Book Title: Hemsiddhi
Author(s): Vinod Kapashi
Publisher: Zaveri Foundation

View full book text
Previous | Next

Page 8
________________ આચાર્યશ્રીની કવિત્વ શક્તિનાં સુંદર ઉદાહરણ ૫ આ તેત્રો ભકિતભાવ અને અધ્યાત્મને પણ વિશિષ્ઠ રુપે શબ્દદેહ આપે છે. હેમચંદ્રાચાર્યનાં સિદ્ધહેમશબ્દાનુશાસનમાંથી શરુઆતના વ્યાકરણની સમજ આપેલ છે. દ્વયાશ્રયમાં પણ ઉદાહરણ સાથે વ્યાકરણનાં ક્યા નિયમને લગતો તે બ્લોક છે તે દર્શાવવા પ્રયાસ કર્યો છે ત્રિષષ્ઠિ શલાકા ચરિત્રમાં ૬૩ ચરિત્રો છે તેમાંથી બે ચરિત્રની ઝલક અત્રે દશાવેલ છે. આ રીતે મારા આ નાનકડા ગ્રંથમાં આચાર્યશ્રીનાં લખાણોની યોગ્ય પ્રસાદી વધારે પ્રમાણમાં છે અને વિવેચન ઓછા પ્રમાણમાં છે. - ભારતથી પાંચ હજાર માઈલ દૂર બિટનમાં વસવાટ કરીને રહેતા આ લેખકને પારાવાર મયૉદાઓનો સામનો કરવો પડયો છે. પ્રથમ તો હેમચંદ્રાચાર્યને લગતાં અને તેમનાં લખેલાં ગ્રંથો અહીં સુલભ નથી. ભારતથી ગ્રંથો મગાવીને તથા અહીંની બ્રિટીશ મ્યુઝીયમની લાયબ્રેરી પર જ આધાર રાખવાનો હતો, છતાંયે મારા સદભાગ્યે અહીં સચવાયેલાં સંગ્રહોમાંથી મને ઘણી માહિતી મળી છે. આ ગ્રંથમાં તેથી જ મેં બિટનમાં સાચવી ૨ખાયેલાં જુના હેમ-સાહિત્યની યાદી પણ આપી છે. મારા નમ મત મુજબ આમાંનાં કેટલાક પુસ્તકો ભારતમાં પણ સુલભ નહીં હોય આ રીતે જોતાં મેં લખેલ આ ગ્રંથ ઘણા વિદ્વાનોને ઉપયોગી થઈ પડશે. અહીંયા બીજી મુશ્કેલી વિદ્વાનોના માર્ગદર્શનને લગતી છે. કોઈ વિદ્વાન સાધુ કે આચાર્ય કે અન્ય કોઈ પડિતનું માર્ગદર્શન મેળવવા હું ભાગ્યશાળી નથી થયો તેથી મારા આ પુસ્તકમાં જે કંઈ ત્રુટિ હોય તેને ક્ષમા કરશે તેવી નમ્ર વિનંતિ કરું છું ત્રીજી મોટી મુશ્કેલી ગુજરાતીના મુદ્દણની છે. આમાં પણ મારા સદભાગ્યે ગુજરાતી ભાષામાં મુદ્રણ કરી શકે તેવું હોમ કમ્યુટર" મળી જતાં કામ સરળ બન્યું. અને સમયસર પૂરું પણ થઈ શક્યું. સારા કામમાં મળતી આવી મદદને આપણે દિવ્ય કૃપા જ ગણીશું ને ? આ ગ્રંથ માટે જોઇતાં થોડાં પુસ્તકો મને મેળવી આપીને ભારતથી મોકલવા બદલ તથા તેમના માર્ગદર્શન બદલ શ્રી કુમારપાળ દેસાઈનો હું આભારી છું . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 180