Book Title: Jagatsheth
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 176
________________ જગશેઠ ૧૫૯ દેશ બંગાલ કેરે ધની, દિનદિન સંતતી સંપ્રતિ ઘણી; જાકે પુત્ર સુરેંદ્ર સમાન, પ્રગટે ફત્તેચંદ સુજ્ઞાન, દિલ્લી જાય દિલીપતિ ભેટ, નામ ખિતાબ ભયો જગતશેઠ. સંવત-૧૭૭૧નાં માઘ માસની દશમી ને ગુરુવારે માણેકચંદ શેઠ સારો પુત્ર-પૌત્રાદિ પરિવાર મૂકી સ્વર્ગવાસ પામ્યા. જગતશેઠ ફતેહચંદે, માતાની શ્રી શિખરજીએ યાત્રા જવાની ઈચ્છા સાંભળી મોટા પાયા ઉપર તીર્થયાત્રાની તૈયારી કરવા માંડી. મનસુબા માતાતણા જાણ્યા શ્રી જગતશેઠ; કરી સજાઈ સંઘની, ભેજે લોક પચેટ. ઘાટ વાટ સબ સજી કરો, સંઘ આવે જીહ રાહ; હુકૂમ સુણત સબ ભૂપતિ, લાગે કરન ઉછાહ. દેશ વિદેશ પટ્ટઈ, પત્રી પરમ હુલાસ; ચોવીહ સંઘ બુલાઈયા, ખરચી ભેજી ખાસ. અસવારી વાહન દીએ, જીહ જીહ માંગી તેમ; ડેરા તંબૂ પાલ ભલા, દીન્હા સબકો તેમ. સંઘ સહુ એકઠા થયા, મૂલુક મૂલુક સો આય; તુરત બોલાયા જોતષી, મુહરત દીયા બતાય. સંઘની તૈયારી અર્થે કર્ણાટકી લાલ બનાતના તંબુ, ઐરાવત જેવા હાથી, તેજી ઘોડા અને ફોજ તથા સામંતોનું વર્ણન આપ્યા પછી કવિએ વર્ધમાન નગરી અને ચંપાપુરીની સ્પર્શનાનો આનંદ વર્ણવ્યો છે. શિખરજી પહોંચ્યા પછી ત્રણ દિવસ અને ત્રણ રાત ગિરિશિખર ઉપર રહ્યાં અને સ્નાત્ર, પૂજા તથા આંગી વગેરે ખૂબ ધામધૂમથી કરાવ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186