Book Title: Jagatsheth
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 118
________________ ૧૦૧ જગશેઠ રમી રહ્યા હતા. પાલખી ઊંચકી લાવનારા ભૈયા તરત જ ઊંચી આંખ કર્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. પધારો, જગતુશેઠ !” વીણાના ઝંકાર જેવા શબ્દો સંભળાયા. મહતાબચંદે જોયું તો નવાજેસ મહમદની બેગમ-ઘસીટો પોતે અતિથિને આવકાર આપવા સામેથી ચાલી આવતી હતી. તેને દૂરથી જોતાં જ જગશેઠને થયું કે “મોતી-ઝીલ' જેવું ભવ્ય છે, તેવી જ તેની અધિષ્ઠાત્રી પણ જાજવલ્યમાન છે. ઘસીટા યૌવનની સીમા ઓળંગી ગઈ હતી, છતાં તેનો વિલાસ એ ઊણપ પૂરવા સતત મંથન કરતો. ઓલાતા અગ્નિને છૂટાંછવાયાં તરણાં સળગતો રાખે તેમ વિવિધ વસ્ત્રાલંકાર, ઘસીટાના રૂપરાશિને ઉછીનો ઉજાશ આપતાં. જે કેટલાક દમામ પ્રેક્ષકને જોતાં જ આઘાત કરે, તે આ બેગમમાં પૂરેપૂરું આધિપત્ય જમાવી રહ્યા હતા. જગશેઠ, પ્રયત્ન કરવા છતાં બેગમની સામે મીટ ન માંડી શક્યા. દષ્ટિવિષ સર્પની સામે આવી ઊભા હોય અને અંતરમાં આછી આગ અનુભવતા હોય તેવી બેચેની અનુભવી રહ્યા. ઘસીટા બેગમ અને જગશેઠનો આ પહેલો જ પરિચય હતો. બંનેએ એકબીજા વિશે ઘણું ઘણું સાંભળ્યું હતું. ઘસીટા માનતી કે મહતાબચંદ માત્ર વેપારી નથી, શહેનશાહ તેની સલાહ સાંભળે છે. મહતાબચંદ પણ બેગમના રાગરંગ અને વિલાસથી અજાણ્યા ન હતા. “જરૂરી કામ માટે મારે આપને અહીં બોલાવવા પડ્યા છે.” બેગમ સાહેબે એક સુશોભિત પાટ ઉપર બેસતાં કહ્યું અને તે સાથે જ સામેની તૈયાર બેઠક ઉપર બેસવાનું જગતુશેઠને હાથના ઇશારાથી સૂચવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186