Book Title: Itthi parinna Author(s): Ludvig Alsford Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 1
________________ इत्थी परिना [ભારતીય છન્દુઃશાસ્ત્રના પ્રદાન તરીકે સંપાદિત કરેલું જૈન સાધુજીવનને લગતા કાવ્યનું એક પ્રકરણ] લેખક : પ્રો॰ ડૉ॰ હુીગ આલ્પ્સડા અનુવાદક : અરુણોદય ન૦ જાની આયારંગ, દસવૈયાલિય અને ઉત્તરજ્ઝાય ઉપરાંત યુગડાંગ એ શ્વેતામ્બર જૈન સિદ્ધાન્તના ચાર આગમ ગ્રન્થો પૈકીનું એક છે, એના પ્રથમ સુયક્ષંધના ચોથા પ્રકરણને અહીં તેની સમીક્ષિત ચર્ચા કરવા માટે એ કારણોને લીધે જુદું પાડયું છે ૧. બ્રહ્મચર્ય અને સ્ત્રીઓ પ્રત્યેનો વ્યવહાર એ પ્રશ્ન, જે સાધુઓનાં જીવન અને આચારને લગતા મુખ્ય પ્રશ્નો પૈકીનો એક છે, તેની તે ચર્ચા કરે છે—અને તે ય પણ નોંધપાત્ર રીતે કરે છે. જોકે આપણને એમાં સૈદ્ધાન્તિક, આદર્શ વસ્તુસ્થિતિનું વિધાન કરતા અને આલેખતા આચારના વિગતપૂર્ણ નિયમોનું સમગ્ર શાસ્ત્ર મળતું નથી; પરંતુ આશ્ચર્ય પમાડે એવી સરળતાથી કબૂલ કરેલા રોજિંદા વ્યવહારનાં દૂષણોથી ઉદ્ભવેલી આગ્રહપૂર્ણ વિનતિ મળે છે. સાધુએ ખરેખર સ્ત્રીઓ સાથેનો સંપર્ક ચીવટપૂર્વક ત્યજવો એ વધારે સારું છે; પરંતુ સાધુ જીવનની મૂળભૂત જરૂરિયાત એટલે કે રોજનું ભિક્ષા માટેનું ભ્રમણ છે; અને Jain Education International ૧ પ્રસ્તુત પ્રકરણ આપણને જ્યાં પાછા ખેંચી જાય છે તેવા જૈન સંઘના ઇતિહાસના દૂરના આરંભકાળમાં જ માત્ર આદર્શ સિદ્ધાન્ત અને દયનીય વ્યવહાર વચ્ચેનું અંતર ઘણું મોટું હતું એમ નથી. ડૉ॰ યુ॰ પી॰ શાહે (જર્નલ, એશિ॰ સોસા॰ મુંબઈ, ૩૦, ૧, પૃ૦ ૧૦૦) અણહિલવાડ પાટણમાં સન ૧૨૪૨માં ભરાયેલી જૈન પરિષદના, હસ્તલિખિત ગ્રંથમાં સચવાયેલા, ઘણા રમૂજી વૃત્તાંતને પ્રગટ કર્યો છે. કેટલાક સંખ્યાબંધ મોટા આચાર્યો અને બીજા અગત્યના સામાન્ય માણ્યોએ આ પરિષદમાં એક ઠરાવ પસાર કર્યો છે. તે સમયે પ્રચલિત રિવાજ પ્રમાણે જૈન આચાર્યો માત્ર સંતાનોત્પત્તિ કરતા એટલું જ નહિ, પરંતુ તેમને સાધુ કે સાધ્વી તરીકે દીક્ષા પણ આપતા અગર આચાર્યપદે પણ તેમને સ્થાપતા. આ રિવાજની તે ઠરાવમાં નિંદા કરી, તેનો નિષેધ કર્યો છે. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 24