Book Title: Jagatsheth
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 182
________________ જગશેઠ ૧૬૫ (અહમદશાહ બાદશાહનું ૧૭૫રનું ફરમાન) (સિક્કો) (પાક-પરવરદિગારની રાહબરીમાં) સલ્તનત નીચેના બંગાળ તથા બીજા પ્રાંતોના હાલના તથા ભવિષ્યના રાજયકારભાર ચલાવતા અમલદારો તથા તહસીલદારોને માલુમ થાય કે – બંગાલ દેશમાં આવેલ જૈને શ્વેતાંબર ધર્મ અનુસાર તીર્થસ્થળવાળો પારસનાથજીનો પર્વત તથા મધુવન પાસેની ચાર સીમાડાબંધ મહેસૂલ-માફ જમીન (લાખેરાજ) ઉપર આવેલી કોઠી જૈન શ્વેતાંબર ધર્મના અનુયાયીઓને તાબે હોવાનું તથા તે રાજયનિષ્ઠ અરજદાર જૈન શ્વેતાંબર ધર્મના અનુયાયી હોવાનું જગતશેઠ મહતાબરાયે અમો નેકનામદાર પાસે નિવેદન કરેલ છે અને તે આશા રાખે છે કે બહાદુર નામવર હજુરના હાથે ઉપર કહેલ પર્વત તથા કોઠી સદરહુ આજ્ઞાધીન અરજદારને બક્ષિસ કરવામાં આવે કે જેથી તે નિશ્ચિંત અને સદરહુ ધર્માનુસાર પ્રાર્થના વગેરે કરે. સદરહુ શખ બાદશાહની કૃપા તથા બક્ષીસને લાયક હોવાથી તથા જે મિલ્કતની તે માગણી કરે છે તેની સાથે પોતાને ખાસ સંબંધ છે, તેમ જણાયાથી તથા નેકનામદાર તરફથી તપાસ કરવામાં આવતાં, ઉપર દર્શાવેલ પારસનાથનો પર્વત તથા કોઠી સાથે લાંબા વખતથી જૈન શ્વેતાંબર ધર્મના અનુયાયીઓને સંબંધ હોવાનું જણાયાથી સમગ્ર પર્વત તથા ચાર સીમાડાબંધ મધુવન પાસેની કોઠી બાદશાહ હજુરથી સદરહુ શપ્સને ભેટ આપવામાં આવે છે. એ જરૂરનું છે કે રાજ્યના હિત તથા આબાદી માટે તેણે હંમેશાં પ્રાર્થના કરવી અને કોઈએ પણ પારસનાથના પર્વત તથા મધુવન પાસેની કોઠી સંબંધે વિરોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186