________________
– હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના D
છંદમાં લખાયેલો છે. હરિભદ્રસૂરિએ મહાદેવાષ્ટક લખ્યું હતું એ જ પ્રણાલીને અનુસરીને હેમચંદ્રાચાર્યે આ જ સ્તોત્ર લખ્યું હોય એ સંભવિત છે. મહાદેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે વિવિધ લક્ષણો વડે દર્શાવ્યું છે. સિદ્ધરાજ હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં ગયા હતા ત્યારે આનો છેવટનો શ્લોક સોમનાથની પૂજા વખતે કહ્યો હતો તેમ પ્રબંધકારોનું માનવું છે. આ શ્લોક છે :
'भव बीजाङ्कुरजननां रागाद्याः क्षयमुपागता यस्य ' ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥
42
“જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન તેને નમસ્કાર હો !”૨૯
આ ઉપરાંત ૩૫ શ્લોકોનું ‘સકલાર્હત્ સ્તોત્ર' મળે છે, જેમાં મુખ્યત્વે તીર્થંકરોની સ્તુતિ છે. આ બધી કૃતિઓ ઉપરાંત ‘અર્હન્નામસમુચ્ચય’, ‘અર્હન્નીતિ’ જેવી કેટલીક સંદિગ્ધ કૃતિઓ હેમચંદ્રાચાર્યને નામે ચડેલી મળે છે તેમજ ‘અનેકાર્થશેષ’, ‘પ્રમાણશાસ્ત્ર’, ‘શેષસંગ્રહનામમાલા’, ‘સપ્તસંધાન મહાકાવ્ય’ જેવી કળિકાળસર્વજ્ઞની રચેલી ગણાતી અનુપલબ્ધ કૃતિઓ કોઈ સંશોધકની રાહ જોઈને બેઠી છે. આવે સમયે પં. બેચરદાસજીનાં આ વચનો યાદ આવે છે :
“એમણે રચેલા કેટલાક અપૂર્વ ગ્રંથો તો આજે મળતા પણ નથી એ આજના ગુજરાતીને શરમાવનારું નથી ? જે મહાપુરુષે અનેક ગ્રંથો લખી ગુજરાતની, ગુજરાતના રાજાની અને વિદ્યાની પ્રતિષ્ઠા વધારી તેમના ગ્રંથોને જતનથી જાળવી-સાચવી-સંભાળી
રાખવા જેટલું પણ સામર્થ્ય આજના આ બેકદર ગુજરાતીએ ખોઈ નાખ્યું છે; એટલું જ નહિ પણ આ જૈનનામધારીઓ –
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના D
43
જેઓ તેમના પાકા અનુયાયી હોવાનો ફાંકો રાખે છે તેમને પણ તેની ક્યાં પડી છે ?
“હા, એટલું ખરું. આચાર્યને નામે બે નગારાં, બે શરણાઈઓ જૈનો જરૂર વગડાવવાના અને કોકવાર મોઢાં પણ મીઠાં કરવાનાં, પણ તેમની અક્ષરસંપત્તિ ક્યાં કેમ દટાઈ છે તેનો ભાવ સરખો પણ પૂછશે ખરા ?,૩૦
ઈ. સ. ૧૯૩૯ની ૯મી એપ્રિલ અને રવિવારે પાટણમાં યોજાયેલા હેમસારસ્વત સત્રના પ્રમુખસ્થાનેથી વક્તવ્ય આપતાં શ્રી કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે હવે ભંડારમાં ભરેલું જ્ઞાન દુનિયાભરમાં ફરતું કરવાનું છે.
૩૧
કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના જોતાં જણાય છે કે તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના મહાન સર્જક, સંગ્રાહક અને સંયોજક હતા. એમની રચનાઓમાં એક બાજુ પોતીકી અસ્મિતા, સોલંકીયુગની ગરિમા અને સરસ્વતીપૂજ કની યુયુત્સા પ્રગટ થાય છે તો બીજી બાજુ તર્ક, વિચાર, વ્યાકરણ, સાહિત્ય, દર્શન સુધીનો વ્યાપ મળે છે. કવિ, સંપાદક, કોશકાર, વ્યાકરણશાસ્ત્રી, ઇતિહાસકાર અને સમાજસુધારકથી માંડીને યોગનાં ઊંચાં શિખરો સુધી એમની દૃષ્ટિ ફેલાયેલી છે અને બધે જ એમની પ્રતિભા સમર્થપણે વિહરે છે. એમનો વિપુલ ગ્રંથભંડાર વિશાળ જ્ઞાનકોશ જ લાગે. એમની કૃતિઓ એટલી બધી છે કે કોઈ એક વ્યક્તિ આજીવન નહિ બલ્કે કેટલીયે વ્યક્તિઓ એકસાથે મળીને જીવનભર સંશોધન કરે એટલું રચનાસામર્થ્ય એમાં છે. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું ગંભીર જ્ઞાન, ઉચ્ચ સાધુતા, સ્વ-પરશાસ્ત્રોમાં પારંગતતા, વ્યવહારકુશળતા અને રાજનૈતિક દક્ષતા દૃષ્ટિગોચર થાય છે. એમણે વિદ્વત્તા સાથેની