Book Title: Hriday Sakha Shree Saubhagya
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 10
________________ જગતને પ્રાપ્તિ થઈ. જેમ જેમ સમ્યગ્દર્શન વિશુદ્ધ થતું ગયું તેમ તેમ સૌભાગ્યભાઈનો પારમાર્થિક ઉપકાર શ્રીમદ્જીને વધુ વેદાતો ગયો અને તે સૌભાગ્યભાઈ ઉપરના પત્રોમાં સ્પષ્ટ રીતે આલેખાયો છે. પરમાર્થ મિત્રોની વહાલપ તથા બન્ને દિવ્યાત્માઓની પારમાર્થિક ઓતપ્રોતતાનું કારણ તે બીજજ્ઞાનની યોગ પ્રક્રિયા હતી. જો તે બન્નેના આધ્યાત્મિક સંબંધની સૂક્ષ્મતા સમજાય તો વાચકવર્ગના દૃયમાં બીજજ્ઞાનની અપૂર્વતા તેમ જ અમૂલ્યતા સ્થપાય અને એ જ આ પુસ્તક પ્રકાશનનો ઉદ્દેશ છે. પ્રથમ આવૃત્તિનો ગ્રંથ પ્રાગટ્ય સમારોહ, તા. ૪ મે, ૧૯૯૭ના રોજ મુંબઈ ખાતે બિરલા માતુશ્રી સભાગૃહમાં પ.પૂ.શ્રી બાપુજીની તેમજ – શ્રીમદ્જીને સ્વીકારતી ભારતની અન્ય સંસ્થાઓના અગ્રગણ્ય વ્યક્તિઓ-અનુયાયીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. પરમકૃપાળુદેવ શ્રીમદ્જી પોતાના દયસખા સોભાગ્યભાઈને સૌભાગ્ય તરીકે સંબોધી અપૂર્વ પુણ્યનો ઉદય આ સૌભાગ્યભાઈના નામધારી દેહમાં પ્રાપ્ત થયો છે એવો ગર્ભિત ઉલ્લેખ કરતા, તેથી આ ગ્રંથમાં સોભાગભાઈ તથા સૌભાગ્યભાઈ એમ બન્ને રીતે ઓળખાવ્યા છે. આ પુસ્તકનું પ્રકાશન કરવા માટે ઉપયોગી માહિતી પૂરી પાડવા માટે (૧) શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ટ્રસ્ટ, વવાણિયા તેમ જ તે ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનુભાઈ મોદી તેમ જ ટ્રસ્ટીગણ (ર) શ્રી મનુભાઈ મોતીલાલ પટેલ, મુ.નાર (૩) શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસના મુમુક્ષુજનો (૪) પૂ. શ્રી સૌભાગ્યભાઈનાં કુટુંબીજનો (૫) ખંભાત શ્રી સુબોધક પુસ્તક શાળાના ટ્રસ્ટીશ્રીઓ વગેરેનો આભાર માનીએ છીએ. આ ઉપરાંત આ પુસ્તક પ્રકાશન માટે આર્થિક સહાય આપનાર તથા પુસ્તક તૈયાર કરવા માટે જેણે ફાળો આપ્યો છે તે સૌનો પણ આભાર માનવામાં આવે છે. શ્રીમદ્જીના અનન્ય શિષ્ય, ભક્તશિરોમણિ હોવા ઉપરાંત જેમને પરમાર્થ સખા હોવાનું અનન્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવા શ્રી સૌભાગ્યભાઈને તેમ જ કેવળ લગભગ ભૂમિકાએ પહોંચેલા અર્વાચીનકાળના મહાજ્ઞાની શ્રીમદ્જીને કોટી કોટી નમસ્કાર હો ! નમસ્કાર હો ! શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ, સાયલા પ્રકાશન સમિતિ વતી. દ્વિતીય આવૃત્તિ-પ્રસ્તાવના VII Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 314