Book Title: Hridaypradipna Ajwala Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 7
________________ સુવિચારની છાબને પ્રેમે વધાવીએ વિશ્વમાં આરોગ્યનો એક નિયમ પ્રવર્તે છે કે જ્યારે રોગચાળો ફેલાવા લાગે કે તુર્ત તેના પ્રતિકાર માટેના ઉપાયો ભરપૂર પ્રમાણમાં યોજવામાં આવે છે. જાહેર દૈનિકમાં પ્રજાજોગ સૂચનાઓ આપવામાં આવે છે. દવાનો પુષ્કળ પ્રમાણમાં છંટકાવ કરવામાં આવે છે. તે રોગની પ્રતિરોધક રસી મૂકવાનો પણ કાર્યક્રમ ઝુંબેશરૂપે ચલાવવામાં આવે છે. બસ આજે દુર્વિચાર અને દુર્ધ્યાનનો રોગચાળો ફેલાયો છે ત્યારે તેના પ્રતિરોધ માટેના ભરચક ઉપાયો સજ્જનોએ યોજવા જ રહ્યા. સુવિચારોનો મારો ચલાવવામાં આવે એટલી બધી રીતે એ દુર્વિચારોને ખાળવા માટે પ્રયત્નો કરવા જ રહ્યા. જેને જે સૂઝે તે રીતે એ ઉપાય યોજે અને દુર્વિચારના હુમલાને મંદ અને અંતે નાબૂદ બનાવે તે આજની તાતી જરૂરત છે. તે અભિયાનનાં ભાગરૂપે જ સુનંદાબહેન વોહોરા એક શુભવિચા૨ની છાબ લઈને આવ્યાં છે. આપણે સૌએ તેને સુસ્વાગતમ્ કહેવાનું છે, પ્રેમભર્યો સસ્મિત આવકાર પામવાનો છે. અહીં ૩૬ દીવડા એવા તેજવંત પેટાવવામાં આવ્યા છે તેના તેજોવલયથી આપણી હૃદયગુહામાં યુગોજૂનાં અંધારાં ડેરાતંબુ તાણીને પડ્યાં છે તેને ધ્રુજારી વછૂટે તેવો ઉજાસ આ દીવડામાં છે. મન ભરીને ફરીફરી એ દીવડાના અજવાળાને અપનાવીએ ચિત્તને તેના વડે માંજીએ એવી એક જ શુભેચ્છા – અમદાવાદ-૧૩ શ્રી નેમિ-અમૃત-દેવહેમચન્દ્રશિષ્ય નારણપુરા માગ-૧.૪ ૨૦૬૧ પ્રદ્યુમ્નસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 170