Book Title: Jagatsheth
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 164
________________ જગત્ોઠ ૧૮ જગત્શેઠ મહતાબચંદ અને મહારાજા સરૂપચંદ જતાં જ જગત્શેઠના વૈભવ અને પ્રતાપ ઝંખવાતા ચાલ્યા. બાદશાહ શાહઆલમના સમયમાં એ કુટુંબની પ્રતિષ્ઠા બરાબર જળવાઈ, પણ પ્રથમનું ઓજસ ઊડી ગયું. મધ્યાહ્નના નમતા પહોરની જેમ, બધું પૂર્વવત્ ચાલવા છતાં એની ગતિ બદલાઈ ચૂકી હતી. ૧૪૭ મહતાબચંદના જ્યેષ્ઠ પુત્ર ખુશાલચંદને અને મહારાજા સરૂપચંદના જ્યેષ્ઠ પુત્ર ઉદાયતચંદને બાદશાહ શાહઆલમે, અનુક્રમે જગત્શેઠ અને મહારાજાના પદથી સન્માન્યા. બંને ભાઈઓ સાથે મળીને પેઢીનો કારભાર કરવા લાગ્યા. પણ પેઢીનો કસ ઊડી ગયો હતો. અયોધ્યાના વજીરે એકવાર મોટી લાલચ આપી તેમને પોતાની પાસે બોલાવ્યા. પણ વજીરનો સ્વાર્થ ન સધાયો. મુર્શિદાબાદ છોડીને અયોધ્યામાં રહેવાનું તેમણે ન સ્વીકાર્યું. નવાબ-વજીરે ખૂબ દ્રવ્ય ચૂસી એ બે ભાઈઓને છોડી દીધા. Jain Education International મીરજાફરનો પુત્ર નજુમ-ઉદ્-દૌલા, અંગ્રેજોની મહેરબાનીથી મુર્શિદાબાદની મસનદ ઉપર આવ્યો. કંપનીના નોકરોની દ્રવ્યલાલસા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186