Book Title: Jagatsheth
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 178
________________ ૧૬૧ જગશેઠ લાખ જીવ પ્રતિપાળીયા રેલાખો ભેજ સંસાર રે... મોહ નહીં મમતા નહીં રે લોરાગ નહીં કહુ રોસ રે... ક્ષમા દયા સમતા ભરી રે હરખ નહીં અપસોસ રે.. તપસ્વિની માતાનો પુત્ર પણ કેટલો માતૃભક્ત હતો ? હુકુમ કબહુ મટે નહીં, માતતણો જગતુશેઠ; તીને વાર દિન પ્રતિ કરે, ચરણકમલકી ભેટ. શત માગે નવસહસ દીએ, સહસ્ત્ર કહે લક્ષ; માતાને માને સદા, પરમેશ્વર પ્રતક્ષ. મૃત્યુને એક વરસ બાકી હતું, તે વખતે મેઘની જેમ માતા માણિકદેવીએ દાન વરસાવ્યાં, વખતો વખત લ્હાણીઓ કરી અને કવિ કહે છે કે આવી ધરમકરણી તો “દૂર્જ કિણહી ન કીન'ભાગ્યે જ બીજા કોઈએ કરી હશે. પુત્ર પૌત્રાદિને બોલાવી આશીર્વાદ આપ્યા અને છેવટે પોતાના શ્રીમુખથી અણશણ વ્રત ઉચર્યા અને અંતે “સૂણતા સુગુરૂ વખાણ-સવસો કીન્હો ખામણાં; કરિ પ્રભુજીનો ધ્યાન, માણિકદેવી માતા સતી પહૂતી અમરવિમાન.” સ્વર્ગવાસની સંવત, માસ, પક્ષ, તિથિ, વાર ને નક્ષત્ર આ પ્રમાણે : સંવત સત્રે અઠાવૈ, પોસ કૃષ્ણ રવિવાર; પડિવા પુષ્ય નક્ષત્રમૈ, પહુતા સ્વર્ગમઝાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186