Book Title: Jagatsheth
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
જગશેઠ
૧૬) શિખરજીની યાત્રા કરી આવ્યા પછી માતા માણિકદેવીએ મુખ્યતાએ ધર્મકરણીમાં જ ચિત્ત પરોવ્યું :
જિનમંદિર રૂપાતણા, ગૃહમેં સરસ બનાય; પ્રતિમા સોના રજતની, થાપી શ્રી જિનરાય. પહર એક પૂજા કરે, જપે મંત્ર નવકાર; દાન દેહી જવ હાથસો, તવ હી કરે આહાર. છઠ છઠ અરૂ પારણો, જો કહું તિમ બઢ જાય; તબતેલા નિહએ, કરે, એક ટેક ન મીટાય. દોય પહર શાસ્ત્ર સુણે, સંઝા કરે તૃકાલ; પોસહ અષ્ટમી ચૌદસી, પડિકમણા બીહુ કાળ. સચિત્ત વસ્તુ છુએ નહીં, દીન હીન પ્રતિ દાન; કુણ સરભર તેહની કરે, સકે ન રાજા રાણ. દેશ બંગાલે નહિ હુતા, દેહરા અરૂ પોસાલ; પુણ્ય પ્રસાદ માતાતણે, ઘર ઘર થયા વિલાસ. જૈની હોતે નગ્રમે, આગે ઘર દોય ચાર;
સો પ્રાસાદ માતાતણે, શ્રાવક ભએ હજાર. ક્રમે ક્રમે માતા માણિકદેવીએ ખૂબ ઉગ્ર તપશ્ચર્યાઓ આદરી. ઉપરાઉપરી તપશ્ચર્યાથી તેમનું શરીર હાડપિંજર જેવું બની ગયું. છતાં વ્રત-પચ્ચકખાણ ન તજ્યાં. તપશ્ચર્યાની જેમ દાનમાં પણ તેઓ એટલાં જ મુક્તહસ્ત હતાં :
લાખો દાન દીયા સતી રે લોલાખ કીયા ઉપગાર રે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186