડા ઉપરથી નીચે ઊતર્યો. દરવાનના હાથમાં લગામ સોંપી, એક અક્ષર પણ બોલ્યા વિના તે સડસડાટ દીવાનખાના તરફ ચાલ્યો. કોઈ તેને રોકી શક્યું નહીં, તેમ કોઈને કંઈ પૂછવાની પણ તેને જરૂર ન લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org