________________
સેવા આદિનો લાભ લીધો છે.
ઉમરના કારણે અવારનવાર તબિયતમાં ફેરફાર થઈ આવતો હતો, છતાં ભગવાનની કપાથી પાછો સુધારો થઈ જતો હતો. એટલે આ વર્ષે તેમનો ૧૦૧માં વર્ષમાં પ્રવેશ દાદાજીની પવિત્ર છાયામાંજ થાય તો સારું એ ભાવનાથી અહીં માગશર વદિ બીજ મંગળવાર તા. ૨૦-૧૨-૯૪ સુધી રોકાયા. માગશર વદિ બીજને દિવસે તેમણે ઉપર યાત્રા કરી દાદાજીનાં દર્શન કર્યા, તેમના ચરણમાં શિર મુક્યું તેમજ આ પ્રસંગે દાદાના દરબારમાંજ ખાસ રાખેલા શ્રી ભક્તામરપૂજનમાં પણ તેઓ લગભગ ૧ કલાક સુધી બેઠા. દાદાજીનાં ખૂબ ખૂબ દર્શન કરી નીચે આવ્યા, તે પછી બપોરે આચાર્ય મહારાજ આદિ અનેક સાધુ ભગવંતોએ તેમને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. આ રીતે ૧૦૧માં વર્ષમાં પ્રવેશનો દિવસ ખૂબ આનંદથી પસાર થયો.
ત્યાર પછી તેમની તબિયત ધીમે ધીમે ઘસાતી ચાલી, છેલ્લા ચાર દિવસ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, અમારી મતિ પ્રમાણે ઉપચારો કરવામાં કશી કમી રાખી નહોતી, પરંતુ નશ્વર સંસારના નિયમ અનુસારે છેવટે ૧૦૦ વર્ષ ઉપર ૨૩ દિવસનું આયુષ્ય પૂર્ણ કરીને, ૫૬ વર્ષનું સુંદર ચારિત્ર પાળીને વિશાળ ચતુર્વિધ સંઘની હાજરીમાં નમસ્કાર મહામંત્રની ધૂન વચ્ચે અમને બધાને શોકમાં નિમગ્ન કરીને મારા માતુશ્રી સ્વર્ગમાં સીધાવ્યા છે. ભગવાન મહાવીર પરમાત્માના શાસનમાં સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરનારાં સાધ્વીજી ભાગ્યેજ થયાં છે, એટલે પ્રભુ મહાવીરના શાસનમાં ઐતિહાસિક સ્થાન પ્રાપ્ત કરીને સંઘમાતા બનીને તેમણે અનેક આત્માઓનું પરમ કલ્યાણ કર્યું છે.
અપાર વાત્સલ્યના મહાસાગર એવા તેમના હૃદયમાંથી નીકળતા આશીર્વાદોના શબ્દોનો પ્રવાહ મેળવવો એ જીવનનો અણમોલ લહાવો હતો.
સંઘમાતા પૂજ્યપાદ શતવર્ષાધિકા, સાધ્વીજી
શ્રી મનોહરશ્રીજી મહારાજની સંક્ષિપ્ત જીવનરેખા વિક્રમ સંવત ૧૯૫૧ માગશર વદિ ૨ શુક્રવાર તા. ૧૪-૧૨-૧૮૯૪ ના દીવસે પિતાશ્રી "શાહ પોપટલાલ ભાયચંદનાં ધર્માત્મા ધર્મપત્ની બેની બહેનની કુક્ષિથી ઝીંઝુવાડામાં જન્મ ૧. શાહ પોપટલાલ ભાયચંદ તથા તેમના ધર્માત્મા ધર્મપત્ની બેની બહેનના પરિવારનું જૈનસંઘમાં મહત્વનું યોગદાન છે. પોપટભાઇને ઇશ્વરલાલ તથા ખેતસીભાઇ એમ બે પુત્રો તથા લક્ષ્મીબહેન, શિવકોર બહેન, મણિ બહેન તથા કેવળી બહેન એમ ચાર પુત્રીઓ હતા. તેમાંથી એક પુત્ર ઇશ્વરલાલ ભાઈ તથા લક્ષ્મી બહેન, મણિ બહેન તથા કેવળી બહેન એમ ત્રણ પુત્રીઓએ તેમના પરિવાર સાથે દીક્ષા લીધી. તેમનાં નામો દીક્ષાક્રમ અનુસારે નીચે પ્રમાણે છે. મારા મામા તપસ્વિપ્રવર મુનિરાજશ્રી વિલાસવિજયજી મ., તેમના સુપુત્ર આ.મ.શ્રી વિજય કારસૂરીશ્વરજી મ., મુનિ જંબૂવિજયજી મ., આ.મ.શ્રી યશોવિજયસૂરીજી મ., જિનચંદ્રવિજયજી મ., મુનિચંદ્રવિજયજી મ., તથા રાજેશવિજયજી મ. છે.
સાધ્વીજીમાં મારાં સૌથી મોટાં માસી પૂ.સાધ્વીજીશ્રી લાભશ્રીજી મ., મારાં નાનાં માસી સાધ્વીજીશ્રી કંચનશ્રીજી મ., તેમનાં સુપુત્રીઓ લાવયત્રીજી મ. તથા વસંતશ્રીજી મ., મારાં પૂ. માતુશ્રી સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મ., જ્યોતિપ્રભાશ્રીજી મ., કલ્પલતાશ્રીજી મ., મોક્ષરસાશ્રીજી મ. તથા તત્ત્વરસાશ્રીજી મ. છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org