Book Title: Jagatsheth
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 132
________________ જગત્શેઠ ૧૧૫ સમજાયું. તેની માસીનો દિકરો ભાઈ શૌકત પૂર્ણિયામાં રહીને વિપ્લવ જગાવી રહ્યો હતો. સિરાજ એકલે હાથે આ બધા શત્રુઓની સામે શી રીતે થઈ શકે ? આજે તો તેણે નિશ્ચય કર્યો હતો કે “શકદાર માત્રને કાંટાની જેમ ઉખેડીને દૂર કરવા.'' ‘છ-છ મહિના થયા, દિલ્હીનો પરવાનો મેળવવાનો તમે કંઈ પ્રયત્ન નથી કર્યો.’' સિરાજને પરવાના વિના કંઈ અટકી રહ્યું ન હતું. પરવાના વિના પણ તે બંગાળનો નવાબ હતો. પરવાનામાં એવી કોઈ ગુપ્ત શક્તિ ન હતી કે સિરાજને દાવાનળમાંથી બચાવી લે; પરંતુ હવે તે મુસદી બનવા માગતો હતો. જગત્શેઠ ઉપર ખુલ્લો આક્ષેપ મૂકવાને બદલે આડકતરી રીતે તેમને અપરાધી ઠરાવવાની અને ન્યાયનું નાટક ભજવવાની યુક્તિ વાપરી. એ વખતે બીજો આલમગીર દિલ્હીની ગાદીએ હતો. પણ તે વૃદ્ધ અને નબળો હોવાથી મહમહશાહની વિધવા રાજતંત્ર ચલાવતી. યુવાન વજીરો જનાનખાનાની ખટપટનો ભોગ થઈ પડ્યા હતા. પંજાબ અને રોહિલાની રૈયત મરાઠા તેમજ અબ્દાલ્લીના જુલ્મોથી રિબાતી હતી. પાણિપતના યુદ્ધની ભૂમિકા ધીમે ધીમે તૈયાર થતી હતી. આ સ્થિતિમાં બાદશાહને બંગાળની શી પડી હોય ? જગત્શેઠ, સિરાજને શહેનશાહતની છિન્નભિન્ન સ્થિતિ સમજાવી પરવાનાના વિલંબ માટે બચાવ કરવા માગતા હતા, તેમણે કહ્યું, “આજે પરવાના ઉપર સહી કરવા જેટલો સમય શહેનશાહ પાસે નથી. જૂની પ્રણાલિકાઓ તૂટતી જાય છે. બળ અને બુદ્ધિ હોય તો પરવાનો પાણી ભરે !'' સિરાજ એ બધું સમજવા જેટલું ધૈર્ય ખોઈ બેઠો હતો. વસ્તુતઃ સમજવા પણ નહોતો માંગતો. ઘસીટા બેગમ, રાજવલ્લભ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186