________________
લખાયેલી છે.
| વિક્રમ સંવત્ ૧૨૧૮ માં લખેલી શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનની સ્વોપજ્ઞ રહસ્યવૃત્તિની તાડપત્રીય પ્રતિ જેસલમેરના ભંડારમાં ગ્રંથાંક ૩૦૧માં છે. આમાં ૧૬૦ પત્ર છે. પ્રતિના અંતે સંવત્ ૨૨૨૮ વર્ષે શ્રાવણ વદ્રિ ૭ વૌ મંડનીવાસ્તવ્ય श्री जाल्योधरगच्छमतानके आसदेवसुत ले० पल्हणेन श्री भद्रेश्वर(?)सूरियोग्या पुस्तिका (પુi JH) સિવિતપિતિ | અંતિમસ્તુ . આમ લખેલું છે. મૂળ પ્રતિમાં કેટલાંક પાનાં તૂટી જવા આદિ કારણે પાછળથી જુદી લેખન રીતિથી જુદા લેખકે લખીને ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૧૭, ૧૮, ૧૯, ૪૮, પર, પ૩, ૬૧, ૬૨, ૬૩, ૬૪, ૭૧, ૧૦, ૧૧૮, ૧૨૦, ૧૩૫, ૧૩૭, ૧૩૮, ૧૫૦, ૧૫૮, ૧૬૦A આટલાં ૨૬ પાનાં- આ પ્રતિમાં ઉમેરેલાં છે. જો કે આ પૈકી ૧, ૨, ૪, ૬ આ નંબરનાં પાનાં તો જુની તાડપત્રીમાં પણ છે જ. એટલે ૩જા તથા પમા પાનાંનો પાઠ જ નવા પાનામાંથી અમે અહીં લીધો છે. જુનાં જે પાનાં ન હોવાને લીધે તેમાંનો જે જે પાઠ પડી ગયો છે તે નવાં જે પાનાં ઉમેરેલાં છે તેમાંથી અમે લીધેલો છે. અને આ પાઠને + ++ આવા ચિહ્નની અંદર અમે મૂક્યો છે. નવાં ઉમેરેલાં પાનાના પાઠોમાં કેટલેક સ્થળે ઘણી અશુદ્ધિ જોવામાં આવી છે. આ રહસ્યવૃત્તિમાં સાતે અધ્યાયો સંપૂર્ણ છે. પરંતુ વૃત્તિ સંક્ષિપ્ત હોવાથી સંસ્કૃત વ્યાકરણનાં એકંદર ૩૫૬૬ સૂત્રો પૈકી ખાસ આવશ્યક જણાતાં લગભગ ૧૬૭૦ સૂત્રો આમાં લીધાં છે. તેમાં જે વ્યાખ્યા આપી છે તે લઘુવૃત્તિને લગભગ મળતી હોવાથી લઘુવૃત્તિના સંશોધનમાં પણ અમને સારી ઉપયોગી થઈ છે. આ રહસ્યવૃત્તિમાં ઋવિત: [શાખા૭૦] સૂત્ર નથી. અને ડિત્યન્યસ્વરાવે પછી નીચે મુજબ ત્રણ સૂત્રો અને તેની રહસ્યવૃત્તિ છે.–
મધુસુપાત્યનોડવુપુ(શ્વવુ)વિત: [રાશા?].
૧. તે તે અધ્યાય અને તે તે પાદમાં એકંદરે કેટલાં સૂત્રો છે, અને તેમાંથી કયાં કયાં સૂત્રોની આચાર્યશ્રીએ વ્યાખ્યા નથી કરી તથા ક્રમપૂર્વક નિર્દેશ કર્યો નથી તે જણાવવા માટે રહસ્યવૃત્તિના પ્રારંભમાં અમે એક અનિર્દિષ્ટસૂત્રાંકસૂચિ આપેલી છે તે જોઇ લેવી.
વળી આજ પુસ્તકમાં શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના સાત અધ્યાયોનો સંપૂર્ણ સૂત્રપાઠ પણ અલગ આપ્યો છે. તેમાં જોવાથી કયાં ક્યાં સૂત્રોનો રહસ્યવૃત્તિમાં ક્રમશ: ઉલ્લેખ નથી તે સ્પષ્ટ જણાશે.
અભ્યાસીઓ તથા સંશોધકોની અનુકૂળતા માટે સાતે અધ્યાયોના સર્વ સૂત્રોનો અકારાદિક્રમ પણ આજ ગ્રંથમાં અમે અલગ આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org