Book Title: Historical Inscriptions Of Gujarat Part 02
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૦૯ દ૬ ૨ જાનાં કાવીનાં તામ્રપત્ર* ૨. સ. ૩૮૦ કાર્તિક સુ. ૧૫ ગુર્જર વંશના ત્રણ લેખે આ માસિકમાં પ્રકાશિત થયા છે - ડોકટર બુલર દ્વારા (1) શકે ૪૦૦ ના વૈશાખ સુદ ૧૫ નું દર્દ બીજાનું ઉમેટાનું દાનપત્ર, (૨) અવ્યક્ત સંવત ૪૮૬ ના આષાઢ સુદ ૧૦ રવિવારનું જયભટ ત્રીજાનું કાવીનું દાનપત્ર, અને (૩) પંડિત ભગવાનલાલ ઈન્દ્રજી દ્વારા અવ્યક્ત સંવત ૪૫૬ ના માઘ માસની પૂર્ણિમા મંગળવારે ચન્દ્રગ્રહણસમયે અપાએલું જયભટ : જાનું નવસારીનું દાનપત્ર. અને તે જ વંશના બીજા ત્રણ લેખ અન્યત્ર પ્રસિદ્ધ થયા છે, તે પૈકી દર બીજાનાં બે દાનપત્ર જે અનુક્રમે અવ્યક્ત સંવત ૩૮૦ ના કાર્તિક શુકલ પૂર્ણિમા અને તેવા જ સંવત ૩૮૫ ની કાર્તિક શુકલ પૂર્ણિમાનાં છે. તે પ્રોફેસર જે. હૈ અને પ્રકાશિત કર્યા. ત્રીજો લેખ પ્રોફેસર આર. જી. ભંડારકરે પ્રકાશિત કર્યો. તે શકે ૪૧૭ ના વૈશાખની અમાવાસ્યા સહ પ્રતિપદાના સૂર્યગ્રહણુસમયનાં તે જ વ્યક્તિનાં આપેલાં ઈલાઓનાં દાનપત્ર વિષે છે. ચાલુક્યવંશના વિજયરાજ અથવા વિજયવર્માના દાનપત્ર તથા એક બીજા દાનપત્ર સાથે (જેની વિગત આપી નથી ) હદ બીજાનાં ખેડાનાં બે દાનપત્રે લગભગ ઈ. સ. ૧૮૨૭ માં મળી આવ્યાં હતાં. ખેડાના કેટની વાયવ્ય બાજુમાં નજીક જ વલૂઆ નદી વહે છે. ત્યાંની ભંતિ તથા જમીન ધોવાઈ જવાથી આ શોધ થઈ શકી હતી. અસલ પતરાં બધાં ડૉ. એ. બન્ને રોયલ એશિયાટિક સોસાયટીને ભેટ તરીકે આપ્યાં હોય એમ જણાય છે. પરંતુ તે પૈકી કેવળ વિજયરાજનું દાનપત્ર હાલ ઉપલબ્ધ છે. તેથી ગુર્જરનાં આ બે દાનપત્રો પ્રોફેસર ડૉસનના લેખ સાથે પ્રસિદ્ધ થએલી પ્રતિકૃતિઓ ઉપરથી ફરીથી હું પ્રકાશિત કરૂં છું. આ પ્રતિકૃતિઓમાંની પહેલીમાં બે પતરાં બતાવ્યાં છે. તે દરેક ૧૧” લાંબું અને પહેલ્થ છે. લખાણના રક્ષણ માટે આ પતરાંના કાંઠા જાડા અથવા વાળેલા હતા કે નહીં તે જાણી શકાd નથી. પહેલા પતરાની નીચેની જમણી બાજુના ખૂણુને મોટો ભાગ ભાગી ગયો છે અને બીજા પતરાને ઉપર ડાબી બાજુના ખૂણુનો એક હાને કટકો ભાગી ગયા છે, તે સિવાય પતરાં સુરક્ષિત છે અને લેખ બહ સહેલાઈથી વાંચી શકાય તેવો છે. પ્રતિકૃતિ સારી છે, પણ તેમાં ઘણું લેપ અને પુષ્કળ ભૂલો છે. આ ભૂલે અસલની કે લીગ્રાફની અપૂર્ણતાની પણ હાઈ શકે, પણ તેનાં કારણે વિષે શંકા હોવાથી તે અસલની જ ભૂલે મેં માની છે. સાધારણ રીતે, • ઈ. એ. જે. ૧૨ પા. ૮૧-૮૭ જે. એક ફલીટ. ૧ જ, કનીગહામની ગણત્રી પ્રમાણે આ તારીખ ૩ જી એપ્રીલ ઈ. સ. ૪૭૮ ને સોમવારને મળતી આવે છે. (ઈ. એ. વ. ૭ પા. ૬૧) ૨ (ઈ. એ- તો૫ ૫. ૧૦૯)-ઈ. એ. જે. ૧૨, પા. ૨૯ર-૯ માં પ્રસિદ્ધ કરેલા મારા રિમ” સંબંધી, પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીએ પોતાની નતની પતરાની પરીક્ષા ઉપરથી મને ખાત્રી આપી છે કે બીજું એ ખ્યાવાચક ચિક્ર ચકકસપણે ૮૦ છે અને ૯૦ નથી. ૩ જુએ. ઈ. એ . ૧૩ ૫. ૭૦ ૪ જ, કે. એ સે. ન્યુ સી. જે. ૧ પા. ૨૪૭- આ બને દાનપત્રનું ભેળસેળ અક્ષરાન્તર આ પહેલાં. જ, એ. એસ સે. છે. ૭ પા. ૯૦૮ માં. મી. જેમ્સ પ્રિન્સપે પ્રસિદ્ધ કર્યું હતું. પંક્તિ ૨૪ સુધીનું અક્ષર સ્તર ૩૮૦ ના દાનપત્રમાંથી તેણે લીધું છે અને પંદિત ૨૫ થી અંત સુધીનું અક્ષરાન્તર ૩૮૫ ના દાનપત્રમાંનું છે, સિવાય કે તારીખ ૩૮૫ ને બદલે ૩૮૦ આપેલી છે. ૫ જ, બે, બ્રા. ર. એ. સે, લે. ૧૦ ૫. ૧૯ ૬ ઈ, એ, . ૭ ૫. ૨૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 397