Book Title: Hemchandracharyani Sahitya Sadhna Author(s): Kumarpal Desai Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 5
________________ 8 | હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના સાધી બતાવનાર કીમિયાગર સંસ્કારશિલ્પી એટલે હેમચંદ્રાચાર્ય, આથી જ ‘ધૂમકેતુ' કહે છે – “હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાનો જન્મ કલ્પી શકતો નથી; એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગ્રત રાખનારી સંસ્કારિતા કલ્પી શકાતી નથી; અને એમના વિના ગુજરાતી પ્રજાનાં ખાસ લક્ષણો – સમન્વય, વિવેક, અહિંસા, પ્રેમ, શુદ્ધ સદાચાર અને પ્રામાણિક વ્યવહાર પ્રણાલિકા – કલ્પી શકાતાં નથી. હેમચંદ્રાચાર્ય માનવ તરીકે મહાન હતા; સાધુ તરીકે વધારે મહાન હતો; પણ સંસ્કારદ્રષ્ટા તરીકે તો એ સૌથી વધારે મહાન હતા. એમણે જે સંસ્કાર રેડ્યા, એમણે જે ભાષા આપી, એમણે લોકોને જે રીતે બોલતા કર્યા, એમણે જે સાહિત્ય આપ્યું – એ સઘળું આજના ગુજરાતની નસમાં હજી વહી રહ્યું છે, અને એટલે, એ મહાન ગુજરાતી તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધિ પામવાયોગ્ય I હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના n 9 ગ્રંથોની ઘણી હસ્તપ્રતો સાંપડી. હેમચંદ્રાચાર્યના આ કાર્યમાં રામચંદ્ર, ગુણચંદ્ર અને મહેન્દ્ર જેવા વિદ્વાન શિષ્યોનો સમુદાય એમને સહાયક થયો હતો. વિદ્યોપાસનાનું કેવું ભવ્ય વાતાવરણ એ સમયે રચાયું હશે, એની કલ્પના જ રોમાંચકારી લાગે છે. એમના ગ્રંથોની લહિયાઓ પાસે અસંખ્ય પ્રતિલિપિઓ કરાવવામાં આવી હતી અને એ પ્રતિલિપિઓને ભારતના અનેક ગ્રંથભંડારોમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ કારણે જ તેમના જીવનકાળમાં જ લખાયેલી કેટલીક પ્રતિલિપિઓ આજે પણ ઉપલબ્ધ થાય છે. એ પછીનાં નવસો વર્ષના દીર્ધકાળમાં આ ગ્રંથોની પ્રતિલિપિઓ થતી રહી છે. આજે ભાગ્યે જ કોઈ એવો જૈન ગ્રંથભંડાર હશે, જ્યાં હેમચંદ્રાચાર્યના કોઈ ને કોઈ ગ્રંથની પ્રતિલિપિ ન હોય. હેમચંદ્રાચાર્યના ગ્રંથોનો અભ્યાસ કરતાં પૂર્વે ગ્રંથરચનાનો હતુ કે ઉદ્દેશ જોવો જરૂરી બનશે. આ નિઃસ્પૃહી સાધુને કવિયશ મેળવવાની તો કલ્પના જ ક્યાંથી હોય ? યશ, અર્થ કે નામનાથી તો સાધુતાના શિખર સમા આ ગ્રંથકાર પર હોય. એ જ રીતે ગ્રંથરચના પાછળ વિદ્વત્તા કે પાંડિત્યના પ્રદર્શનનો પણ આશય ન હોય. હેમચંદ્રાચાર્યનો હેતુ તો વિદ્યાસેવીઓને સુગમ અને સુબોધ બને એ રીતે ભિન્ન ભિન્ન વિષયોનું સર્વાગીણ અને સારભૂત આકલન કરવાનો હતો. આમાં જે અવ્યવસ્થિત હતું અને એમણે વ્યવસ્થિત કર્યું. જ્યાં ક્ષતિ હતી ત્યાં એનું નિવારણ કર્યું. લોકકંઠમાં હતું એને લિપિબદ્ધ કર્યું. પુસ્તકોમાં હતું તેનું આકલન કર્યું. વેદસ્થ વિચારોનું દોહન કર્યું. આ રીતે કાવ્યો રચીને કવિ બનવું કે ગ્રંથો લખીને વિદ્યાગર્વ ધારણ કરવો તેવા કોઈ હેતુને બદલે હેમચંદ્રાચાર્યે વિદ્યાપ્રીતિથી પ્રેરાઈને લોકસંગ્રહ અર્થે પોતાની સઘળી શક્તિ કામે લગાડી હતી. તેમણે યથા અવકાશ સ્વતંત્ર વિચારણા કે મૌલિક ચિંતન પણ આપ્યું છે. પુરુષ છે.જ૮ હેમચંદ્રાચાર્યની વિપુલ અક્ષરપ્રવૃત્તિ સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યાશ્રયે થઈ હતી તેમ કહેવું તે કરતાં તે પ્રવૃત્તિ બે રાજવીઓના શ્રેયાર્થે ચાલી હતી એમ કહેવું વિશેષ યોગ્ય છે. તેઓ બંને રાજવીઓના આદરપાત્ર માર્ગદર્શક અને સલાહકાર પણ હતા. સિદ્ધરાજની જ્ઞાનોપાસના અને કુમારપાળની સંસ્કારપ્રિયતાના તેઓ વિધાયક બન્યા હતા. રાજા વિક્રમ અને કવિ કાલિદાસ અથવા તો રાજા ભોજ અને કવિ ધનપાલ સાથે સિદ્ધરાજ-કુમારપાળ અને હેમચંદ્રાચાર્યની જોડીની સરખામણી કરવી યોગ્ય નથી. રાજા સાથેના એમના સંબંધની તુલના તો ઘણે અંશે સ્વામી રામદાસ અને છત્રપતિ શિવાજી સાથે થઈ શકે. સિદ્ધરાજ અને કુમારપાળની મદદથી હેમચંદ્રાચાર્યને જૂનાPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25