Book Title: Hridaypradipna Ajwala Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 6
________________ ભીતર ઝળાંહળાં હૃદયપ્રદીપ ષત્રિશિકા... અંદરના અંધારાને ઉલેચીને હૃદયને ઝળાંહળાં બનાવનાર છત્રીશ કડીઓ... આ ગ્રંથની એક એક કડીમાં હૃદયને પ્રકાશિત કરવાનું સામર્થ્ય છે. ભાવક કડીઓને ગણગણતો જાય, એ વેધક શબ્દો હૃદયની આરપાર પહોંચી જાય. અજવાળું જ અજવાળું... પૂ. વીરવિજય મહારાજ સાહેબ કહે છે: “વેધકતા વેધક લહે, બીજા બેઠા વા ખાય.” ભાવક ચેતના આ કડીઓમાં, એના વિવેચનમાં ઝબોળાઈ ઊઠશે... જાણીતા સર્જક શ્રી હરીન્દ્ર દવેની એક પંક્તિ યાદ આવે : “ભીતર ઝળાંહળાં છે પ્રકાશનું શું થશે? ભીતર પ્રકાશ રેલાઈ ઊઠ્યો, હવે બહારના પ્રકાશનો શો અર્થ? હૃદયપ્રદીપ પત્રિશિકા પર “અસ્તિત્વનું પરોઢ પુસ્તકમાં ત્રણ વિદ્વર્ય આચાર્ય પ્રવરોએ વિવેચના આપી. પ્રસ્તુત ગ્રંથમાં એ જ ગ્રંથ પરની બહુજનહૃદયને સ્પર્શી જતી મઝાની સંવેદના છે. સુનંદાબહેનના અંતઃપૂત હૃદયમાંથી ઝરેલું આ શબ્દઝરણું અનેક ભાવકોના ચિત્તને નિર્મળ નિર્મળ બનાવશે એ જ ભાવના. કાર્તિક સુદિ ૧૫, વિ. ૨૦૬ ૧ - આચાર્ય યશોવિજયસૂરિ શણગાર હૉલ, દશા પોરવાડ સોસાયટી, અમદાવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 170