Book Title: Jagatsheth
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 185
________________ જગશેઠ ૧૬૮ અબુ અલીખાન બહાદુરના રાજ્યના ત્રીજા વર્ષની સનદ બાદશાહ તથા ધર્મરક્ષક અબુઅલીખાન બહાદુર (સિક્કો) બિહાર પ્રાંતના બીસનપુર પાચરૂખી પરગણાના હાલના તથા ભવિષ્યના મુત્સદીઓ જોગ માલુમ થાય કે ઉપર દર્શાવેલ પરગણામાં પાલગંજ ગામ તે રાજા પદમનસિંહના નામે જગતુશેઠનાં બનાવેલાં પારસનાથનાં સર્વ મંદિરોને ધાર્મિક સખાવત તરીકે બધા કરવેરામાંથી મુક્ત કરવામાં આવ્યું છે. તેથી તેનો સ્વીકાર કરી ફઝલી-૧૧૬૯ (ઈ.સ.૧૭પપ)ની સાલમાં મંજુર કરવામાં આવે છે. તમો સદરહુ ગામ બાબત કોઈપણ જાતનો વાંધો વિરોધ નહિ કરતાં ઉપર દર્શાવેલ રાજાના કબજા ભોગવટા માટે તે ખુલ્લું રાખશો કે જેથી તે જરૂરી બાબત માટે તેમાંની આવકનો ઉપયોગ કરી શકે અને કાયમ ચાલુ રહેનાર સલ્તનતના હિત માટે પ્રાર્થના કરે. રાજ્યના ત્રીજા વર્ષમાં જમાદીઉસ-સાની તા. ૨૭ના રોજ લખવામાં આવ્યું. ૨૧-૨-૮૯ (ખરું ભાષાંતર) (સહી) ઈશ્વરીપ્રસાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186