Book Title: Hemchandrashabdanushasanam Author(s): Hemchandracharya, Jambuvijay Publisher: Hemchandracharya Jain Gyanmandir PatanPage 15
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: સ્વ. પૂજ્ય ગુરુદેવ મુનિરાજ શ્રી ૧૦૦૮ ભુવનવિજયજી મહારાજની સંક્ષિપ્ત જીવનરેખા [પૂ.મુ. શ્રી જંબૂવિજયજી મહારાજે સંશોધિત-સંપાદિત કરેલા તથા ભાવનગરની જૈન આત્માનંદસભાએ વિક્રમ સંવત્ ૨૦૨૨માં પ્રકાશિત કરેલા આચાર્યશ્રી મલવાદિક્ષમાશ્રમણ વિરચિત દ્વાદશારનયચક્રના પ્રથમ ભાગમાં જંબૂવિજયજી મહારાજના ગુરુદેવ પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજનું જે સંક્ષિપ્ત જીવનચરિત્ર શ્રી જૈન આત્માનંદ સભાએ આપ્યું છે તે અહીં અક્ષરશ: આપવામાં આવે છે.] પરમપૂજ્ય ગુરુદેવ ભુવનવિજયજી મહારાજનું મૂળ સંસારી નામ ભોગીલાલભાઈ હતું. બહુચરાજી (ગુજરાત) પાસેનું દેથળી ગામ એ તેમનું મૂળ વતન, પણ કુટુંબ ઘણું વિશાળ હોવાના કારણે તેમના પિતાશ્રી મોહનલાલ જોઈતારામ શંખેશ્વરતીર્થ પાસે આવેલા માંડલ ગામમાં કુટુંબની બીજી દુકાન હોવાથી ત્યાં રહેતા હતા. શ્રી મોહનલાલભાઈનો લગ્નસંબંધ માંડલ ખાતે જ ડામરશીભાઈના સુપુત્રી ડાહીબેન સાથે થયેલો હતો. ભોગીલાલભાઈનો જન્મ પણ વિ. સં. ૧૯૫૧માં શ્રાવણ વદિ પંચમીને દિવસે માંડલમાં જ થયેલો. ડાહીબેનમાં ધાર્મિક સંસ્કારો સુંદર હતા અને ઘર પણ ઉપાશ્રય નજીક જ હતું એટલે અવાર નવાર સાધુ-સાધ્વીજીના સમાગમનો લાભ મળતો હતો. એક વખતે શ્રી ભોગીલાલભાઈ પારણામાં સૂતા હતા તેવામાં તે સમયમાં અત્યંત પ્રભાવશાલી પાયચંદગચ્છીય શ્રી ભાયચંદજી (ભાતૃચંદ્રજી) મહારાજ અચાનક ઘેર આવી ચડયા. શ્રી ભોગીલાલભાઈની મુખમુદ્રા જોતાં જ તેમણે ડાહીબેનને ભવિષ્યકથન કર્યું કે આ તમારો પુત્ર અતિમહાનું થશે-ખૂબ ધમોંયોત કરશે અને આપણે જાણીએ છીએ કે ૭૦વર્ષ પૂર્વે ઉચ્ચારાયેલી આ ભવિષ્યવાણી અક્ષરશ: સાચી નીવડી છે. શ્રી ભોગીલાલભાઈની બુદ્ધિપ્રતિભા અને સ્મરણશક્તિ બાલ્યાવસ્થાથી જ અત્યંત તેજસ્વી હતાં. સામાન્ય વાંચનથી પણ નિશાળના પુસ્તકોના પાઠો એમને લગભગ અક્ષરશ: કંઠસ્થ થઈ જતા. નિશાળ છોડયા પછી ચાલીસ-ચાલીસ વર્ષ વીતી ગયા બાદ પણ એ પાઠ અને કવિતાઓમાંથી અક્ષરશ: તેઓ કહી સંભળાવતા હતા. બાલ્યાવસ્થાથી જ જ્ઞાનપ્રેમ એમના જીવનમાં અત્યંત વણાઈ ગયેલો હતો. વ્યવહારમાં પણ એમની કુશળતા અતિપ્રશંસનીય હતી. પરીક્ષાશક્તિ તો એમની અજોડ હતી. પંદર-સોળ વર્ષની ઉમરે ઝીંઝુવાડાના વતની શા.પોપટલાલ ભાયચંદનાં સુપુત્રી મણિબેન સાથે એમનો લગ્નસંબંધ થયો હતો. મણિબેનનાં માતુશ્રી બેનીબેન ખૂબ જ ધર્મપરાયણ આત્મા હતા. તેમનું કુટુંબ આજે પણ ઝીંઝુવાડામાં ધર્મઆરાધનામાં શ્રેષ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 449