Book Title: Hriday Sakha Shree Saubhagya
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 8
________________ સાથેનો પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈનો આધ્યાત્મિક સંબંધ સંવત ૧૯૪૬ થી ૧૯૫૩ સુધી સાત વર્ષનો રહ્યો. આ સાત વર્ષમાં બન્ને પ૬૦ દિવસ સાથે રહ્યા. શ્રી રાજ-સોભાગ આશ્રમના આદ્યપ્રણેતા સદ્ગુરુદેવ શ્રી લાડકચંદભાઈ વોરા (પ.પૂ.બાપુજી) હમેશાં કહેતા કે પરમકૃપાળુદેવને ઓળખવા હશે તો પ્રથમ સૌભાગ્યભાઈને સમ્યક્ રીતે પરખવા પડશે. જો સૌભાગ્યભાઈનાં નેત્રો વડે કૃપાળુદેવને નિહાળશું તો તેમના આંતર-ચારિત્રનો પરિચય થશે. અધ્યાત્મના શિખર ઉપર બિરાજતા પરમકૃપાળુદેવ શ્રીમદ્જીની આત્મ અમિરાતને પામવા પ.પૂ. સૌભાગ્યભાઈ કેડીરૂપ બન્યા છે. શ્રીમદ્જીના આત્મપ્રદેશની જ્ઞાનહરિયાળીનો, પરમ સત્યના પ્રત્યક્ષ અનુભવનો સચ્ચિદાનંદ, સહજ ઉભરાઈને પ.પૂ. સોભાગભાઈ પર લખેલા પત્રોમાં ઠલવાયો. તો પ્રતિપક્ષ સૌભાગ્યભાઈએ પોતાના બાહ્ય વ્યક્તિત્વને જેમ જળમાં હિમ ઓગળે તેમ પરમકૃપાળુદેવના આત્મસ્વરૂપમાં ઓગાળી નાખ્યું. બન્નેના આત્મા એક થઈ અવિભક્ત રહ્યા. પૂ. સૌભાગ્યભાઈનું મન આનંદ સ્વરૂપ શ્રીમદ્જીમાં તદાકાર થયું અને ઉત્કૃષ્ટ પૂજયભાવ વેદાયો. તેમ જ શ્રીમદ્જીને હૃયાભિરામ સૌભાગ્યભાઈ પ્રત્યે અઢળક અહોભાવ જાગ્યો. શ્રીમદ્જીને આધ્યાત્મિક આરોહણ કરવામાં શ્રી સૌભાગ્યભાઈ ચોક્કસ પણે પુષ્ટ નિમિત્ત બન્યા તો આત્માના સહજસુખમાં અનુરક્ત શ્રીમદ્જીની પ્રત્યક્ષ સારસંભાળના અનુગ્રહ વડે શ્રી સોભાગભાઈ પોતાના અંતિમ દિવસોમાં આત્મસાક્ષાત્કારને પામ્યા. સોભાગભાઈને મળતાં જ શ્રીમદ્જીનું ઉપાદાન એવું તો બળવત્તર બન્યું કે એકાંતવાસને સેવી ધ્યાનસ્થપણે વીતરાગભાવમાં ઝબોળાઈને આત્મા સતત જાગૃત રહેવા પુરુષાર્થી બન્યો. સ્વરૂપ-સુખનો અનુરાગી તેઓનો આત્મા આસપાસના વાતાવરણનું તથા દેહનું ભાન ભૂલીને અલૌકિક આત્મમસ્તીમાં લીન થઈ જતો. અહોરાત્ર આત્માનું જ મનન કરતી મનોદશાની અસર જીવનવ્યવહાર પર પડવા લાગી. કૌટુંબિક, સામાજિક, વ્યાવસાયિક ફરજો પ્રત્યે નિર્મોહી શ્રીમનું લક્ષ ન રહેતું. સર્વ બાહ્ય પદાર્થોની મમતાને ત્યાગી પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ અવિનાશીપણાનો, અવ્યાબાધ સુખનો, મુક્તિનો અનુભવ કરવા લાગ્યા. બાહ્યમાં ઉપાધિ તો અંતરમાં સમાધિ. બાહ્યમાં મન, વચન અને કાયાનો યોગ પ્રવૃત્ત દેખાતો હતો તો અંતરમાં ઉપયોગ આત્મામાં નિવૃત્તિ લઈ, વિશ્રાન્તિને ભજતો. ગ્રહણ કરેલા દેહ પ્રમાણ આકારવાળો હોવા છતાં શ્રીમદ્જીને પોતાનો આત્મા અમૂર્તિક છે, જ્ઞાનથી પ્રધાન છે, જન્મ-જરા-મરણથી રહિત છે, અવિનાશી નિત્ય છે, આવો દ્વિતીય આવૃત્તિ-પ્રસ્તાવના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 314