Book Title: Hemchandracharyani Sahitya Sadhna
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 21
________________ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના 3 4 40 g હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના સ્તુતિની દૃષ્ટિએ જેટલું મહત્ત્વ છે તેથી વિશેષ મહત્ત્વ એમાંના કાવ્યત્વ માટે છે. આ બંને બત્રીસીઓ તત્ત્વજ્ઞાનથી ગર્ભિત છે અને તેમાં જુદાં જુદાં દર્શનની ઝીણવટભરી સમીક્ષા હોવાથી બુદ્ધિવાદીઓને તે વિશેષ ગમે છે. તેનું રચનાકૌશલ અને ભાષાલાલિત્ય પણ ધ્યાન ખેંચે છે. ‘અયોગવ્યવચ્છેદિક દ્વાત્રિશિકા'માં એમણે જૈનદર્શનની વિગતપૂર્ણ અને વિશેષતાભરી મહત્તા દર્શાવી છે. એમણે કહ્યું છે કે વીતરાગથી ચઢિયાતું કોઈ દર્શન નથી અને અનેકાન્ત વિના બીજો કોઈ શ્રેષ્ઠ ન્યાયમાર્ગ નથી. આ સ્તોત્રમાં અન્ય મતવાદીઓના શાસ્ત્રને સદોષ ઠરાવીને તેજસ્વી વાણીમાં જિનશાસનની મહત્તા દર્શાવી છે. આ સ્તોત્રના અંતે એમની સમદર્શિતા વ્યક્ત કરે છે અને જિનશાસન જ પ્રામાણિક હોઈને તેનું ગૌરવ દર્શાવે છે. આમાં સરળ અને મધુર શબ્દોમાં ભગવાન મહાવીર પ્રત્યેની ભક્તિ અને જિનશાસનની ગુણઆરાધના કરવામાં આવી છે. | ‘અયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા'માં ભગવાન મહાવીરના અતિશયો વર્ણવીને પછી ન્યાય, વૈશેષિક, મીમાંસા, વેદાન્ત, સાંખ્ય, બૌદ્ધ અને ચાર્વાક એ અન્ય દર્શનોની સમીક્ષા કર્યા પછી જૈનદર્શનના સ્યાદ્વાદની મહત્તા દર્શાવી છે. આ કૃતિ ઉપર ૧૪મી સદીમાં મલિષણે ‘સ્યાદ્વાદમંજરી' નામે ટીકા લખી જે આ સ્તોત્રની દાર્શનિક પ્રૌઢિને સચોટ રીતે બતાવી આપે છે. જૈનસિદ્ધાંતના અભ્યાસીઓ માટે આ ‘સ્યાદ્વાદમંજરી'નું અનન્ય મહત્ત્વ છે. આ બંને દ્વાર્નિંશિકા કરતાં “વીતરાગસ્તોત્ર'નો પ્રકાર જુદો છે. “વીતરાગસ્તોત્રમાં ભક્તિભાવથી ઊછળતું હૃદય પ્રગટ થાય છે. વીસ વિભાગમાં વહેંચાયેલા ‘વીતરાગસ્તોત્ર'ના દરેક વિભાગને ‘પ્રકાશ” એવું નામ આપવામાં આવ્યું છે અને એના વીસ પ્રકાશમાં કુલ ૧૮૮ શ્લોકો છે. આમાં ક્યાંક ક્યાંક હેમચંદ્રાચાર્યની દાર્શનિક પ્રતિભા પ્રગટે છે, પણ મુખ્યત્વે તો એમાં ભક્તહૃદય જ પ્રગટ થાય છે. આ સ્તોત્રની રચના કુમારપાળ રાજા માટે કરી હતી. ‘વીતરાગસ્તોત્ર' ભક્તિનું એક મધુર કાવ્ય બની ગયું છે. ભક્તિની સાથે જૈનદર્શન પણ તેમાં અનુસ્મૃત છે. એમની સમન્વયાત્મક અને વ્યાપક દૃષ્ટિનો પરિચય પણ થાય છે. આમાં રસ, આનંદ અને આર્જવ છે. એક સ્થળે તેઓ કહે છે : હે નાથ, સદાય મારાં નેત્રો આપના મુખના દર્શનથી પ્રાપ્ત થતા સુખની લાલસાવાળાં થાય; મારા બે હાથ તમારી ઉપાસના કરનારા, અને મારા કાન સદાય તમારા ગુણને સાંભળનારા થાવ ! કુંઠિત હોય તોય પણ, તારા ગુણને ગ્રહણ કરવા પ્રત્યે જો મારી આ વાણી ઉત્કંઠિત થાય તો તે વાણી ખરેખર શુભ હજો ! બીજા પ્રકારની વાણીનો શો ઉપયોગ છે ! હું આપનો ભૂત્ય છું, દાસ છું; કિંકર છું; “સારું” એમ કહીને હે નાથ, તું મારો સ્વીકાર કર ! આનાથી વધારે હું કહેતો નથી !૨૮ આ આખુંય સ્તોત્ર અનુટુપ છંદમાં વહે છે અને ભક્તિનો એક મધુર અનુભવ કરાવે છે. આથી જ સ્તોત્ર સાહિત્યમાં આ હૃદયસ્પર્શી સ્તોત્ર ઊંચું સ્થાન ધરાવે છે. જો મહાદેવ વિરક્તિવાળા હોય, વીતરાગ હોય તો તે અમારે મન જિન જ છે એવા ભાવ સાથે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું અનુષ્ટ્રપ અને આર્યા છંદમાં લખાયેલું ૪૪ શ્લોકોનું આ સ્તોત્ર અગાઉનાં ત્રણ સ્તોત્ર જેવી પ્રોઢિ ધરાવતું નથી. આનો છેલ્લો શ્લોક આર્યા

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25