Book Title: Hridaypradipna Ajwala Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 4
________________ ઋણમુક્તિના પ્રસંગે આ નાનકડી ગ્રંથરચનામાં અનેક રહસ્યો છુપાયાં છે. જે “અસ્તિત્વનું પરોઢ' પુસ્તકમાં ત્રણ આચાર્યશ્રીના હૃદયાલાપ પ્રગટ થયાં ત્યારે ગ્રંથના વાચન-ચિંતનમાંથી ભાવ ઊઠ્યો કે આ નાનકડી રચના પરદેશમાં સાથે લઈ જાઉં અને આ અમૃતનો સ્વાદ હું સ્વયં ચાખું અને ત્યાંના જિજ્ઞાસુઓને ચખાડું. વળી અવારનવાર આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી પાસે વંદનાર્થે જવાનું થતું તેઓશ્રી પાસે મેં મારા ભાવ વ્યક્ત કર્યા કે “અસ્તિત્વનું પરોઢ' પુસ્તકના અધ્યયનમાં આંતરિક આનંદ અનુભવ્યો. અંધકારમાં પ્રકાશ પ્રગટે તેવાં રહસ્યો તેમાંથી મળે છે. મારો ભાવ પરદેશમાં એનો સ્વાધ્યાય કરવાનો છે. આપની આજ્ઞા-સંમતિ છે? તેઓએ તરત જ વાત્સલ્યભાવે અને આનંદિત . થઈ નાનકડી ગ્રંથરચનાની પુસ્તિકા મને આપી. હૃદયપ્રદીપછત્રીસી મૂલ શ્રી ચિરંતનાચાર્ય – પંચસૂત્રના રચયિતા) ગુજરાતી પદ્યાનુવાદ, ગદ્યાનુવાદ – મુનિરાજશ્રી ભુવનચંદ્રજી મહારાજ. તેના પરનાં પ્રવચનોનું પુસ્તક “અસ્તિત્વનું પરોઢ', પ્રવચનકાર આચાર્યશ્રી યશોવિજયસૂરિજી. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી, આચાર્યશ્રી રત્નસુંદરસૂરિજી. ઉપરોક્ત છત્રીસી પુસ્તિકામાં છત્રીસ મૂળ શ્લોક તેનો ગુજરાતી પદ્યાનુવાદ અને ગદ્યાનુવાદ છે. તેના આધારે અમેરિકાના જુદા જુદા સ્થળે થયેલા સ્વાધ્યાયના પ્રવચનનો સાર સંગ્રહ તે હૃદયપ્રદીપનાં અજવાળાં. વળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 170