Book Title: Hemchandracharyani Sahitya Sadhna Author(s): Kumarpal Desai Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 6
________________ 10 હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના | આ ઉદેશને લક્ષમાં રાખ્યા વગર કળિકાળસર્વજ્ઞના ગ્રંથોનો અભ્યાસ કરનાર ભૂલથી એવો આક્ષેપ કરી બેસે કે એમણે તો પૂર્વગ્રંથોમાંથી ઉતારા જ કર્યા છે. જોકે છેલ્લા આઠ-નવ સૈકાઓથી એમના ગ્રંથોના અવિરત પઠન-પાઠન પરથી એમના વિદ્યાકીય પુરુષાર્થનું સાફલ્ય પ્રગટ થયું છે. પ્રાચીન ઇતિહાસમાં કે હેમચંદ્રાચાર્યની પૂર્વે આટલા વિભિન્ન વિષય પર સળંગ શાસ્ત્રીય અને અભ્યાસપૂર્ણ ગ્રંથો આપનાર હેમચંદ્રાચાર્ય જેવી ભાગ્યે જ કોઈ વિરલ પ્રતિભા મળી આવશે. એ જ્ઞાનજ્યોતિએ દૂર કરેલા અજ્ઞાનના અંધકાર વિશે શ્રી સોમપ્રભાચાર્ય હે છે – क्लुप्त व्याकरणं नवं विरचित छंदो नवं याषयालंकारी प्रथितो नवौ प्रकटित श्रीयोगशारखं नवम् । तर्क: संजनितो नवो जिनवरादीनां चरित्र नवं बन्द येन न केन केन विधिना मोहः कृतो दूरतः ॥ નવું વ્યાકરણ કહ્યું; નવું છંદશાસ્ત્ર રચ્યું; દયાશ્રય મહાકાવ્ય અને અલંકારશાસ્ત્રને વિસ્તાર્યા અને નવા જ પ્રકટ કર્યા. શ્રીયોગશાસ્ત્રને પણ નવું રચ્યું; નવા તર્કશાસ્ત્રને જન્મ આપ્યો; જિનવરોનાં ચરિત્રોનો નવો ગ્રંથ રચ્યો; કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અજ્ઞાનને દૂર કર્યું નથી ? ગ્રંથભંડારોમાં કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની અનેક કૃતિઓ મળે છે. આ કૃતિઓની વિશ્વસનીયતાના નિર્ધારણમાં કર્તાએ પોતે કેટલીક કૃતિઓને અંતે કરેલા ઉલ્લેખો સહાયક બને છે. વળી એ પછી સોમપ્રભાચાર્યું અને પ્રભાચંદ્ર એમની કૃતિઓના ઉલ્લેખો આપ્યા છે. ગુજરાતી સાહિત્યના પરોઢનો ઝાંખો પ્રકાશ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન સૌપ્રથમ દર્શાવ્યો. હેમચંદ્રાચાર્યની વિપુલ સાહિત્યરચનાની ગંગોત્રીનો પ્રારંભ ગુજરાતની અસ્મિતા અને સંસ્કારિતા જગાડનારી એક ઘટનાના - 1 હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ll પ્રતિભાવમાંથી થયો. જયસિંહ સિદ્ધરાજ માલવપતિ શ્રી યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. આ ગ્રંથભંડારમાં ભોજરાજવિરચિત “સરસ્વતીકંઠાભરણ' નામના વ્યાકરણગ્રંથ પર સિદ્ધરાજની દૃષ્ટિ પડી. વિશેષ તપાસ કરતાં એને જાણવા મળ્યું કે પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના ભોજનું વ્યાકરણ જ એના રાજ્યમાં ભણાવાતું હતું. ભોજ રાજની વિદ્વત્તાની પ્રશંસાએ સિદ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતા દેખાડી. આ સમયે ભોજના વ્યાકરણ કરતાં ચડિયાતું વ્યાકરણ રચી શકે તેવા સમર્થ શક્તિશાળી હેમચંદ્રાચાર્ય જ હતા. વિ. સં. ૧૧૯૩માં એમને આ વ્યાકરણ લખવાનું સોંપાયું. સિદ્ધરાજે તે માટે ઠેરઠેરથી હસ્તપ્રતો મંગાવી. છેક કાશ્મીરથી આઠ વ્યાકરણો મંગાવ્યાં. આ વ્યાકરણોની મદદથી અને સ્વ-પ્રતિભાથી કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના વ્યાકરણની રચના કરી. સિદ્ધરાજની વિનંતીથી આ વ્યાકરણ રચાયું હોવાથી પ્રથમ એનું નામ જોડીને નામાભિધાન કર્યું. અગાઉના વ્યાકરણગ્રંથોમાં અતિવિસ્તાર, દુર્બોધતા અને ક્રમભંગ – એ ત્રણ દોષો જોવા મળતા હતા. હેમચંદ્રાચાર્ય આ વ્યાકરણની રચનામાં સંક્ષેપ, સુગમતા અને ક્રમબદ્ધ આયોજન રાખીને એ ત્રણે દોષથી મુક્ત રહ્યા. આ વ્યાકરણગ્રંથની બીજી વિશેષતા એ છે કે એનાં પાંચેય અંગો* હેમચંદ્રાચાર્યે પોતે લખ્યાં છે. બીજા વૈયાકરણોએ વ્યાકરણસૂત્ર અને બહુ બહુ તો તેના ઉપરની વૃત્તિની રચના કરી છે. વ્યાકરણના અન્ય અંગોની રચના તો અનુગામીઓ કરે એવી પરિપાટી હતી. હેમચંદ્રાચાર્યે આ પાંચેય અંગોની રચના પોતે કરીને પાણિનિ, ભટ્ટજી દીક્ષિત અને ભટ્ટિ એ ત્રણેય વૈયાકરણોનું * વ્યાકરણનાં પાંચ અંગો તે : (૧) સૂત્રપાઠ; (૨) ઉણાદિગણસૂત્ર (૩) લિંગાનુશાસન; (૪) ધાતુપારાયણ; અને (૫) ગણપાઠ.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25