Book Title: Itthi parinna
Author(s): Ludvig Alsford
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 2
________________ ૨૩૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ આ ભિક્ષા ધરની સ્ત્રીઓ દ્વારા સાધુઓને અપાતી હોઈ તે સાધુઓનો સ્ત્રીઓ સાથેનો નિયમિત અને વારંવાર થતો સંપર્ક અનિવાર્ય બને છે. સાધુઓના આચારો અને સંધની પ્રતિષ્ઠાને માટે આ સંપર્ક દ્વારા ઉત્પન્ન થતા ભયોનું આ પ્રકરણમાં આòબ વર્ણન કર્યું છે, અને સાધુને ત્યાગ છોડી સંસારમાં પાછા ફરતા રોકવાનો પ્રયત્ન કરવામાં ગ્રન્થકાર આપણને નહિ ધારેલી અને કોઈકવાર અમનોરંજક નહિ એવી, પ્રથમ અનુવાદક યાકોબીરના શબ્દોમાં “ આશરે ૨,૦૦૦ વર્ષ ઉપરના હિંદુ ગૃહજીવનની ઝાંખી” કરાવે છે. ૨. પ્રસ્તુત પ્રકરણના ૫૩ શ્લોકોમાં અસાધારણ રસ ઊભો કરે એવો બીજો ગુણ તે તેમનું સ્વરૂપ છે. ભારતીય છન્દઃશાસ્ત્રના ઇતિહાસમાં જેટલા અગત્યના તેટલા જ દુર્લભ એવા, એટલે કે આર્યાંના પ્રાચીનતર સ્વરૂપમાં, આ શ્લોકો રચવામાં આવ્યા છે. પ્રાકૃત કાવ્યમાં પ્રચલિતતમ એવી ઉત્તરકાલીન કે ‘ સામાન્ય ’ આર્યાં, આપણે જાણીએ છીએ તેમ, જૈન આગમોના અર્વાચીનતમ સ્તરનું અંગ છે અને એના પ્રાચીનતર સ્તરોના (મૂળભૂત ભાગોમાં) તે સર્વથા અનુપલબ્ધ છે. એથી ઊલટું ચાલુ આમાંની પુરોગામિની પ્રાચીન આર્યાં, આયાર ૧.૯; સૂયગડ ૧.૪ અને (કંઈક અંશે) ઉત્તરજ્ઝાય ૮ એમ અત્યંત પ્રાચીનતમ જૈન ગ્રંથોનાં ત્રણ પ્રકરણોમાં અને અત્યંત પ્રાચીનતમ પૈકીના એક એવા સુત્તનિપાતનાં ૮ અને ૧૪ એ એ પ્રકરણોમાં જ ઉપલબ્ધ થાય છે. સર્વપ્રથમ યાકોબીએ આયાર ૧.૯ અને સૂર્ય૦ ૧.૪માંથી આ છંદને શોધ્યો અને DMG ૩૮, પૃ॰ પપ...માં એની ચર્ચા કરી. પરંતુ આ એ પ્રકરણોની સમીક્ષિત આત્તિ આ ચર્ચાની સાથે નહિ આપવાથી એમણે કરેલી વિગતપૂર્ણ આંકડામય ચર્ચાની વ્યાવહારિક ઉપયોગિતા મોટે ભાગે ઓછી થઈ ગઈ; જ્યારે હસ્તલિખિત ગ્રંથોમાં અને ચાલુ છાપેલી આવૃત્તિઓમાં અસંખ્ય દૂષિત અને અચોકકસ જોડણીઓ, ત્યાગ, પ્રક્ષેપ અને જુદા જુદા ભ્રષ્ટ પાડોને લીધે આ છંદ બગડી ગયો છે અને કોઈકવાર ઓળખાય એવો પણ નથી રહ્યો. પરિણામે શુથિંગે આયાર ૧.૯ની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી અને છન્દની પુનઃ ચર્ચા કરી. પાછળથી એ વિદ્વાને” એનું ભાષાંતર પણ આપ્યું અને આ અનુવાદંની સમીક્ષા કરતાં લૉંયમાને (111, ૭, પૃ ૧૬૦...) છન્દ્રની દૃષ્ટિએ વિશેષ પ્રદાન કર્યું. આયાર ૧ની સાથે સુથિંગે સૂયગડ ૧.૪નું ભાષાંતર કરેલું; પરંતુ કમનસીબે આજસુધી એની સમીક્ષિત આવૃત્તિ તૈયાર ન થઈ શકી.૫ પ્રસ્તુત લેખનું પ્રયોજન આ ખામીને દૂર કરવાનું છે. આ સાથે મેં નવો અનુવાદ અને ગ્રન્થના કેટલાક અત્યંત ગૂંચવાડા ભરેલા મુદ્દાઓની ચર્ચા કરતું ટિપ્પણ ઉમેર્યું છે. હું માનું છું કે તે યોગ્ય લાગશે. પ્રશંસનીય પ્રારંભકાર્યરૂપ યા૦ નું ભાષાંતર શીલાંકની ટીકા તથા ખીજી બે અર્વાચીન ટીકાઓ પર સંપૂર્ણ રીતે આધારિત છે, કારણકે તે સમયે બીજી કોઈ સહાય ન હતી. આ ટીકાઓ આજે પણ અનિવાર્ય છે, છતાં તે વિશ્વસનીય માર્ગદર્શકની ગરજ જરાય સારતી નથી. કેટલીક સ્પષ્ટ બાબતોમાં તેમનાં વ્યાખ્યાનો એકાદ શબ્દ કે કંડિકાના સાચા અર્થનું સંપૂર્ણ અજ્ઞાન બતાવે છે; જ્યારે ઇતર દુર્બોધ સ્થળોએ આપણને તદ્દન લાચાર બનાવે છે—આ હકીકત આજે ય પણ ભાગ્યે જ વિવાદાસ્પદ છે. ઉપરની ટીકાઓ ઉપરાંત શુસ્પ્રિંગ પાસે અનેક અમૂલ્ય અને રસિક ૨ સેક્રેડ બુકસ ઑફ ધી ઈસ્ટ, ગ્રં૦ ૪૫, પૃ૦ ૨૭૬, નોંધ ૨. ૩ આયારાંગ સૂત્ર, પ્રથમ શ્રુતષ્કન્ધ (જર્મન) ગ્રન્થ, પૃથકરણ અને શબ્દકોષ (લાઇપન્સીગ, ૧૯૧૦). ४ · Worte Mahāvīras ' પુસ્તકમાં (ગોટિન્ગેન, ૧૯૨૬). ૫ પી૦ એલ॰ વૈદ્યે (જુઓ નીચે) તૈયાર કરેલી સૂયગડની સમીક્ષત આવૃત્તિ તરીકે જાહેર કરાયેલી આવૃત્તિઓછામાં ઓછું ૧. ૪ની ખાખતમાં—છંદ તરફ ઓછામાં ઓછું ધ્યાન આપી (કદાચ છંદના જ્ઞાન વગર જ) તૈયાર કરવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 24