Page #1
--------------------------------------------------------------------------
________________
કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના
કુમારપાળ દેસાઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિ : મે ૧૯૮૮ દ્વિતીય આવૃત્તિ : સપ્ટેમ્બર ૧૯૯૮
0 સર્વ હક્ક લેખકના
કિંમત :
પ્રકાશકે : કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી પાલડી, અમદાવાદ-૩૮૦૦૭
મુખ્ય વિક્રેતા :
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના
મુદ્ર કે : ભગવતી ફર્સટ સી,૧૫, બારડોલપુરા, દરિયાપુર દરવાજા બહાર અમદાવાદ-૩૮૦૪
ક્ષિતિજના ઓવારે પ્રગટેલા સહસરમિના તેજબિંબમાંથી ફૂટતાં કિરણો એકસાથે જન અને વન, માનવ અને મકાન – એમ સર્વને સર્વ દિશાએથી અજવાળે છે તે જ રીતે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના વિરાટ પ્રતિભાપુંજમાંથી પ્રગટતી તેજસરવાણીઓએ સમકાલીન પ્રજાજીવનનાં સર્વ અંગોને પ્રકાશિત કર્યા છે. ગુજરાતી ભાષાનું પ્રભાત કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર. ભારતભરના સારસ્વત દિગ્ગજોની પંક્તિમાં સ્થાન ધરાવે તેવો ગુજરાતી વિદ્વત્તાનો અપ્રતિમ માનદંડ હેમચંદ્રાચાર્યથી સ્થપાય છે. સોલંકીયુગની વિદ્વત્તા, રાજસત્તા, લોકવ્યવહાર, જનજીવન, ભાષા, સાહિત્ય, સભ્યતા અને સંસ્કારિતા – આ બધાં જ ક્ષેત્રો એમની વિશાળ પ્રતિભાના તેજથી છવાઈ ગયાં હતાં. આથી સવાલ એ જાગે છે કે એમને જ્યોતિર્ધર કહેવા કે યુગપ્રવર્તક ગણવા ?
Page #3
--------------------------------------------------------------------------
________________
– હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના D
મહાસમર્થ સારસ્વત કહેવા કે જીવનકલાધર કહેવા ? સમન્વયદૃષ્ટિ ધરાવતા મહાન આચાર્ય ગણવા કે પછી ભરપૂર ગુજરાતી પ્રજાની સૂતેલી અસ્મિતાને જગાડનારા લોકનાયક કહેવાય.
4
ડૉ. પિટર્સને એમના જીવનકાર્ય વિશે આશ્ચર્ય વ્યક્ત કરતાં હેમચંદ્રાચાર્યને જ્ઞાનનો મહાસાગર (Ocean of Knowledge) કહ્યા હતા. પં. બેચરદાસ દોશી એમના અગાધ પાંડિત્યપૂર્ણ વ્યક્તિત્વને “જીવંત શબ્દકોશ” કહીને અંજલિ આપે છે. તો મુનિ પુણ્યવિજયજી
એમની સર્વધર્મસમભાવ અને અનેકાંત દૃષ્ટિને જોઈને તેમને “સ્યાદ્વાદવિજ્ઞાનમૂર્તિ ”” તરીકે ઓળખાવે છે. કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુ જેવા ગુજરાતના પ્રથમ પંક્તિના સર્જકોએ પણ એમની સાહિત્યોપાસનાને ભવ્ય અંજલિ અર્પી છે. શ્રી કનૈયાલાલ મુનશી હેમચંદ્રાચાર્યની “ગુજરાતના સાહિત્યસ્વામીઓના શિરોમણિ અને ગુજરાતની અસ્મિતાનો પાયો નાખનાર જ્યોતિર્ધર" તરીકે ઓળખ આપે છે. જ્યારે હેમચંદ્રાચાર્યના ચરિત્રકાર શ્રી ધૂમકેતુ એમને “હ૨કોઈ જમાનાના મહાપુરુષ"" તરીકે આદર આપે છે. કેટલાકે હેમચંદ્રાચાર્યને સિદ્ધહેમ, દિવાકર અને આર્ય સુહસ્તિના અનુગામી તરીકે જોયા છે, તો કોઈએ એમની સાહિત્યસેવાને અનુલક્ષીને બીજા પતંજલિ, પાણિનિ, મમ્મટ, પિંગલાચાર્ય, ભટ્ટિ કે અમરસિંહ કોશકાર તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો છે. જુદા જુદા ક્ષેત્રની એમની સિદ્ધિને માટે એમણે જુદાં જુદાં વિશેષણો પ્રયોજ્યાં છે. છેવટે કળિકાળસર્વજ્ઞ કહીને આ એક વિશેષણમાં બધાં વિશેષણોનો સમાવેશ કરવામાં આવ્યો. જોકે દીવાન બહાદુર કૃષ્ણલાલ મો. ઝવેરી તો કહે છે કે કળિકાળસર્વજ્ઞ કરતાં પણ વધુ ઉચ્ચતા દર્શાવતું વિશેષણ વાપરો તોપણ તેમાં સહેજે અતિશયોક્તિ કહેવાશે નહિ.
-
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના
ગુજરાતના સંસ્કારજીવન પર નજર કરીએ તો સાહિત્ય, સમાજ, દેશ, સંસ્કાર કે સાધુતાના ક્ષેત્રમાં વ્યાપી જતી એમની તોલે આવે તેવી, બીજી કોઈ વિભૂતિ જોવા મળતી નથી. સાંપ્રદાયિકતાની સંકીર્ણ દીવાલોને ઓળંગીને તેઓ પોતાના સંયમ, સાહિત્ય અને સાધુતાના બળે ગુજરાતના સંસ્કારસ્વામી, પરમ સારસ્વત અને સન્માનનીય રાજગુરુ તરીકે મોખરે રહ્યા. એમણે જીવનધર્મ ઉપરાંત લોકધર્મ, રાજધર્મ અને યુદ્ધધર્મની રાજા અને પ્રજાને યોગ્ય સમજ આપી. નિર્લેપ સાધુતા હોવા છતાં તેઓ વ્યવહારદક્ષ રહ્યા હતા. વસ્તુતઃ તેઓ વ્યવહારદક્ષ વિદ્વહૃર્ય હતા. એમની વિદ્વત્તા માત્ર પોથીપુરાણમાં બદ્ધ નહોતી. તેનાથી એમણે પ્રજાકીય અસ્મિતાનો ઉત્કર્ષ સાધ્યો હતો. કોઈ પદ કે મોભાની પરવા કર્યા વગર ગુર્જર સંસ્કૃતિના પાયામાં શ્રી અને સરસ્વતીની સ્થાપના કરી બતાવવા મથતો અક્ષરપુરુષાર્થ તેમણે જિંદગીભર અવિરત સાધ્યો હતો. ગુર્જર દેશના રાજા અને પ્રજા ઉભયના સંસ્કારનિર્માતા, નિઃસ્પૃહી સાધુ, સમયધર્મી કુશળ રાજનીતિજ્ઞ અને ગહન અધ્યાત્મયોગના ઊર્ધ્વગામી યાત્રિક પણ હતા. પ્રશ્ન એ થાય કે કયે સમયે એમણે જીવનમાં કયું કાર્ય કર્યું હશે ? સાધુતાના આચારો સાચવીને કઈ રીતે જાહેરજીવનની આટલી બધી પ્રેરક પ્રવૃત્તિ કરી હશે ? અશોકના શિલાલેખમાં કોતરાયેલ અહિંસાની ભાવનાનો છોડ એમણે કઈ રીતે ગુર્જરભૂમિમાં વાવીને ઉગાડ્યો હશે ? આટલાં વિભિન્ન ક્ષેત્રોમાં સાતેક દાયકા જેટલા દીર્ઘકાળ સુધી એમના જેવું ભગીરથ અને ચિરંજીવ કાર્ય કરનાર અન્ય કોઈ વિભૂતિ મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસમાં મળવી મુશ્કેલ છે. બહુમુખી પ્રતિભાવાળા તેમના આ વિરાટ વ્યક્તિત્વને કારણે ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના આ સુવર્ણયુગને “હેમયુગ” ગણવામાં આવે છે. ગુર્જર સંસ્કૃતિના બે મુખ્ય પાયા અહિંસા અને અનેકાંત-સિદ્ધાંતને હેમચંદ્રાચાર્ય દઢમૂલ કરી આપે છે. અર્વાચીન
5
Page #4
--------------------------------------------------------------------------
________________
6 _ u તેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ઘ_.. કાળમાં ગાંધીજીએ તેનો જીવનનાં તમામ ક્ષેત્રોમાં પ્રયોગ કરી બતાવ્યો તે જોતાં હેમચંદ્રાચાર્યના જીવનકાર્યનું સાતત્ય ગાંધીજીમાં દેખાય.
હેમચંદ્રાચાર્યના સાહિત્યમાંનું વિષયવૈવિધ્ય આશ્ચર્યકારક લાગે છે. કાવ્ય, ન્યાય, કોશ, યોગ, છંદ, અલંકાર, ઇતિહાસ, પુરાણ અને વ્યાકરણ – એમ અનેક વિષયો પર એમણે શાસ્ત્રીય પાંડિત્યપૂર્ણ ગ્રંથોની રચના કરી છે. આ ગ્રંથોમાંથી એ પણ ખ્યાલ આવે છે કે તેઓ મંત્ર, તંત્ર, શિલ્પ, વૈદક, યંત્ર, જ્યોતિષ, યુદ્ધ શાસ્ત્ર, વનસ્પતિવિદ્યા, સામુદ્રિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, રત્નવિદ્યા વગેરે વિદ્યાઓના પણ જ્ઞાતા હતા. એમનું સમગ્ર લેખનકાર્ય જોતાં એમ લાગે છે કે ગહન ચિંતનશીલતા, અપ્રતિમ સર્જકતા અને મર્મગામી ભાવયિત્રી પ્રતિભા વિના આટલું વિપુલ અને સત્ત્વશીલ સાહિત્ય એક વ્યક્તિના જીવનકાળ દરમિયાન સર્જાવું લગભગ અશક્ય છે. વિદ્યાભ્યાસ, વિચારોની વિશદતા જાળવીને વિષયની સચોટ અને સાંગોપાંગ ચર્ચા થાય તેવી ઓજસ્વી આલેખનરીતિનું આયોજન એમણે કરેલી ગ્રંથરચનામાં સામાન્યતયા જોવા મળે છે.
સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય ભાષાનો વાડ્મયમાં પણ એમની લેખિનીએ સહજ વિહાર કરેલો છે. એમનું પ્રાકૃત વ્યાકરણ તો સમગ્ર ભારતીય વાડ્મયમાં એ વિષયના અપૂર્વ અને અનન્ય ગ્રંથ તરીકે આદર પામ્યું છે. તેમણે એમાં બધા પ્રકારની પ્રાકૃતને લગતું વ્યાકરણ આપ્યું. તેમણે સ્વરચિત કૃતિઓ પર વિસ્તૃત સ્વોપજ્ઞ ટીકા લખી છે. લુપ્ત થયેલા સાહિત્યમાંથી અનેક અવતરણો ટાંકીને એમણે લોકસાહિત્યની હૃદયસ્પર્શિતાનો સર્વપ્રથમ સંક્ત આપ્યો. અનુગામીઓને માટે ગહન વિષયને સુગમ રીતે આયોજનબદ્ધ પદ્ધતિએ આલેખવાનો આદર્શ તેમણે પૂરો પાડ્યો એમ કહી શકાય. તેમની આ ખાસિયત વિશદ ભાષા, પ્રાસાદિક શૈલી અને વિષયનો સર્વગ્રાહી
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના 0
1 પરિચય આપતા મીમાંસાગ્રંથોમાં ખાસ ધ્યાન ખેંચે છે. ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’, ‘જ્યાશ્રય” મહાકાવ્ય કે ‘ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત' જેવા વિશાળકાય ગ્રંથો તો એમના પ્રતિભાતંભ જેવા છે, પણ *અન્યયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા' જેવા બત્રીસ શ્લોકના નાના સ્તુતિકાવ્યમાં પણ એમની પ્રતિભાના સ્ફલ્લિંગોનો સ્પર્શ થયા વિના રહેતો નથી. ગુજરાતની લૂખીસૂકી ભૂમિ પર હેમચંદ્રાચાર્ય આમ સરસ્વતીનો ધોધ વહેવડાવ્યો અને ભવિષ્યમાં ઊઘડનારી ગુજરાતી ભાષાનાં બીજને તત્કાલીન બોલતી ભાષાના જલસિંચન સાથે જ્ઞાન, વિદ્વત્તા, શાસ્ત્રીયતાનો પુટ ચડાવ્યો એ મોટા સદ્ભાગ્યની વાત છે. મૈત્રકવંશનો રાજા ગુહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ – એમ ત્રણેય ભાષામાં રચના કરતો હતો તેવા ઉલ્લેખો સાંપડે છે. હેમચંદ્રાચાર્યના આ ત્રણે ભાષામાં રચાયેલા ગ્રંથો તો મળે છે, પણ, એથીયે વિશેષ તેમણે આ ત્રણેય ભાષાના કોશ અને વ્યાકરણ રચીને અનન્ય અભ્યાસસાધન સુલભ કરી આપ્યું. આને પરિણામે જૈનેતર વિદ્વાનોમાં પણ હેમચંદ્રાચાર્યની કૃતિઓ આદર પામી. છંદશાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા તો હેમચંદ્રાચાર્યની કૃતિઓના સીધેસીધા ગ્રંથસંદર્ભો જ ટાંકે છે.
સિદ્ધરાજ નું શૌર્ય અને કુમારપાળની સંસ્કારપ્રિયતા હેમચંદ્રાચાર્યની સાધુતાની જ્યોતથી વધુ પ્રકાશિત બની. હેમચંદ્રાચાર્ય વિના સોલંકીયુગના સુવર્ણકાળના સીમાડા માત્ર પ્રજાની ભૌતિક સિદ્ધિ-સમૃદ્ધિ સુધી જ સીમિત રહેત. જ્ઞાન અને સંસ્કારના સમન્વયરૂપ શીલ વિકસ્યું હોત કે કેમ એ પ્રશ્ન છે. વિદ્યાનું તેજ રાજાઓની આંખમાં આંજીને પ્રજાજીવનનાં સર્વ ક્ષેત્રોને એ તેજ થી પ્રકાશિત કરનાર સમર્થ સંસ્કૃતિપુરુષ તે હેમચંદ્રાચાર્ય. સાહિત્ય અને ઇતિહાસ, શાસ્ત્ર અને કળા, વ્યાકરણ અને તર્ક, ધર્મ અને વ્યવહાર, સાધુતા અને સરસતા તથા રાજા અને પ્રજા એમ વિભિન્ન સ્તરે સહજ સમન્વય
Page #5
--------------------------------------------------------------------------
________________
8
| હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના સાધી બતાવનાર કીમિયાગર સંસ્કારશિલ્પી એટલે હેમચંદ્રાચાર્ય, આથી જ ‘ધૂમકેતુ' કહે છે –
“હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાનો જન્મ કલ્પી શકતો નથી; એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગ્રત રાખનારી સંસ્કારિતા કલ્પી શકાતી નથી; અને એમના વિના ગુજરાતી પ્રજાનાં ખાસ લક્ષણો – સમન્વય, વિવેક, અહિંસા, પ્રેમ, શુદ્ધ સદાચાર અને પ્રામાણિક વ્યવહાર પ્રણાલિકા – કલ્પી શકાતાં નથી. હેમચંદ્રાચાર્ય માનવ તરીકે મહાન હતા; સાધુ તરીકે વધારે મહાન હતો; પણ સંસ્કારદ્રષ્ટા તરીકે તો એ સૌથી વધારે મહાન હતા. એમણે જે સંસ્કાર રેડ્યા, એમણે જે ભાષા આપી, એમણે લોકોને જે રીતે બોલતા કર્યા, એમણે જે સાહિત્ય આપ્યું – એ સઘળું આજના ગુજરાતની નસમાં હજી વહી રહ્યું છે, અને એટલે, એ મહાન ગુજરાતી તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધિ પામવાયોગ્ય
I હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના n
9 ગ્રંથોની ઘણી હસ્તપ્રતો સાંપડી. હેમચંદ્રાચાર્યના આ કાર્યમાં રામચંદ્ર, ગુણચંદ્ર અને મહેન્દ્ર જેવા વિદ્વાન શિષ્યોનો સમુદાય એમને સહાયક થયો હતો. વિદ્યોપાસનાનું કેવું ભવ્ય વાતાવરણ એ સમયે રચાયું હશે, એની કલ્પના જ રોમાંચકારી લાગે છે. એમના ગ્રંથોની લહિયાઓ પાસે અસંખ્ય પ્રતિલિપિઓ કરાવવામાં આવી હતી અને એ પ્રતિલિપિઓને ભારતના અનેક ગ્રંથભંડારોમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ કારણે જ તેમના જીવનકાળમાં જ લખાયેલી કેટલીક પ્રતિલિપિઓ આજે પણ ઉપલબ્ધ થાય છે. એ પછીનાં નવસો વર્ષના દીર્ધકાળમાં આ ગ્રંથોની પ્રતિલિપિઓ થતી રહી છે. આજે ભાગ્યે જ કોઈ એવો જૈન ગ્રંથભંડાર હશે, જ્યાં હેમચંદ્રાચાર્યના કોઈ ને કોઈ ગ્રંથની પ્રતિલિપિ ન હોય.
હેમચંદ્રાચાર્યના ગ્રંથોનો અભ્યાસ કરતાં પૂર્વે ગ્રંથરચનાનો હતુ કે ઉદ્દેશ જોવો જરૂરી બનશે. આ નિઃસ્પૃહી સાધુને કવિયશ મેળવવાની તો કલ્પના જ ક્યાંથી હોય ? યશ, અર્થ કે નામનાથી તો સાધુતાના શિખર સમા આ ગ્રંથકાર પર હોય. એ જ રીતે ગ્રંથરચના પાછળ વિદ્વત્તા કે પાંડિત્યના પ્રદર્શનનો પણ આશય ન હોય. હેમચંદ્રાચાર્યનો હેતુ તો વિદ્યાસેવીઓને સુગમ અને સુબોધ બને એ રીતે ભિન્ન ભિન્ન વિષયોનું સર્વાગીણ અને સારભૂત આકલન કરવાનો હતો. આમાં જે અવ્યવસ્થિત હતું અને એમણે વ્યવસ્થિત કર્યું. જ્યાં ક્ષતિ હતી ત્યાં એનું નિવારણ કર્યું. લોકકંઠમાં હતું એને લિપિબદ્ધ કર્યું. પુસ્તકોમાં હતું તેનું આકલન કર્યું. વેદસ્થ વિચારોનું દોહન કર્યું. આ રીતે કાવ્યો રચીને કવિ બનવું કે ગ્રંથો લખીને વિદ્યાગર્વ ધારણ કરવો તેવા કોઈ હેતુને બદલે હેમચંદ્રાચાર્યે વિદ્યાપ્રીતિથી પ્રેરાઈને લોકસંગ્રહ અર્થે પોતાની સઘળી શક્તિ કામે લગાડી હતી. તેમણે યથા અવકાશ સ્વતંત્ર વિચારણા કે મૌલિક ચિંતન પણ આપ્યું છે.
પુરુષ છે.જ૮
હેમચંદ્રાચાર્યની વિપુલ અક્ષરપ્રવૃત્તિ સિદ્ધરાજ અને કુમારપાળના રાજ્યાશ્રયે થઈ હતી તેમ કહેવું તે કરતાં તે પ્રવૃત્તિ બે રાજવીઓના શ્રેયાર્થે ચાલી હતી એમ કહેવું વિશેષ યોગ્ય છે. તેઓ બંને રાજવીઓના આદરપાત્ર માર્ગદર્શક અને સલાહકાર પણ હતા. સિદ્ધરાજની જ્ઞાનોપાસના અને કુમારપાળની સંસ્કારપ્રિયતાના તેઓ વિધાયક બન્યા હતા. રાજા વિક્રમ અને કવિ કાલિદાસ અથવા તો રાજા ભોજ અને કવિ ધનપાલ સાથે સિદ્ધરાજ-કુમારપાળ અને હેમચંદ્રાચાર્યની જોડીની સરખામણી કરવી યોગ્ય નથી. રાજા સાથેના એમના સંબંધની તુલના તો ઘણે અંશે સ્વામી રામદાસ અને છત્રપતિ શિવાજી સાથે થઈ શકે.
સિદ્ધરાજ અને કુમારપાળની મદદથી હેમચંદ્રાચાર્યને જૂના
Page #6
--------------------------------------------------------------------------
________________
10
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના | આ ઉદેશને લક્ષમાં રાખ્યા વગર કળિકાળસર્વજ્ઞના ગ્રંથોનો અભ્યાસ કરનાર ભૂલથી એવો આક્ષેપ કરી બેસે કે એમણે તો પૂર્વગ્રંથોમાંથી ઉતારા જ કર્યા છે. જોકે છેલ્લા આઠ-નવ સૈકાઓથી એમના ગ્રંથોના અવિરત પઠન-પાઠન પરથી એમના વિદ્યાકીય પુરુષાર્થનું સાફલ્ય પ્રગટ થયું છે. પ્રાચીન ઇતિહાસમાં કે હેમચંદ્રાચાર્યની પૂર્વે આટલા વિભિન્ન વિષય પર સળંગ શાસ્ત્રીય અને અભ્યાસપૂર્ણ ગ્રંથો આપનાર હેમચંદ્રાચાર્ય જેવી ભાગ્યે જ કોઈ વિરલ પ્રતિભા મળી આવશે. એ જ્ઞાનજ્યોતિએ દૂર કરેલા અજ્ઞાનના અંધકાર વિશે શ્રી સોમપ્રભાચાર્ય હે છે – क्लुप्त व्याकरणं नवं विरचित छंदो नवं याषयालंकारी प्रथितो नवौ प्रकटित श्रीयोगशारखं नवम् । तर्क: संजनितो नवो जिनवरादीनां चरित्र नवं बन्द येन न केन केन विधिना मोहः कृतो दूरतः ॥
નવું વ્યાકરણ કહ્યું; નવું છંદશાસ્ત્ર રચ્યું; દયાશ્રય મહાકાવ્ય અને અલંકારશાસ્ત્રને વિસ્તાર્યા અને નવા જ પ્રકટ કર્યા. શ્રીયોગશાસ્ત્રને પણ નવું રચ્યું; નવા તર્કશાસ્ત્રને જન્મ આપ્યો; જિનવરોનાં ચરિત્રોનો નવો ગ્રંથ રચ્યો; કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અજ્ઞાનને દૂર કર્યું નથી ?
ગ્રંથભંડારોમાં કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની અનેક કૃતિઓ મળે છે. આ કૃતિઓની વિશ્વસનીયતાના નિર્ધારણમાં કર્તાએ પોતે કેટલીક કૃતિઓને અંતે કરેલા ઉલ્લેખો સહાયક બને છે. વળી એ પછી સોમપ્રભાચાર્યું અને પ્રભાચંદ્ર એમની કૃતિઓના ઉલ્લેખો આપ્યા છે. ગુજરાતી સાહિત્યના પરોઢનો ઝાંખો પ્રકાશ ‘સિદ્ધહેમશબ્દાનુશાસન સૌપ્રથમ દર્શાવ્યો. હેમચંદ્રાચાર્યની વિપુલ સાહિત્યરચનાની ગંગોત્રીનો પ્રારંભ ગુજરાતની અસ્મિતા અને સંસ્કારિતા જગાડનારી એક ઘટનાના
- 1 હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના
ll પ્રતિભાવમાંથી થયો. જયસિંહ સિદ્ધરાજ માલવપતિ શ્રી યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. આ ગ્રંથભંડારમાં ભોજરાજવિરચિત “સરસ્વતીકંઠાભરણ' નામના વ્યાકરણગ્રંથ પર સિદ્ધરાજની દૃષ્ટિ પડી. વિશેષ તપાસ કરતાં એને જાણવા મળ્યું કે પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના ભોજનું વ્યાકરણ જ એના રાજ્યમાં ભણાવાતું હતું. ભોજ રાજની વિદ્વત્તાની પ્રશંસાએ સિદ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતા દેખાડી. આ સમયે ભોજના વ્યાકરણ કરતાં ચડિયાતું વ્યાકરણ રચી શકે તેવા સમર્થ શક્તિશાળી હેમચંદ્રાચાર્ય જ હતા. વિ. સં. ૧૧૯૩માં એમને આ વ્યાકરણ લખવાનું સોંપાયું. સિદ્ધરાજે તે માટે ઠેરઠેરથી હસ્તપ્રતો મંગાવી. છેક કાશ્મીરથી આઠ વ્યાકરણો મંગાવ્યાં. આ વ્યાકરણોની મદદથી અને સ્વ-પ્રતિભાથી કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' નામના વ્યાકરણની રચના કરી. સિદ્ધરાજની વિનંતીથી આ વ્યાકરણ રચાયું હોવાથી પ્રથમ એનું નામ જોડીને નામાભિધાન કર્યું. અગાઉના વ્યાકરણગ્રંથોમાં અતિવિસ્તાર, દુર્બોધતા અને ક્રમભંગ – એ ત્રણ દોષો જોવા મળતા હતા. હેમચંદ્રાચાર્ય આ વ્યાકરણની રચનામાં સંક્ષેપ, સુગમતા અને ક્રમબદ્ધ આયોજન રાખીને એ ત્રણે દોષથી મુક્ત રહ્યા. આ વ્યાકરણગ્રંથની બીજી વિશેષતા એ છે કે એનાં પાંચેય અંગો* હેમચંદ્રાચાર્યે પોતે લખ્યાં છે. બીજા વૈયાકરણોએ વ્યાકરણસૂત્ર અને બહુ બહુ તો તેના ઉપરની વૃત્તિની રચના કરી છે. વ્યાકરણના અન્ય અંગોની રચના તો અનુગામીઓ કરે એવી પરિપાટી હતી. હેમચંદ્રાચાર્યે આ પાંચેય અંગોની રચના પોતે કરીને પાણિનિ, ભટ્ટજી દીક્ષિત અને ભટ્ટિ એ ત્રણેય વૈયાકરણોનું
* વ્યાકરણનાં પાંચ અંગો તે : (૧) સૂત્રપાઠ; (૨) ઉણાદિગણસૂત્ર
(૩) લિંગાનુશાસન; (૪) ધાતુપારાયણ; અને (૫) ગણપાઠ.
Page #7
--------------------------------------------------------------------------
________________
12_ _ _ હેમચંદ્રાચાર્યની સાષ્ઠિત્યસાધના 2 કામ એ કલે હાથે કર્યું. એમના આ વ્યાકરણગ્રંથે વર્ધમાનસૂરિ અને બુદ્ધિસાગરસૂરિજીના વ્યાકરણગ્રંથોને વિસ્તૃત કરી દીધા. પાણિનિના સંસ્કૃત વ્યાકરણ પછીનું એક બીજું નોંધપાત્ર વ્યાકરણ તે ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' ગણાય છે. પાણિનિનાં સૂત્રોની યોજના કરતાં હેમચંદ્રાચાર્યનાં સૂત્રોની યોજનામાં અભ્યાસકને તે સુગમ થાય તેનો ખ્યાલ રેખાયો છે. અભ્યાસ અર્થે ગ્રંથ રચવાનો ઉદ્દેશ હોવાથી જ
જ્યાં પૂર્વાચાર્યનાં સૂત્રોથી કામ ચાલ્યું ત્યાં એ જ સૂત્રો એમણે કાયમ રાખ્યાં છે. આથી શાકટાયન અને હેમચંદ્રાચાર્યનાં સૂત્રોમાં મોટું સામ્ય જોવા મળે છે. જ્યાં દોષ, ત્રુટિ કે દુર્બોધતા દેખાય ત્યાં મૌલિક ઉમેરણથી સૂત્રોને સુગ્રાહ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક વર્ષમાં આ વ્યાકરણનાં સૂત્રો અને લઘુવૃત્તિ તેમણે રચ્યાં હશે. એની બૃહત્તિ અને બીજાં અંગોનું નિર્માણ તેમણે પછીથી કર્યું હશે. મૂળસૂત્ર, ધાતુ, ગણપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન – એમ પંચાંગી વ્યાકરણની રચના એમણે સવા લાખ શ્લોકોમાં કરી હતી. મેરૂતુંગાચાર્યું પણ નોંધ્યું છે કે હેમચંદ્રાચાર્યે આ વ્યાકરણ સવા લાખ શ્લોકોનું રચ્યું હતું.
આ વ્યાકરણના આઠ અધ્યાય છે. એની કુલ સૂત્રસંખ્યા ૪૬૮૫ છે. પ્રાકૃત વ્યાકરણને લગતાં સૂત્રો બાદ કરીએ તો સંસ્કૃત વ્યાકરણનાં ૩પ૬૬ સુત્રો મળે છે. આ વ્યાકરણગ્રંથના આઠમા અધ્યાયમાં મળતી પ્રાકૃત અને અપભ્રંશની ચર્ચા એ આ ગ્રંથની અભ્યાસીઓને આકર્ષતી વિશેષતા છે. જેમ પાણિનિએ ‘અષ્ટાધ્યાયી' નામના સર્વોત્કૃષ્ટ
વ્યાકરણમાં વૈદિક વ્યાકરણ પ્રયોજ્યું છે, એ જ રીતે હેમચંદ્રાચાર્યું ‘સિદ્ધહેમ'ના આઠમા અધ્યાયમાં પ્રાકૃત અને અપભ્રંશ - પ્રાચીન ગુજરાતી ભાષાનું વ્યાકરણ યોજ્યું છે. એમનું પ્રાકૃત વ્યાકરણ બધાં પ્રાકૃત વ્યાકરણમાં વધુ પૂર્ણ અને વ્યવસ્થિત છે. એમના અપભ્રંશ
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના n
13 વ્યાકરણે અપભ્રંશ સાહિત્યની રસસમૃદ્ધિનો ખરેખરો પરિચય કરાવ્યો. આ વ્યાકરણ સંક્ષિપ્ત હોવા છતાં એમાં બધાં અંગોનો સમાવેશ થયો છે. આમ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું ‘સિદ્ધહેમ' જેવું વ્યાકરણ એ પછી અદ્યાપિ લખાયું નથી. અભ્યાસીને અનુકૂળ એવી આની વિષયગોઠવણી અને પરિભાષાને કારણે એફ. ક્લિહોર્ન (F. Keplhorn) 'The best grammar of the Indian middle ages' કહે છે. પ્રાચીન ભાષાઓના પ્રત્યેક અભ્યાસીને માટે ‘સિદ્ધહેમ ' અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય, આ વ્યાકરણે રાજા સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રની અક્ષરકીર્તિ સમગ્ર દેશમાં પ્રસરાવી. આ વ્યાકરણને હાથી પર અંબાડીમાં મૂકીને ધામધૂમથી પાટણમાં એની શોભાયાત્રા કાઢવામાં આવી. એ રીતે ગુજરાતમાં વિદ્યાપ્રતિષ્ઠાનો પ્રારંભ થયો, સિદ્ધરાજે રાજ્યના ત્રણસો લહિયા રોકીને આની અનેક પ્રતિલિપિઓ તૈયાર કરાવી, એટલું જ નહિ પરંતુ અંગ, બંગ, કોંકણ, કર્ણાટક તેમજ કાશમીર સુધી આખા દેશમાં તેમજ નેપાળ, શ્રીલંકા અને ઇરાન જેવા દૂરદૂરના દેશોમાં એની પ્રતિલિપિઓ મોકલાવી. ગુજરાતી વિદ્વત્તાની જ્ઞાનજ્યોત એમ એવી સુંદર રીતે પ્રગટી કે એનો પ્રકાશ પહેલી વાર દેશના સીમાડાઓને વીંધીને દેશપાર ગયો. વાણિજ્યમાં દેશાવર ખેડનાર ગુજરાતે જ્ઞાનપ્રસારમાં પહેલી વાર દેશાવર ખેડ્યો. આ ગ્રંથ પર વિઘાધરગણિ દેવાનંદ અને વાયટગચ્છીય અમરચંદ્રસૂરિએ રચનાઓ કરી છે. “સિદ્ધહેમ'ની રચના પછી લગભગ ત્રણસો વર્ષ બાદ વિ. સં. ૧૪૯૨માં જિનમંડનગણિએ એમના ‘કુમારપાળ પ્રબંધ 'માં લખ્યું કે શબ્દસમુદ્રના પારગામી હેમચંદ્રાચાર્યે એકલાએ આવું શબ્દાનુશાસન રચ્યું. તેમની મતિની કઈ રીતે સ્તુતિ કરીએ ?'' એમ કહીને હેમચંદ્રના વ્યાકરણની પ્રશસ્તિરૂપે પોતાના સમયમાં ચાલતી ઉક્તિનો નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે :
Page #8
--------------------------------------------------------------------------
________________
14 _n હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ____ ___
भात पाणिनि संवृणु प्रलपितं कातंरकथाकथा, मा कापी कटु शाकटायनवयः क्षुद्रेण चारेण किम् ?/ का कंठाभरणादिभिर्वलस्यत्यात्मानमन्यैरपि જૂથો ચઢિ તાવમથુરા Wી/રાદ્ધહેમોગ્ય: f/97/
ભાઈ પાણિનિ ! તારા અપલોપ બંધ કર, વરરુચિ ! તારું કાતંત્ર વ્યાકરણ કંથા જેવું છે એટલે તને તો શું કહું ? શાકટાયન ! તારાં કડવાં વચન કાઢીશ જ નહિ. અને ચંદ્ર ! તારું ચાંદ્ર વ્યાકરણ સાર વગરનું છે એટલે તારી વાત પણ કરતો નથી. જ્યાં સુધી હેમચંદ્રની અર્થગંભીર મધુર વાણી આ જગતમાં વિદ્યમાન છે ત્યાં સુધી કંઠાભરણાદિ બીજાં વ્યાકરણો ભણી કયો પુરુષ પોતાની બુદ્ધિને જડ કરે ?''
‘સિદ્ધહેમશબ્દાનુશાસન'ના એક સ્વતંત્ર વિભાગ તરીકે હેમલિંગાનુશાસન' પ્રાપ્ત થાય છે. આઠ અધ્યાયનાં ૭૬૩ સૂત્રોમાં આની રચના કરી છે. આની પાછળનો તેમનો હેતુ તો અભ્યાસીઓને લિંગવિધાનનું જ્ઞાન પ્રાપ્ત થાય તે છે. આથી બીજા લિંગાનુશાસન કરતાં આ કૃતિ વિસ્તૃત અને નોખી ભાત પાડનારી છે. પદ્યબંધમાં રચાયેલા આ ગેય ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે અમરકોશની શૈલી પ્રમાણે પદ્યમાં સ્ત્રીલિંગ, પુલ્લિગ અને નપુંસકલિંગ – એમ ત્રણેય લિંગોમાં શબ્દોનું વર્ગીકરણ કર્યું છે.
| ‘શબ્દાનુશાસન' અને “કાવ્યાનુશાસન' પછી કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘છંદોનુશાસન'ની રચના કરી. પૂર્વાચાર્યોની પદ્ધતિ અનુસાર જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને છંદોવિધાનનું જ્ઞાન મળે તેવો આની પાછળનો ઉદ્દેશ હતો. ‘કાવ્યાનુશાસન’ અને ‘છંદોનુશાસન'ને લક્ષમાં રાખીને વિખ્યાત સંશોધક એમ વિન્ટરનિટ્ઝ “The Life of Hemchandrāchārya” પુસ્તકના આમુખમાં નોંધે છે.
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના
15 "Hemchandra's learned books, it is true, are not distinguished by any great originality, but they display a truly encyclopaedic erudition and an enormous amount of reading, besides a practical sense which makes them very useful. This applies also to his manuals of poetics and metrics, the Kavyanusasanand the Chandonus asana, each accompanied by the author's own commentary."
સંસ્કૃત ભાષામાં છંદોનાં લક્ષણ આપ્યા પછી એનાં ઉદાહરણ સંસ્કૃત, પ્રાક્ત અથવા અપભ્રંશ ભાષામાં આપ્યાં છે. આ ઉદાહરણોમાંનાં કેટલાંક ઉદાહરણો હેમચંદ્રાચાર્યે યોજેલાં છે. વળી આમાં સિદ્ધરાજ , કુમારપાળ વગેરેની પ્રશસ્તિરૂપ, સ્વોપજ્ઞ કાવ્યદૃષ્ટાંતો આપ્યાં છે જેમાંથી એ સમયની ઐતિહાસિક વિગતો મળે છે, તેથી આ ગ્રંથનું ઐતિહાસિક દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ છે.
આ ગ્રંથને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું પિંગળ જ કહેવાય. સંસ્કૃત, પ્રાત કે અપભ્રંશમાં પ્રવર્તમાન બધા જ છંદોની આમાં સોદાહરણ ચર્ચા કરવામાં આવી છે. અર્વાચીન છંદશાસ્ત્રનો અભ્યાસ કરનારને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ છંદશાસ્ત્રની જાણકારી જરૂરી છે અને તે છંદોની શાસ્ત્રીય વિવેચના એકમાત્ર “છંદોનુશાસનમાંથી મળી રહે છે. વળી અર્વાચીન છંદશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ ગ્રંથમાં કેટલીક ઉપયોગી ચર્ચા મળે છે. આજના કવિઓ જે પ્રકારનો છંદોનો સંકર કરી રહ્યા છે તેમજ ગણિતદૃષ્ટિએ વર્ણગણોના ફેરબદલા કરી અનેક નવા છંદોની યોજના કરે છે, તેની ચર્ચા હેમચંદ્રાચાર્યે કરી છે.'
એક વૈયાકરણ તરીકે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશિષ્ટ
Page #9
--------------------------------------------------------------------------
________________
16
– હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના D
સ્થાન ધરાવે છે. મહાન વૈયાકરણ પાણિનિએ પોતાના વ્યાકરણ ‘અષ્ટાધ્યાયી’ દ્વારા પૂર્વપરંપરામાં એક પોતીકી પરંપરાનું નિર્માણ કર્યું હતું. પાણિનિની પૂર્વે શૌનક, શાકટાયન જેવા અનેક વ્યાકરણીઓ થયા હતા, પરંતુ પાણિનિના વ્યાકરણે એક પરંપરા સ્થાપી. એમાં કાત્યાયન કે પતંજલિએ સંશોધન-ઉમેરણ કર્યું, પરંતુ પાણિનિની વૈયાકરણ તરીકેની પ્રતિષ્ઠા તો સદીઓથી અક્ષત રહી. સંસ્કૃત ભાષાના અંતિમ વ્યાકરણશાસ્ત્રી બન્યા આચાર્ય હેમચંદ્રાચાર્ય. સંસ્કૃત વ્યાકરણપરંપરામાં એમના પ્રદાનને કારણે હેમસંપ્રદાય ઊભો થયો. એમના વ્યાકરણનો ઉત્તરકાલીન જૈન વ્યાકરણો પર વિશેષ પ્રભાવ દૃષ્ટિગોચર થાય છે. શ્વેતામ્બર સંપ્રદાયના કેટલાક આચાર્યોએ હેમચંદ્રાચાર્યના વ્યાકરણને આધારે અનેક ગ્રંથોની રચના કરી છે. આવા આઠથી દસ વ્યાખ્યાકાર મળે છે.૧૫
અપભ્રંશ વ્યાકરણ તે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું ચિરકાલીન મહત્ત્વ ધરાવતું પ્રદાન ગણાશે. ‘શબ્દાનુશાસન’ના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્ય મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકા, પૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે. અપભ્રંશ વિભાગમાં નોંધેલા દુહાઓનું વૈવિધ્ય આકર્ષક છે. અપભ્રંશનાં સૂત્રોની વૃત્તિમાં લગભગ ૧૭૭ દુહાઓ હેમચંદ્રાચાર્યે નોંધ્યા છે, જેમાં ઉપદેશાત્મક, વી૨૨સપ્રધાન, પૌરાણિક, શૃંગારરસપ્રધાન અને જૈન ધર્મને લગતા દુહાઓ મળે છે. આ દુહાઓમાં કેટલાક લોકોક્તિ રૂપે ઊતરેલા છે.
આ અપભ્રંશ દુહાઓ છેક ગુજરાતી ભાષા સુધી ઊતરી આવ્યા છે. અપભ્રંશ દુહાનું અર્વાચીન ભાષામાં કેવું રૂપાંતર થયું છે તેની તપાસ સંશોધકો માટે રસપ્રદ વિષય બને તેમ છે. આઠમા અધ્યાયમાં હેમચંદ્રાચાર્ય એક અપભ્રંશ દુહો ટાંકે છે –
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના
'वाय उड्डायंतिअएँ पिउ विवुड सहस-त्ति ।
अध्या वलया महिहि गय अच्या कुछ तड-त्ति ।। १६ ।।
17
લાંબા સમયથી પ્રેયસી વિરહ અનુભવતી હતી, તેનો દેહ પણ ક્ષીણ બની ગયો હતો. આવી વિરહાકુલ સ્ત્રી કાગડાને ઉડાડવા જતી હતી ત્યાં જ એકાએક એના પતિને આવતો જોયો. ચિરવિરહિણી પર એની કેવી અસર થઈ ? અડધાં વલય જમીન પર પડી ગયાં, વિરહને કારણે હાથ દુર્બળ બની ગયો હતો માટે. જ્યારે અડધાં તડ થઈને તૂટી ગયાં, પ્રિયતમનાં દર્શનથી આનંદિત થયેલી વિરહિણીનું કાંડું ફૂલી ગયું માટે,૧૬
લોકભાષામાં મળતા દુહાઓમાં આનાં બે રૂપાંતર મળે છે. એનું એક સામાન્ય રૂપાંતર આ છે –
‘કામન કાગ ઊડાવતી, પિયુ આ ઝબકાં; આધી ચૂડી કર લગી, આધી ગઈ તડકા.'
આ જ દુહાનું એક બીજું ચમત્કૃતિપૂર્ણ રૂપાંતર મળે છે. એમાં અડધી ચૂડીઓ વિરહને કારણે ક્ષીણદેહ થવાથી જમીન પર પડી ગઈ એવું દર્શાવવાને બદલે કવિએ દર્શાવ્યું છે કે અડધી કાગડાના ગળામાં પરોવાઈ ગઈ. બાકીની અડધી ચૂડીઓ ભાંગીને ભોંય પર પડી.
‘કાગ ઊડાવણ ધણ ખડી, આર્યો પીવ ભડક; આધી ચૂડી કાગ-ગલ, આધી ભુંય તડક્ક !'
અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓમાં કાવ્યસૌંદર્ય, ભાવવૈવિધ્ય અને ભારોભાર કવિત્વ છે. આ દુહાઓ દ્વારા એ સમયના લોકસાહિત્યની અનુપમ ઝાંખી થાય છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
18 ___ __ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ___
અપભ્રંશ ભાષાનું વિસ્તૃત અનુશાસન રચનાર હેમચંદ્રાચાર્ય સૌપ્રથમ છે. તેમણે ભિન્ન ભિન્ન પ્રદેશોમાં પ્રચલિત ઉપભાષા અને વિભાષાઓનું સંવિધાન દર્શાવીને અપભ્રંશ ભાષાનો પરિચય આપ્યો છે. હેમચંદ્રાચાર્યના સમય પછી ઉત્તર ભારતમાં સંસ્કૃત શબ્દાનુશાસનનો કાળ લગભગ સમાપ્ત થઈ ગયો. ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' અને ‘દેશીનામમાલા'ને જોતાં હેમચંદ્રાચાર્યને આપણે અપભ્રંશ ભાષાના પાણિનિ કહી શકીએ.
ગુર્જરભૂમિના જ્ઞાનદીપને પ્રજવલિત કરવા માંગતા કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની દૃષ્ટિ વ્યાકરણ પછી કોશ તરફ ગઈ. ભાષાનો અભ્યાસ સુગમ બને અને વ્યાકરણનું જ્ઞાન સક્રિય બને તે માટે એમને કોશની જરૂર લાગી. માત્ર વિદ્યાર્થીઓ કે અભ્યાસીઓ જ નહિ, પરંતુ વિદ્વાનો માટે પણ કોશ જરૂરી જ્ઞાનસાધન છે. આ વિશે હેમચંદ્રાચાર્ય કહે છે :
कोशस्येव महीपाना कोशस्य विदुषामपि । उपयोगो महान् यस्मात् क्लेशरतेन विना भवेत् ॥
રાજાઓને (દ્રવ્ય)કોશનો અને વિદ્વાનોને પણ (શબ્દ)કોશનો ઘણો ઉપયોગ હોય છે. તેના વિના તે બંનેને અત્યંત વિટંબણા પડે છે.”
હેમચંદ્રાચાર્યે “અભિધાનચિંતામણિ', ‘અનેકાર્થસંગ્રહ' અને ‘નિઘંટુશેષ' – એમ ત્રણ સંસ્કૃત ભાષાના કોશ રચ્યા છે. પ્રાકૃત-દેશ્ય ભાષાના જ્ઞાન માટે ‘દેશીનામમાતા’ અને ‘રયણાવલિ'ની રચના કરી છે. “અભિધાનચિંતામણિ એ ઇતિહાસ અને ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ અત્યંત મૂલ્યવાન બની રહે તેવો કોશગ્રંથ છે. આમાં હેમચંદ્રાચાર્ય કવિઓ દ્વારા પ્રચલિત અને પ્રયુક્ત શબ્દોનો સુંદર આલેખ આપ્યો
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના n
19 છે. વળી સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ આ કોશની સામગ્રી અભ્યાસીઓને ઉપયોગી છે. આમાં એવા અનેક શબ્દો મળે છે, જે અન્ય કોશમાં પ્રાપ્ત થતા નથી. ‘અમરકોશ'ને લક્ષમાં રાખીને એક અર્થવાળા સમાન શબ્દો આપવા માટે હેમચંદ્રાચાર્ય “અભિધાનચિંતામણિ'ની રચના કરી. જોકે “અમરકોશ’ કરતાં દોઢ ગણી શબ્દસંખ્યા આમાં સાંપડે છે. વળી પર્યાયવાચી શબ્દો પણ ‘અમરકોશ' કરતાં વધુ મળે છે. ‘અમરકોશ'માં સૂર્યના ૩૭ પર્યાય, કિરણના ૧૧ પર્યાય, ચંદ્રના ૨૦ પર્યાય, શિવના ૪૮ પર્યાય, બ્રહ્માના ૨૦ પર્યાય, વિષ્ણુના ૩૬ અને અગ્નિનાં ૩૪ પર્યાયવાચી નામ મળે છે. જ્યારે “અભિધાનચિંતામણિ'માં સૂર્યના ૭૨, કિરણના ૩૬, ચંદ્રના ૩૨, શિવના ૭૭, બ્રહ્માના ૪૦, વિષ્ણુના ૭પ અને અગ્નિના પ૧ પર્યાયો ઉપલબ્ધ છે. આ રીતે આ ગ્રંથની રચના દ્વારા હેમચંદ્રાચાર્ય સંસ્કૃત સાહિત્યના શબ્દકોશમાં વિપુલ વૃદ્ધિ કરી છે.
“અભિધાનચિંતામણિ'ની કુલ શ્લોકસંખ્યા ૧૫૪૧ છે, પરંતુ ટીકા સાથે તેની શ્લોકસંખ્યા કુલ દસ હજારની થાય. આ ગ્રંથના છે કાંડ મળે છે. પ્રથમ કાંડમાં દેવાધિદેવ, બીજા કાંડમાં દેવ, ત્રીજામાં મનુષ્ય, ચોથામાં તિર્યંચો, પાંચમામાં નારકીના જીવો અને છઠ્ઠીમાં સર્વસામાન્ય એવા એક-અર્થવાચી શબ્દોનો સંગ્રહ છે. આમાં યૌગિક, મિશ્ર અને રૂઢ શબ્દો સ્પષ્ટ કર્યા છે. કોશના આરંભના શ્લોકમાં પોતાની આ યોજના વિશે હેમચંદ્રાચાર્ય કહે છે –
'प्रणिपत्याहत: सिद्धसागशब्दानुशासनः । रुटयोगिकमियाणां नाम्नां मालां वनोम्यहम् ।।
“અહંતોને નમસ્કાર કરીને, પાંચેય અંગ સહિત શબ્દાનુશાસન પ્રતિષ્ઠા પામ્યા પછી, રૂઢ, વ્યુત્પત્તિસિદ્ધ અને મિશ્ર નામોની માલાને હું વિસ્તારું છું.”
Page #11
--------------------------------------------------------------------------
________________
20
D હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના | શબ્દશાસ્ત્ર માટે ઉપયોગી એવો આ ગ્રંથ અર્વાચીન દેશ્ય ભાષાના અભ્યાસ માટે એટલો જ આવશ્યક છે. વળી એને સંપુર્ણ બનાવવા માટે હેમચંદ્રાચાર્યે એમાં છેક સુધી ઉમેરા અને સુધારા કર્યા છે. સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં “અભિધાનચિંતામણિને આદર પ્રાપ્ત થયો. ઐતિહાસિક દૃષ્ટિએ આમાંથી ઘણી સામગ્રી પ્રાપ્ત થાય તેમ છે. આના ઉદાહરણ રૂપે આમાંથી મળતી ઋતુઓ અને તોલમાપ વિશેની માહિતી ઘણી રસપ્રદ છે. ભારતીય સમાજ માં વર્ણસંકરતાની વિગત પણ આમાંથી મળે છે. જેમ કે પિતા બ્રાહ્મણ અને માતા ક્ષત્રિય હોય તો એના સંતાનની જાતિ ‘મૂઘવરરાજી' કહેવાય. એ જ રીતે પિતા શુદ્ધ અને માતા બ્રાહ્મણી હોય તો સંતાનની જાતિ ‘વાંડાન' કહેવાય. આ રીતે સમાજ શાસ્ત્રીય અભ્યાસ માટે પણ આ કોશમાંથી મળતી સામગ્રી ઉપયોગી બની રહે છે. વળી આમાંના કેટલાક શબ્દો આધુનિક ભાષામાં ઊતરી આવેલા હોવાથી પણ આ કોશ મહત્ત્વનો ગણાય. હેમચંદ્રાચાર્ય શબ્દજ્ઞાનનું મહત્ત્વ જાણતા હોવાથી એમણે આવો વિશાળ પર્યાયવાચી કોશ તૈયાર કર્યો. એમણે પોતે આ કોશમાં એક સ્થળે નોંધ્યું છે.
'वक्तृत्वं च कवित्वं च विद्वत्तायाः फल विदुः । Wદ્ધ જ્ઞાનાતે તf દ્વયમથુપપદd !'
“બુધજનો વઝુત્વ અને કવિત્વને વિદ્વત્તાના ફળરૂપે જણાવે છે; પણ એ બે શબ્દજ્ઞાન વિના સિદ્ધ થઈ શકતા નથી.”
“અભિધાનચિંતામણિ' પછી શબ્દજ્ઞાનની મહત્તા જાણનારા હેમચંદ્રાચાર્યે ‘અનેકાર્થસંગ્રહ'ની રચના કરી. “અભિધાનચિંતામણિ'માં એક અર્થના અનેક શબ્દોનો કોશ આપવામાં આવ્યો હતો. જ્યારે અનેકાર્થસંગ્રહ'માં એક શબ્દના અનેક અર્થનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. જેમ કે, નો અર્થ બ્રહ્મા, આત્મા, રવિ, મયૂર, અગ્નિ,
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના
21 યમ અને વાયુ થાય છે. આ દૃષ્ટિએ ‘અભિધાનચિંતામણિ' અને અનેકાર્થસંગ્રહ' પરસ્પરના પૂરક ગણાય. સાત કાંડમાં વહેંચાયેલા આ કોશની કુલ શ્લોકસંખ્યા ૧૮૨૯ છે. એના છ કાંડમાં ૧૭૬૯ શ્લોકો મળે છે. એ પછી સાતમો અલયકાંડ મળે છે. આ સાઠ શ્લોકના અવ્યયકાંડને ‘અનેકાર્થશેષ” તરીકે ઉમેરવામાં આવ્યો છે. અભિધાનચિંતામણિ'માં પણ છેલ્લે ‘શેષ' ઉમેરવામાં આવ્યો હતો તે મુજબ અહીં પણ આવું છેલ્લે ઉમેરણ મળે છે. આ ગ્રંથમાં મળતા કેટલાય શબ્દો અર્વાચીન ભાષામાં ઊતરી આવ્યા છે. ગુજરાતી ભાષાના અભ્યાસીઓને પણ આ ગ્રંથના શબ્દો ઘણી સામગ્રી પૂરી પાડે તેમ છે. “અનેકાર્થસંગ્રહ'માં નિ:નિ, પુના:, ટંટ્સ: મળે છે. આમાંથી ગુજરાતી ભાષામાં નીસરણી, પુલાવ, ટાંગો જેવા શબ્દો ઊતરી આવ્યાનું વિચારી શકાય. આ ગ્રંથ પર 31નેoથરવારyૌમુવી નામની ટીકા મળે છે. એના પ્રથમ કાંડની પુષ્મિકા જોતાં એમ લાગે કે આની રચના ખુદ હેમચંદ્રાચાર્યે કરી છે; પરંતુ એના બીજા કાંડની ટીકાને અંતે મળતા કેટલાક પુષ્યિકાશ્લોકમાં લખ્યું છે :
'श्री हेमसूरिशिष्येण श्रीमन्महेन्द्रसुरिणा । भक्तिनिष्ठेन टीकेषा वनाम्नैव प्रतिष्ठिता ।।
આ શ્લોક પરથી એ સ્પષ્ટ થાય છે કે હેમચંદ્રાચાર્યના શિષ્ય મહેન્દ્રસૂરિએ આ ટીકા લખી છે અને ભક્તિપૂર્વક પોતાના ગુરુના નામ પર ચડાવી દીધી હતી.
હેમચંદ્રાચાર્યની કોશપ્રવૃત્તિનું અંતિમ ફળ છે ‘નિઘંટુશેષ'. અભિધાનચિંતામણિ’, ‘અનેકાર્થસંગ્રહ' જેવા સંસ્કૃત કોશ અને ‘દેશીનામમાલા” જેવા દેશ્ય ભાષાના કોશની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે ‘નિઘંટુશેષ 'ની રચના કરી. ‘અનેકાર્થસંગ્રહ’ની ટીકામાં
Page #12
--------------------------------------------------------------------------
________________
n હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના n 23 ધરાવતા દેશ્ય ભાષાઓના શબ્દસંગ્રહ ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં કાલગ્રસ્ત અથવા તો તદ્દન અપરિચિત બની ગયેલા શબ્દો પણ આમાં સંગ્રહ પામ્યા છે. વળી જેના મૂળ વિશે સંશય હોય તેવા કેટલાક શબ્દોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૭૮૩ ગાથામાં લગભગ ૩,૯૭૮ શબ્દો આ કોશમાં સંગૃહીત થયા
22 n નેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ___ મહેન્દ્રસૂરિએ એવો ઉલ્લેખ કર્યો છે કે પોતાના ગુરુ હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથન સંગ્રહ હતો અને તેમાં ધવંતરિનો ‘નિઘંટુ' ગ્રંથ પણ હતો, ‘નિઘંટુશેષ'ના છ કાંડ મળે છે અને આ એક પ્રકારનો વૈદકશાસ્ત્રને માટે ઉપયોગી એવો વનસ્પતિકોશ છે. આ કોશ છ કાંડમાં વહેંચાયેલો છે અને તેની કુલ શ્લોકસંખ્યા ૩૯૬ છે. આ કોશમાં વૃક્ષ, ગુલ્મ, લતા, શાક, તૃણ અને ધાન્ય એમ છે. કાંડ છે. ક્રમશઃ કાંડના શ્લોકોની સંખ્યા ઓછી થતી જાય છે. પ્રથમ વૃક્ષTIઇS; ની શ્લોકસંખ્યા ૧૮૧, દ્વિતીય મુભAprઇડની શ્લોકસંખ્યા ૧૦૫, તૃતીય નેતા#IUSની શ્લોકસંખ્યા ૪૪, ચતુર્થ શા»ાઇS ની શ્લોકસંખ્યા ૩૪, પાંચમા JITS:ની શ્લોકસંખ્યા ૧૭ અને છઠ્ઠા ધાન્યlષ્ફની શ્લોકસંખ્યા ૧૫ છે. હેમચંદ્રાચાર્યના બીજા કોશો જેટલો આ શબ્દકોશ જાણીતો બન્યો નથી.
ત્રણ સંસ્કૃત કોશોની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે સંસ્કૃત શબ્દશાસ્ત્રને વ્યાપમાં લેવા પ્રયાસ કર્યો છે. કોશરચનાની પાછળ ગુજરાતના સરસ્વતીપૂજ કોને સહાયરૂપ થવાની તેમની ભાવના તરવરે છે. વળી ધન્વતરિ, વ્યાડિ અને ધનપાલના કોશો કાળક્રમે નષ્ટ થયા, પરંતુ એનું દોહન આજે હેમચંદ્રાચાર્યના કોશ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એ દૃષ્ટિએ પણ આ શબ્દકોશનું મહત્ત્વ
ગ્રંથની વૃત્તિમાં મળતી કુમારપાળની પ્રશસ્તિની ૧૦૫ ઉદાહરણગાથાઓ એવો સંકેત આપે છે કે રાજવી તરીકે કુમારપાળનું વર્ચસ્વ પ્રવર્તતું હતું તે સમયે આ ગ્રંથની રચના થઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે આમાં જયસિંહ સિદ્ધરાજ માટે લખેલી ગાથાઓ બહુ ઓછી છે. ચૌલુક્ય તરીકે કુમારપાળને સંબોધન કરીને એની પ્રશસ્તિ કરતાં શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે :
"कासिज्जदेसलुंटणकाहाराणिज्जमाणकणयाई कासार व बुहाणं अकरिम देसि चालुक्क ।।"
(હે.ના.મા., ૨.૨૮) કાસિજ્જ (
કાલ નામે પ્રદેશ) દેશ લુંટી પખાલવાળાઓ મારફતે આણેલા સુવર્ણને જાણે સામાન્ય સીસાનાં પતરાં હોય તેમ, હે ચૌલુક્ય, તું વિદ્ધજ્જનોને આપે છે.”
આ ગ્રંથનાં ‘રયણાવલિ', ‘દેસીસદસંગ્રહો', ‘દેશીનામમાલા' અને ‘દેશીશબ્દસંગ્રહ' જેવાં નામો મળે છે. આમાં કુલ ૩,૯૭૮ શબ્દો આપવામાં આવ્યા છે, જેમાં ૧૦0 તત્સમ શબ્દો, ૧૮૫૦ ગર્ભિત સંભવ શબ્દો, પ૨૮ સંશયુક્ત તદ્દભવ શબ્દો અને ૧૫00 દેશી શબ્દો છે. ‘દેશીનામમાલા'નું સંશોધન સૌપ્રથમ ડૉ. બુલરે કર્યું. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પાસે અનેક દેશ્ય કોશો હતા
‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયમાં મળતા પ્રાકૃત વ્યાકરણને લક્ષમાં રાખીને હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાલા'ની રચના કરી. વ્યાકરણના નિયમાનુસાર શબ્દો સિદ્ધ થતા ન હોય તેમ છતાં ભાષામાં પ્રયોજાતા હોય એવા શબ્દોનો હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાલા ”માં સંગ્રહ કર્યો. સંત કે પ્રાકૃત સાથે સંબંધ ન
Page #13
--------------------------------------------------------------------------
________________
24 __ __ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ઘ___ અને એ કોશોનો ઉલ્લેખ એની વૃત્તિમાં મળે છે. આમ છતાં અત્યારે તો હેમચંદ્રાચાર્યનો ‘દેશીનામમાળા' એ એકલો જ સારો કોશ ગણી શકાય. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘શીનામમાલા'માં અભિમાનચિહ્ન, ગોપાલ, દેવરાજ, દ્રોણ, ધનપાલ, પાદલિપ્તાચાર્ય, રાહુલક અને શીલાંક જેવા કોશકારોનો ઉલ્લેખ કર્યો છે. પ્રાકૃત ભાષામાં વપરાતો દેશ્ય શબ્દોના અર્થનિર્ણય માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. આ કૃતિની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે એકલે હાથે એક નવા યુગનો આરંભ કર્યો. આ ‘દેશીનામમાલા” મારફતે કેટલાક ગુજરાતી શબ્દોની પ્રાચીનતા પણ સિદ્ધ થાય તેમ છે. આથી ગુજરાતી ભાષાના અભ્યાસીને માટે એનું પરિશીલન શબ્દો અંગે નવી ક્ષિતિજો ઉઘાડનારું બની રહે.* આ ગ્રંથ તુલનાત્મક ભાષાશાસ્ત્રીઓને માટે પણ મૂલ્યવાન બન્યો છે. શબ્દોનું વ્યાપક સંકલન અને સાહિત્યસૌદર્ય ધરાવતાં ઉદાહરણોથી ધ્યાન ખેંચતા આ કોશનું એ રીતે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ભાષાશાસ્ત્રીય મહત્ત્વ છે.
શબ્દશાસ્ત્ર અને કોશની રચના કર્યા બાદ કળિકાળસર્વજ્ઞની દૃષ્ટિ કાવ્યશાસ્ત્ર તરફ વળી. સંસ્કૃત અલંકારગ્રંથોની પરંપરામાં હેમચંદ્રાચાર્ય ‘કાવ્યાનુશાસન'ની રચના કરી. ‘કાવ્યાનુશાસન'ના મુખ્ય ત્રણ ભાગ છે : એક સૂત્ર, બીજી વ્યાખ્યા અને ત્રીજી વૃત્તિ. આઠ અધ્યાયમાં લખાયેલા આ ગ્રંથમાં કુલ ૨૦૮ સૂત્રો છે. સૂત્રોની
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના n 25 વ્યાખ્યા કરનારી ચર્ચા ‘અલંકારચૂડામણિ'ને નામે મળે છે. જ્યારે એ વ્યાખ્યાને વિશેષ સ્પષ્ટ કરવા માટે ‘વિવેક' નામની ઉદાહરણ સહિતની વૃત્તિ મળે છે. આ સૂત્ર, વ્યાખ્યા ને વૃત્તિ- ત્રણેના કર્તા હેમચંદ્રાચાર્ય છે. હેમચંદ્રાચાર્યે ‘સિદિશનાણાપુરુષવરિત'માં દર્શાવ્યું છે તેમ ‘યોગશારવ' જેવા ગ્રંથો પોતાને માટે છે, જ્યારે અમુક ગ્રંથો સિદ્ધરાજને માટે છે તેમ આ ગ્રંથ ‘નોઝ” માટે છે. આમાં સામાન્ય અભ્યાસીઓને કાવ્યશાસ્ત્રનો ખ્યાલ આપવાનો હેતુ રહેલો છે. આથી જ તેમણે જુદી જુદી કક્ષાઓના અભ્યાસીઓને ઉપયોગી નીવડે તે માટે ‘સૂત્ર', ‘રવોપરાતી' તેમજ ‘વિવેbપૂડામળિ' નામની વિસ્તૃત ટીકા આપી છે. આ બાબત પણ તેમના હેતુને વધુ સ્પષ્ટ કરે છે.
‘કાવ્યાનુશાસન'માં રાજા કુમારપાળનો ઉલ્લેખ નથી, આથી જયસિંહ સિદ્ધરાજના જીવનકાળમાં જ “સિદ્ધહેમશબ્દાનુશાસન” પછી કાવ્યાનુશાસનની રચના થઈ હશે. આના આઠ અધ્યાયમાં કાવ્યનું પ્રયોજન, કવિની પ્રતિભા, કાવ્યના ગુણદોષ, રસ, ભાવ અને ગુણના પ્રકારો, શબ્દાલંકાર અને અર્થાલંકાર, કાવ્ય અને નાટકના પ્રકારો જેવા વિષયોની છણાવટ પુરોગામી આલંકારિકોનાં અવતરણો સહિત કરી છે. આમાં ‘અલંકારચૂડામણિમાં ૮૦૭ અને ‘વિવેક'માં ૮૨૫. એમ સમગ્ર ‘કાવ્યાનુશાસન'માં ૧૯૩૨ ઉદાહરણો મળે છે. આમાં પ0 કવિઓ અને ૮૧ ગ્રંથોનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથસંચય હતો અને “કાવ્યાનુશાસન'ની રચના માટે એમણે અનેક ગ્રંથોનું પરિશીલન કર્યું હતું. આનંદવર્ધન, અભિનવગુપ્ત, રુદ્રટ, રાજશેખર, મમ્મટ, ધનંજય વગેરે આલંકારિકોના ગ્રંથોના સિદ્ધાંતોની સંયોજના કરીને તેમણે “કાવ્યાનુશાસન'ની રચના કરી છે. સર્વગ્રાહી શિક્ષાગ્રંથ બનાવવાના હેતુને લક્ષમાં રાખીને એમણે એવી કલ્પના કરી કે
* જેમાંના કેટલાક શબ્દો જોઈએ.
– ઊંડું, ૩er૮ - ઊલટું, 3ીનના – ઊથલો, પરં - ઘાઘરો, ઘોડો - ખોડો, પ્રવમો - ખંભો, મોઢvi - ઓઢણી, dદ્દેહી - ઉધઈ, isીરી - ગંડેરી, રિવનય - ખીજ , ઘક્ટિoો - ખાટકી, 3Qxjરુડી – ઉકરડી, કેદ્રો - અડદ, અડવી - ખડકી, મઢો - ગâ.
Page #14
--------------------------------------------------------------------------
________________
26
D હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના પહેલાં વિદ્યાર્થી “શબ્દાનુશાસન' શીખે, કોશનું જ્ઞાન મેળવે અને પછી કાવ્યરચનામાં પ્રવેશ મેળવવા માટે અલંકારગ્રંથની કેડી પર પગ મૂકે. આને કારણે એમણે પૂર્વાચાર્યો કરતાં અલંકારની વ્યવસ્થા જુદી રીતે કરી છે. તેનો વિગતે વિચાર કરીએ.
કાલક્રમે જોતાં ભરત માત્ર ચાર જ અલંકારોનો વ્યાખ્યા સાથે ઉલ્લેખ કરે છે. તે પછી ‘વિષ્ણુધર્મોત્તર' પુરાણમાં બે શબ્દાલંકાર અને સોળ અર્થાલંકાર મળી કુલ અઢાર અલંકાર નજરે પડે છે. આ પછી ભક્ટ્રિ અને ભામહ આડત્રીસ અલંકારો રજૂ કરે છે, જ્યારે દંડી પાંત્રીસ અને ઉદુભટ એકતાળીસ અલંકારો બતાવે છે. વામન તેના “કાવ્યાલંકાર' સૂત્રમાં તેત્રીસ અલંકારો આપે છે, જ્યારે ધ્વનિને કાવ્યનો આત્મા ગણતા આનંદવર્ધન અલંકારોને IRI દ્રા: ગણી તેનું મહત્ત્વ ઘટાડી નાખે છે. ત્યારબાદ રુદ્રટ અઠ્ઠાવન અને મમ્મટ તો સાઠથી પણ વધુ અલંકારો આપે છે. આ પછી ‘3IMIRRાર્વરd'નો કર્તા રુક પંચોતેર જેટલા અલંકારો વ્યાખ્યા અને ઉદાહરણ સાથે રજૂ કરે છે. ઈ. સ. ૧૧૦૦માં થઈ ગયેલા રુચ્યક પછી ૬૦-૭૦ વર્ષે થયેલા હેમચંદ્ર પંચોતેર અલંકારમાંથી ઓગણત્રીસ અલંકારો જ આપે છે.
આમ હેમચંદ્રાચાર્ય અલંકારના વર્ગીકરણમાં વધારે પડતો વિસ્તાર ન કરતાં વિષયને બને તેટલા સંક્ષેપમાં સમાવવા પ્રયત્ન કરે છે. તેઓ પોતે જ કહે છે, “નાય વૈતા વિદ્યા: સંવવિklIRવિવાયા નવીનવીમવન , dlpáblોબો !”
હેમચંદ્રાચાર્યના અલંકારનિરૂપણને જોતાં પ્રથમ તેઓ 3નેelનગરવીનમૂતા ઉપમાને નિરૂપે છે. તેઓ તેમાં સાત પ્રકારો બતાવે છે. ત્યારપછી ઉપમા જેટલા સર્વવ્યાપક નહિ, પણ
In હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના n 21 કવિસૃષ્ટિમાંથી નીપજેલ ઉ...ક્ષાનું નિરૂપણ કરે છે. આ પછી ઉપમા કરતાં અનુભૂતિની વધુ ઉત્કટતા ધરાવતા રૂપક અલંકારની વાત કરે છે. આમાં તેઓ એક-વિષયરૂપક અને અનેકવિષયરૂપક જેવા પ્રકારો ઉદાહરણ સહિત સમજાવી આહાર્યાવયવ અને ઉભયાવયવનો અસ્વીકાર કરે છે, જ્યારે નિદર્શના અલંકારમાં પ્રતિવસ્તુપમાં, દૃષ્ટાંત જેવા અલંકારોને સ્થાન આપવાની સાથે મમ્મટની પદાર્થના નિદર્શનાને ભૂલી જ જાય છે ! વળી તેને અતિશયોક્તિમાં સ્થાન આપી ભારે ગોટાળો પેદા કરે છે. દીપક અલંકારમાં તેઓ સુયોગિતા, અન્યોન્ય અને માલાદીપકનો સ્વીકાર કરે છે, પણ કાર કદીપકનો અસ્વીકાર કરે છે. જ્યારે પર્યાયોક્તિ અલંકારની હેમચંદ્ર આપેલી વ્યાખ્યા ઘણી જ ક્લિષ્ટ અને અર્થસંદિગ્ધતા જન્માવે તેવી છે, જે રસગંગાધરકાર ઘણી જ સરળ અને સુંદર રીતે આપે છે. અતિશયોક્તિમાં તેઓ ઘણા અલંકારોને તેનાં અંગ બનાવી તેનું ઘણું જ સંકોપમાં નિરૂપણ કરે છે. આ માટે તેઓ ‘વિવેક'માં કારણો આપે છે, પણ તે બધાંને આપણે સ્વીકારી શકતા નથી. આપક્ષ અલંકારમાં બહુ ઉપપ્રકારોમાં ન પડતાં તેઓ સાદી વ્યાખ્યા જ આપે છે, જ્યારે સહોક્તિ જેવા અલંકારને સ્વતંત્ર સ્થાન આપવામાં તેમની સૌદર્યદૃષ્ટિ દેખાય છે.
પ્રાચીન સમયથી સંસ્કૃત કવિઓને આકર્ષતા સમાસોક્તિ અલંકાર સાથેના શ્લેષના સંબંધની સુંદર અને વાજબી ચર્ચા તેઓ ‘વિવેકમાં કરે છે, ત્યારપછી આવતા વ્યતિરેક અલંકારમાં વિશ્વનાથની જેમ અડતાલીસ કે મમ્મટની જેમ ચોવીસ પ્રકારો હેમચંદ્ર આપતા નથી. આવા પ્રભેદોનો વિસ્તાર કરવો પોતાના હેતુ માટે યોગ્ય ન લાગવાથી તેઓ માત્ર આઠ જ ભેદ આપે છે, જે ઉચિત છે. અર્થાન્તરન્યાસ અલંકારના નિરૂપણમાં તેમની મૌલિકતા તેમજ ઔચિત્યદૃષ્ટિ દેખાઈ આવે છે, જ્યારે રમણીય એવા સંસળેહ અલંકારની હેમચંદ્રાચાર્યે
Page #15
--------------------------------------------------------------------------
________________
D હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના D
29.
28
| હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના | આપેલી વ્યાખ્યા ‘રસગંગાધર 'કાર જગન્નાથે આપી છે તેવી રમણીય તો નથી, પરંતુ તેમાં સાદાઈ અને નવીનતા તો છે જ. આ પછી અપવ્રુતિ અલંકારમાં તેઓ વ્યાજોક્તિ અલંકારને સમાવી લે છે; તેને જુદું સ્થાન આપ્યું હોત તો યોગ્ય લેખાત. તેવી જ રીતે પર્યાય અને પરિવૃત્તિ બંનેને પરિવૃત્તિ નામના એક જ અલંકારમાં સમાવી લે છે, તેમાં પણ બહુ ઔચિત્ય દેખાતું નથી. વળી અહીં આ અલંકારને સમાવવાના ચિત્યને સિદ્ધ કરવા જરા સરખો પ્રયાસ પણ નથી કરતા. કદાચ તેઓ સંક્ષિપ્તતાના આગ્રહને વશ થઈને જ આમ કરતા હોય. આથી કંઈક ઔચિત્યભંગ થવા છતાં પોતાનું નિરૂપણ સરળ બનાવવાનો તેમનો યત્ન છે. વળી સૌંદર્યદૃષ્ટિએ ધ્યાનપાત્ર એવા સૂક્ષ્મ અલંકારનો તેઓ અનુમાનાલંકારમાં સમાવેશ કરી દે છે. વળી હેમચંદ્રાચાર્ય ઉક્તિવૈચિત્ર્ય મુજબ વિવિધ અલંકારભેદોના પ્રપંચમાં પડવા નથી ચાહતા, અને તેથી જ વિરોધ અલંકારમાં આઠ જેટલા અલંકારો મૂકી તેમણે સંક્ષેપ સાધ્યો છે. વળી છેલ્લા અલંકારોમાં તો ‘વિવેક 'માં પણ તેઓ વિશદ ચર્ચા કરવાને બદલે ઝડપથી પ્રચલિત અલંકારો સમજાવતા જાય છે. અહીં તેઓ માત્ર જૂની પરંપરાને વળગીને અભ્યાસીઓને વધુ ને વધુ અલંકારોનો ખ્યાલ આપતા જણાય છે.
અલંકારવિવેચનમાં હેમચંદ્રાચાર્યનો હેતુ દિક્ષત્રનો નિર્દેશ કરવાનો જણાય છે. અહીં તેઓ અલંકારના વિવેચનને વર્ગીકરણના ખોટા વિસ્તારમાંથી બચાવ કરવા પ્રયાસ કરતા હોય તેમ દેખાય છે. તે કેવળ સિદ્ધાંત અને આવશ્યક તત્ત્વોની જ ચર્ચા કરે છે. આ માટે જ તેઓ અલંકારના હાર્દભૂત મળતાપણા અને નજીકપણાને ધ્યાનમાં લઈને તે બધાને એક અલંકારના ભાગ તરીકે નિરૂપે છે અને બહુ બહુ તો તેને એક પેટાભેદ ગણવા જેટલી વિશેષતા આપે છે. આમ
કરવામાં વધુ પડતો સંક્ષેપ થઈ જવાનો, કેટલાક અલંકારોની મહત્ત્વની વિલક્ષણતાને અનુચિત ગણત્વ આપી દેવાનો. એક અલંકાર નીચે આપેલાં ઉદાહરણોમાં ભિન્નતા જણાવવાનો અથવા તો અલંકારની વ્યાખ્યા વધુ પડતી સામાન્ય બની જવાનો દોષ સેવવાનો ભય રહે. આથી તેમનું વર્ગીકરણ સંપૂર્ણપણે સ્વીકાર્ય તો ન જ બની શકે.
અનેક અલંકારોને એક અલંકારમાં સમાવવાની બાબતમાં પોતાની રુચિ અને અમુક પ્રકારની વ્યક્તિગત દૃષ્ટિને હેમચંદ્રાચાર્ય અનુસરે છે, પણ આથી તેઓ પૂર્વાચાર્યોનો અનાદર કરે છે તેવું નથી. તેઓ તો તેમની ‘વિવેbપૂડામણિ' નામની વિસ્તૃત ટીકામાં પૂર્વાચાર્યોના ઋણનો વારંવાર સ્વીકાર કરતા જણાય છે. વળી તેઓ આ ટીકામાં પોતાના સંક્ષેપને સમજાવવા પણ પ્રયત્ન કરે છે. આમ અન્ય આલંકારિકોની કોઈ પણ ટીકા કર્યા વિના પોતાની અમુક પ્રકારની રૂચિ તેમજ વ્યક્તિગત દૃષ્ટિ પ્રમાણે અલંકારોનું વર્ગીકરણ કરતો હેમચંદ્રાચાર્યની પ્રશંસા કરી શકીએ તેમ છીએ.
આમાં હેમચંદ્રાચાર્યનો હેતુ અલંકારના વર્ગીકરણની પદ્ધતિમાં સૌંદર્યદષ્ટિએ યા અન્ય પ્રકારે નવી વ્યવસ્થા આણવાનો નથી, તેમ જ તેવો તેમનો દાવો પણ નથી. તેઓ તો પોતાના વિશિષ્ટ સમાજ માટે પૂર્વવિદ્યાઓને વિશદ રીતે રજૂ કરતો ગ્રંથ તૈયાર કરવા માગે છે અને એમાં ક્યારેક ગૌણપણે એમની પ્રતિભાનું દર્શન થાય છે. ખરું.
હેમચંદ્રાચાર્યની વિશિષ્ટ કૃતિ છે સંસ્કૃત અને પ્રાકૃત ‘વાશ્રય'. સોલંકીયુગની સંસ્કારિતાને શબ્દબદ્ધ કરતી ગુજરાતની પહેલી અને શ્રેષ્ઠ ગણાય તેવી ઐતિહાસિક કાવ્યકૃતિ “શબ્દાનુશાસન'નાં સૂત્રોનાં દૃષ્ટાંતો આપવા માટે ચૌલુક્યવંશની કથાને તેમણે વિષયવસ્તુ તરીકે
Page #16
--------------------------------------------------------------------------
________________
30 1 હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના રાખીને ‘વીશ્રય' કાવ્યની રચના કરી. વ્યાકરણ અને ઇતિહાસ એમાંથી એકસાથે સહજપણે સિદ્ધ થાય છે તેથી ‘દ્વયાશ્રય' મહાકાવ્ય તરીકે ઓળખાય છે. મહાકાવ્યમાં મળે એવાં ઋતુવર્ણન, રસવર્ણન અને સૃષ્ટિવર્ણન ઉપરાંત નગર, પ્રભાત, યુદ્ધ, યાત્રા, નદી, રાત્રિ, પર્વત કે વિવાહનાં વર્ણનો પણ મળે છે.
“વાશ્રય’ ‘ભટ્ટિકાવ્યનું સ્મરણ કરાવે છે. પાણિનિના વ્યાકરણના નિયમોના ઉદાહરણ રૂપે રામાયણની કથા લઈને ભટ્ટિ કવિએ રચના કરી એ જ રીતે ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનના વ્યાકરણના નિયમોનાં ઉદાહરણ આપવા માટે મૂળરાજ સોલંકીથી કુમારપાળના સમય સુધીના ઇતિહાસને કથાવસ્તુ તરીકે લઈને હેમચંદ્રાચાર્યે ‘ચીશ્રય'ની રચના કરી. ચૌલુક્ય વંશનું આલેખન થયું હોવાથી ઐતિહાસિક દૃષ્ટિએ આ કૃતિનું ઘણું મોટું મૂલ્ય છે અને તેથી આ કૃતિ ‘ચૌલુક્યવંશોત્કીર્તન' નામ પણ ધરાવે છે. એ યુગની સામાજિક, ધાર્મિક અને રાજ કીય પરિસ્થિતિનું માર્મિક પ્રતિબિંબ આ કાવ્યકૃતિમાં ઝિલાયું છે. સંસ્કૃત ‘દ્વયાશ્રય'ના ૧૪મા સર્ગ સુધીનો ભાગ જયસિંહ સિદ્ધરાજના જીવનકાળ સુધીમાં (અર્થાત્ વિ. સં. ૧૧૯૯માં) પૂર્ણ કર્યો હશે એમ માની શકાય. જ્યારે કુમારપાળના ચરિત્રને આલેખતું પ્રાકૃત ‘યીશ્રય” એક સ્વતંત્ર પ્રાકૃત મહાકાવ્ય ગણાયું છે.
વ્યાકરણની વિશિષ્ટતા દર્શાવવા માટે રચવામાં આવેલા સંસ્કૃત ‘જ્યાશ્રયના શ્લોકોમાં સિદ્ધરાજનાં પરાક્રમોનું કાવ્યમય વર્ણન મળે છે, પરંતુ ક્યારેક વ્યાકરણ સાથે ઇતિહાસ કે કવિત્વનો મેળ બેસતો નથી.
સંસ્કૃત ‘ચીશ્રય' કાવ્ય એ ગુજરાતની અસ્મિતાનું તેજસ્વી કાવ્ય છે. મહાકવિ કાલિદાસે ‘રઘુવંશ'માં રઘુકુળની કીર્તિને અક્ષરઅમર
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના 0 31 કરી દીધી તો સંસ્કૃત અને પ્રાપ્ત ‘યાશ્રયમાં હેમચંદ્રાચાર્યે ચૌલુક્યવંશની કીર્તિને અક્ષરદેહ આપ્યો. ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કારિતા અને ગુજરાતી અસ્મિતાનો આફ્લાદક ત્રિવેણીસંગમ આ કૃતિએ રચી આપ્યો. ગુજરાતની રમણીઓ, યોદ્ધાઓ, ઉત્સવો, મેદાનનું શૌર્ય અને દરિયાનું સાહસ – એ બધું દર્શાવીને હેમચંદ્રાચાર્ય ‘ધૂમક્તના શબ્દોમાં કહીએ તો “પ્રજાને મહાન થવાની જાણે હમેશાં દીક્ષા આપી રહ્યા હોય તેમ લાગે છે.”૨૦
કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પોતાની કલ્પનાથી સર્જેલું એક મહાન ગુજરાત ‘દ્ધયાશ્રયમાં પ્રગટ થાય છે. ગુજરાતની સમૃદ્ધિ, વીરતા, સંસ્કારિતા અને વિશિષ્ટતાની ગુણગાથા ગાઈને આ સ્વપ્નદ્રષ્ટા આવતીકાલના ગુજરાતની ઝાંખી આપે છે. તેમાં હેમચંદ્રાચાર્યનું ગુજરાતી તરીકેનું ગૌરવ, અન્ય ધર્મો પ્રતિ ઔદાર્ય અને સાહિત્યાચાર્યની ઉચ્ચાશયી ભાવના પદે પદે પ્રગટ થાય છે. એક સાચા ઇતિહાસકારને છાજે તે રીતે પાયા, પુરાવા કે આધાર વિનાની ઘટનાઓને ત્યજીને માત્ર ઐતિહાસિક પ્રસંગોનું આકલન કર્યું છે. એમણે ચૌલુક્યવંશનું યશોગાન કર્યું છે, પરંતુ ઐતિહાસિકતાની ભૂમિ ઓળંગીને નહિ અથવા તો અતિશયોક્તિમાં સરી જઈને નહિ. કોઈ પણ પ્રસંગ કલ્પિત રીતે સર્યો નથી કે કોઈ પણ કંઠોપકંઠ જળવાયેલી વાતને યોગ્ય સંશોધન વિના સ્વીકારી નથી. કળિકાળસર્વજ્ઞની સંપ્રદાયાતીત પ્રતિભા ‘ત્યાશ્રયમાં ખીલી ઊઠી છે. આમાં વૈદિક સાહિત્ય, જુદાં જુદાં પુરાણો, પૌરાણિક આખ્યાયિકાઓ અને અન્ય ધર્મશાસ્ત્રોનાં ઉદાહરણો મળે છે. યજ્ઞ અને દેવતાઓનો પણ એમને સારો એવો પરિચય છે. આ બાબતો એમની બહુશ્રુતતા અને વ્યાપક દૃષ્ટિનું ઘાતક ગણાય.
સંસ્કૃત ‘દ્વયાશ્રયમાં કવિતાની અપેક્ષાએ ઇતિહાસનું પ્રાધાન્ય જોવા મળે છે, તો પ્રાકૃત ‘યાશ્રયમાં કાવ્યતત્ત્વનું પ્રાધાન્ય જોવા
Page #17
--------------------------------------------------------------------------
________________
32
1 હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના |
મળે છે. સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનમાં સાત અધ્યાયમાં સંસ્કૃત ‘ચીશ્રય'ની રચના થઈ, તો આઠમા અધ્યાયમાં આપેલા પ્રાકૃત ભાષાના વ્યાકરણના નિયમના દૃષ્ટાંતરૂપે ‘પ્રાપ્ત થાશ્રય' મહાકાવ્યની રચના થઈ. રાજા કુમારપાળના જીવનની કેટલીક ઘટનાઓ આલંબન તરીકે લેવામાં આવી હોવાથી આ કૃતિને ‘QHIRVનિવરિત' કહેવામાં આવે છે. આઠ સર્ગ ધરાવતી આ કૃતિના પ્રથમ છ સર્ગમાં મહારાષ્ટ્રીય પ્રાકૃતનાં ઉદાહરણો અને નિયમો દર્શાવ્યા છે. બાકીના બે સર્ગોમાં શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાર્પશાચી અને અપભ્રંશ ભાષાનાં ઉદાહરણ મળે છે . આઠ સર્ગની આશરે ૭૪૭ ગાથામાં અણહિલપુરપાટણ, જિનપ્રતિમા, કુમારપાળના વિજયો, જૈન ધર્મના સિદ્ધાંતોની ગવેષણા તથા શ્રુતદેવીનો કુમારપાળને અપાયેલો ઉપદેશ આલેખવામાં આવ્યાં છે. શ્રુતદેવીનો ઉપદેશ જે રીતે કૃતિમાં વણી લેવાયો છે તેનાથી કૃતિની કાવ્યમયતા મહોરી ઊઠી છે. તેમાં શાંત, શૃંગાર અને વીરરસનું મનભર આલેખન મળે છે. વીરરસનું પ્રાધાન્ય હોવા છતાં અન્ય રસોનો તેની સાથે સુભગ સમન્વય સધાયો છે. ભાષાનું સ્વાભાવિક માધુર્ય અને વર્ણનોની ચિત્રાત્મકતા કાવ્યરસિકના હૃદયને સ્પર્શી જાય છે. વળી આમાં કવિએ ઉપમા, ઉન્મેલા, દીપક, દૃષ્ટાંત, રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારોની સુંદર યોજના કરી છે. આ બધું જોઈને જ ‘પ્રાત વીશ્રય'ના ટીકાકાર પૂર્ણકલશગણિ આરંભે જ બોલી ઊઠે છે –
‘: પ્રાøkdવ્યા®રણે હું : साहित्यसर्वस्वमिवार्थमड़गया । स याश्या काव्यमवल्पबुद्धि
जेयः कथं मादृश एवं गम्या ।। “શબ્દોએ કરીને જે પ્રાકૃત વ્યાકરણ છે; અને અર્થની
D હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના n 33 દષ્ટિએ જે સંપૂર્ણ સાહિત્યરૂપ છે - તે બહુ બુદ્ધિવાળાઓથી સમજાય તેવું દ્ધાશ્રયકાવ્ય મારા જેવાને ક્યાંથી સમજાય ?”
આ બંને મહાકાવ્યમાં પરંપરાનુસારી સુંદર વર્ણનો અને અલંકાર યોજના જોવા મળે છે. પરંતુ બંનેમાં સંસ્કૃત મહાકાવ્યમાં અપેક્ષિત નાયકના સર્વાગી ચરિત્રનિરૂપણની શરત આ કૃતિ સંતોષે છે એમ ભાગ્યે જ કહી શકાય. ગુજરાતની અસ્મિતા, તેજસ્વિતા અને સત્ત્વશીલતા માટે આ કાવ્યનું કથાવસ્તુ ચિરસ્મરણીય રહેશે. આપણે માટે દુર્ભાગ્યની બાબત એ છે કે “સંસ્કૃત દયાશ્રય” મહાકાવ્યનું સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કરેલું ભાષાંતર આજે અપ્રાપ્ય છે. અને ‘પ્રાકૃત વાશ્રય'નું ગુજરાતી ભાષાંતર હજી સુધી થયું નથી.
‘ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર' એટલે ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્ર. ભગવાન ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થંકર; ભરત, સગર, સનતકુમાર, સુભૂમ, હરિષણ જેવા બાર ચક્રવર્તી; કૃષ્ણ, ત્રિપૃષ્ઠ, સ્વયંભૂ, દત્ત, નારાયણ વગેરે નવ વાસુદેવ; અચલ, વિજય, સુદર્શન, આનંદ, રામ અને નંદન વગેરે નવ બળદેવ; રાવણ, પ્રહૂલાદ, જરાસંધ, બલિ વગેરે નવ પ્રતિ વાસુદેવ – એમ કુલ ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્રો આ કાવ્યગ્રંથમાં આલેખાયાં છે. જે મહાપુરુષોના મોક્ષ વિશે હવે સંદેહ નથી એવા પ્રભાવક પુરુષોને શલાકાપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. કુમારપાળ મહારાજાની વિનંતી સ્વીકારીને મહાભારત અને પુરાણોની બરાબરી કરી શકે તેવો ૩૬,000થી વધુ શ્લોકોમાં લખાયેલો આ કાવ્યગ્રંથ છે. આ કાવ્યગ્રંથની રચના અનુછુપ છંદમાં દસ પર્વોમાં કરવામાં આવી છે. પ્રથમ પર્વમાં ઋષભદેવા તીર્થકર અને ભરત ચક્રવર્તીનું જીવન વર્ણવાયું છે અને છેલ્લા દસમા પર્વમાં મહાવીર સ્વામીનું ચરિત્ર વિગતે નિરૂપાયું છે. વિશાળ સાગર જેવા આ ગ્રંથમાં મહાપુરુષોનાં ચરિત્રો ઉપરાંત બીજી અનેક નાની
Page #18
--------------------------------------------------------------------------
________________
34
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના D
૨૧
મોટી પૌરાણિક આખ્યાયિકાઓ છે. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાન, ધાર્મિક અને સામાજિક ઉત્સવો, રીતરિવાજો, દેશસ્થિતિ, લોકોની રીતભાત અને ગુજરાતની પરિસ્થિતિ વગેરેનું તાદેશ નિરૂપણ થયું છે. શ્રી મોતીચંદ કાપડિયાએ નોંધ્યું છે કે આ ગ્રંથ સાદ્યંત વાંચવામાં આવે તો સંસ્કૃત ભાષાના આખા કોશનો અભ્યાસ થઈ જાય તેવી રચિયતાએ એની ગોઠવણ કરી છે. ‘ત્રિપુષ્ઠિશલાકા-પુરુષચરિત્ર’ એટલે જૈન કથાનકો, ઇતિહાસ, પૌરાણિક કથાઓ, જૈન સંપ્રદાયના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનનો સર્વસંગ્રહ. ‘હૃચાશ્રય' કરતાં આ ગ્રંથમાં રચયિતાએ વિશેષ વૈવિધ્ય સાધ્યું છે અને આની રચના ઉત્તરાવસ્થામાં થઈ હોવાથી એક પ્રકારની પ્રૌઢતા પણ તેમાં જોવા મળે છે. આની પ્રશસ્તિમાં મહારાજા કુમારપાળે શ્રી હેમચંદ્રસૂરિને નીચે પ્રમાણે વિનંતી કરી :
“પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિથી યુક્ત એવું સાંગ વ્યાકરણ રચેલું છે, તેમજ મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે ચાશ્રયકાવ્ય, છંદોનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજાં શાસ્ત્રો પણ રચેલાં છે. હે સ્વામી, જોકે તમે સ્વયમેવ લોકોના ઉપર ઉપકાર કરવાને અર્થે સજ્જ થયા છો, તથાપિ મારી પ્રાર્થના છે કે મારા જેવા મનુષ્યોને પ્રતિબોધ થવાને માટે આપ ત્રિષષ્ટિશલાકાપુરુષોનાં ચરિતને પ્રકાશ કરો.”
આ રીતે ધર્મોપદેશના પ્રયોજનથી ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યે કરી છે. ઉત્તરાવસ્થામાં આવો વિરાટ ગ્રંથ રચવો તે કોઈ સામાન્ય બાબત નથી. ધાર્મિક દૃષ્ટિએ આમાંથી જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન અને પ્રણાલીનો પરિચય પ્રાપ્ત થાય છે. તો ઐતિહાસિક દૃષ્ટિએ પણ દસમા પર્વના બે વિભાગો અત્યંત ઉપયોગી છે. છંદ, અલંકાર,
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના D
કાવ્યશાસ્ત્ર કે શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ આ મહાકાવ્ય અભ્યાસીઓને મબલખ સામગ્રી પૂરી પાડે છે. કવિના મુખેથી કાવ્યપંક્તિઓ છંદોબદ્ધ વાણીમાં કેટલી સરળ અને પ્રવાહી રીતે વહેતી હશે તેની પ્રતીતિ આ મહાકાવ્ય કરાવે છે. શ્રી મધુસૂદન મોદી નોંધે છે, “હેમચંદ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞનું બિરુદ આ એકલો ગ્રંથ પણ સિદ્ધ કરી શકે એવો એ વિશાળ, ગંભીર, સર્વદર્શી છે.”૨૩
35
‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે તેર સર્ગમાં ‘પરિશિષ્ટ પર્વ'ની રચના કરી. આ ગ્રંથમાં એમણે પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથોનો આધાર લઈ આમાંની ઘણી માહિતી એકત્રિત કરી લીધી છે. આમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સુધર્મસ્વામી, જંબુસ્વામી, ભદ્રબાહુસ્વામી, વજસ્વામી વગેરે જૈનપરંપરાના સાધુઓનો વૃત્તાંત બીજી અનેક નાનીમોટી કથાઓ સાથે વર્ણવવામાં આવ્યો છે. શ્રેણિક, સંપ્રતિ, ચંદ્રગુપ્ત, અશોક વગેરે રાજાઓનો ઇતિહાસ એમણે તેમાં ગૂંથી લીધો છે. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'નાં દસ પર્વ પછી એના જ અનુસંધાનમાં એ જ શૈલીએ લખાયેલાં આ ચરિત્રોને ગ્રંથકર્તાએ ‘પરિશિષ્ટપર્વ’ તરીકે ઓળખાવ્યાં છે. પ્રો. યાકોબી આ ગ્રંથને ‘સ્થવિરાવલિ’ તરીકે ઓળખાવે છે. પરંતુ સામાન્ય રીતે ‘પરિશિષ્ટ પર્વ’ તરીકે તે વધુ જાણીતું છે. આમાંનાં કથાનકો હેમચંદ્રાચાર્યે અન્ય ગ્રંથોમાંથી લીધાં છે, પરંતુ એને કાવ્યનું માધુર્ય અને કાવ્યનું સ્વરૂપ હેમચંદ્રાચાર્યે આપ્યું છે. જંબુસ્વામીથી આરંભી વજ્રસેન સુધીના પટ્ટધરોની કથા અને આનુષંગિક ઐતિહાસિક કથાનકો પદ્યરૂપે હેમચંદ્રાચાર્યે આપ્યાં છે, જે તેમનું અસાધારણ પદ્યરચનાકૌશલ દર્શાવે છે. આમાં સમાવિષ્ટ કેટલીક લોકકથાઓ અને અમુક દૃષ્ટાંતો અત્યંત રસદાયક છે. જૈન પટ્ટધરોના ઇતિહાસની દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ છે. અનુષ્ટુપ છંદમાં
Page #19
--------------------------------------------------------------------------
________________
36 ___ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના 0. કુલ ૩૪૫૦ શ્લોકો આપ્યા છે. જંબુસ્વામી અને સ્થૂળભદ્રનાં ચરિત્રો ધ્યાનપાત્ર છે. આમાં માત્ર આચાર્યોની નામાવલિ આપવાને બદલે એને સંબંધિત નાની-મોટી કથાઓ પણ મૂકી છે.
‘પ્રમાણમીમાંસા' એ હેમચંદ્રાચાર્યનો પ્રમાણશાસ્ત્ર વિશેનો પાંચ અધ્યાયનો ગ્રંથ છે. આમાં પ્રમાણલક્ષણ, પ્રમાણવિભાગ, પરોવલક્ષણ, પરાર્થાનુમાન, હેત્વાભાસ, વાદલક્ષણો વગેરેની પારિભાષિક ચર્ચા જૈનસુત્રસિદ્ધાંતો અને જૈનન્યાયશાસ્ત્રને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. આ ગ્રંથ એમના સમયમાં વાદાનુશાસન તરીકે ઓળખાતો હતો. તેના પર પોતે જ ટીકા લખી. જોકે અત્યારે તો બીજા અધ્યાયના પ્રથમ આનિક સુધીનો ભાગ જ પ્રાપ્ય છે. આ કૃતિ અપૂર્ણ હોવાને કારણે શ્રી હેમચંદ્રાચાર્યની છેલ્લી કૃતિ હશે તેવું અનુમાન થઈ શકે ખરું ? લોકહિતની દૃષ્ટિએ રચાયેલા આ ગ્રંથની સંપૂર્ણ પ્રત પ્રાપ્ત થાય તો છયે દર્શનનું હેમચંદ્રાચાર્યના જ્ઞાનનું નવનીત પામી શકાય. સિદ્ધસેન દિવાકર અને હરિભદ્રસૂરિની સત્યશોધક દૃષ્ટિ હેમચંદ્રાચાર્યમાં હતી એની પ્રતીતિ આ ગ્રંથ કરાવે છે. શ્રી મધુસૂદન મોદી ‘વાદાનુશાસન' અને ‘પ્રમાણમીમાંસા' એ બંને કૃતિઓ એક હોવાની સંભાવનાનો સંકેત કરે છે. સુત્રશૈલીએ રચાયેલા આ ગ્રંથને અક્ષપાદ ગૌતમનાં ન્યાયસૂત્રો પ્રમાણે એને આનિકોમાં વહેંચી દીધો છે. પંડિત સુખલાલજીએ હેમચંદ્રાચાર્યની ‘પ્રમાણમીમાંસા'નું સમર્થ સંપાદન કર્યું છે. હેમચંદ્રાચાર્યની ‘પ્રમાણમીમાંસા માં પુરોગામી આચાર્યો સાથે
જ્યાં સંમતિ હોય ત્યાં એમનાં વચનોમાં ફેરફાર કરવાની એમની લેખનપ્રણાલી નથી. જ્યાં પુરોગામી આચાર્યોનાં વિધાનોમાં સુધારોવધારો કર્યો છે ત્યાં એમની વેધ કે દૃષ્ટિનો પરિચય મળે છે. સીધી, સરળ અને સચોટ શૈલીમાં લખાયેલો ‘પ્રમાણમીમાંસા'નો આ ગ્રંથ જૈન ન્યાયના અભ્યાસીઓને માટે આશીર્વાદરૂપ ગણાય. આમાં અનેકાંતવાદ
તેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના 0
31 તથા નયવાદનું શાસ્ત્રીય નિરૂપણ આપણું ધ્યાન ખેંચે છે . પરમસહિષ્ણુતાની દૃષ્ટિ દર્શનજ ગત અને તર્કસાહિત્યને ‘પ્રમાણમીમાંસા'માંથી સાંપડે છે. સંપ્રદાયની વૃદ્ધિ અર્થે લખાયેલો આ ગ્રંથ એ રીતે સંપ્રદાયાતીત બની જાય છે.
યુવાન વયમાં અજ્ઞાતવાસને કારણે કુમારપાળને અનેક સાધુઓનો સમાગમ થયો અને તેથી યોગ પર પ્રીતિ જાગી. પચાસ વર્ષની વયે ગાદી પર આવેલા કુમારપાળની યોગશાસ્ત્રની જિજ્ઞાસાને પરિતૃપ્ત કરવા માટે હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્રની રચના કરી હતી. ગ્રંથરચનાનું નિમિત્ત કુમારપાળ હોવા છતાં તેનો હેતુ તો “ભવ્યજનોને બોધ મળે”** તેવો રાખવામાં આવ્યો અને તેથી સરળ ભાષામાં રોચક દૃષ્ટાંતો સાથે પોતે તેની વિસ્તૃત ટીકા રચી. શાસ્ત્ર, સગુરુની વાણી અને આત્માનુભવ – એ ત્રણ ‘યોગશાસ્ત્ર'ની રચનાનાં સાધનો બન્યાં. આચાર્ય અનુભવસિદ્ધ અને શાસ્ત્રનિશ્ચિત માર્ગ જ દર્શાવે એ રીતે હેમચંદ્રાચાર્ય આ શાસ્ત્રની રચના યોગસિદ્ધાંતને વિશ્વસનીય રીતે પ્રતિપાદન કરવાની પ્રતિજ્ઞા સાથે કરી. ગૃહસ્થજીવનને ઉત્કર્ષકારક ક્રમમાંથી પસાર કરી તેને યોગમય જીવનમાં લઈ જવું તે યોગશાસ્ત્રનો હેતુ છે. હેમચંદ્રાચાર્યે તેના માર્ગદર્શનરૂપ રોચક ઉપદેશ અનેક પ્રચલિત વાર્તાઓ ગૂંથીને આપ્યો છે. ઉપદેશની વ્યાપકતા અને સર્વગમ્યતાએ આ ગ્રંથને અન્યધર્મીઓમાં પણ પ્રિય બનાવ્યો છે. આ ‘યોગશાસ્ત્ર” બે ભાગમાં વિભક્ત છે. એકથી ચાર પ્રકાશના એના પ્રથમ ભાગમાં ગૃહસ્થને ઉપયોગી એવા ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. બીજા ભાગમાં અર્થાત્ પાંચથી બાર પ્રકાશમાં પ્રાણાયામ આદિ યોગના વિષયોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ બાર પ્રકાશમાં ૧૦૧૩
શ્લોકો મૂકવામાં આવ્યા છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર પર પોતે જ વૃત્તિ લખી છે. અને તેમાં એમણે મહાભારત, મનુસ્મૃતિ, ઉપનિષદો
Page #20
--------------------------------------------------------------------------
________________
38
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના | વગેરે ગ્રંથનાં અવતરણો આપ્યાં છે. પોતાના ગુરુ દેવચંદ્રસૂરિના ગ્રંથમાંથી પણ અવતરણો લીધાં છે. જોકે આવો કોઈ ગ્રંથ હાલ ઉપલબ્ધ નથી. આ ‘યોગશાસ્ત્રને અધ્યાત્મોપનિષદ કહેવામાં આવે છે. આ ‘યોગશાસ્ત્રમાં વિવિધ દૃષ્ટાંતો સહિત યોગના વિષયનું સરળ અને રોચક નિરૂપણ મળે છે. માર્ગાનુસારીના પાંત્રીસ ગુણો, સમ્યકત્વનાં લક્ષણો, મહાવ્રતો, અણુવ્રતો, સંસારનું સ્વરૂપ, કષાયો, બાર ભાવના, મૈત્રી વગેરે ચાર ભાવના; દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની એકતા, સ્વપ્નો, પરકાયાપ્રવેશ જેવી સિદ્ધિઓ તથા યમ, નિયમ, પ્રાણાયામ, ધારણા, ધ્યાન આદિ વિષયોની વિશદ ચર્ચા કરવામાં આવી છે. વળી પતંજલિના ‘અષ્ટાંગયોગનો સાધુઓનાં મહાવ્રતો તેમજ ગૃહસ્થોનાં બાર વ્રતોની સાથે સુમેળ સાધ્યો છે. આ કૃતિને અંતે કળિકાળસર્વજ્ઞ પોતાના આત્માને કેવો માર્મિક ઉપદેશ આપે છે ! 'वास्तानापरमेशरादपि परान भावैः प्रसाद नयंस्तैस्तैस्तचदुपायमूढ भगवनात्मन् किमाथास्यसि । हन्तात्मानमपि प्रसादय मनाग्येनासता संपदा રસTIી ળ્યું પરમેડ તેનti dવ પtળે રસમુચ્છસ્મતે !'
હે ઉપાયમૂઢ, હે ભગવાનું, હે આત્મનું, પરમેશ્વરથી જુદા જુદા ભાવો માટે શા માટે શ્રમ કર્યા કરે છે ? જો તું આત્માને થોડો પ્રસન્ન કરે તો આ સંપત્તિઓ શી વિસાતમાં છે ? તારા પરમ તેજની અંદર જ વિશાળ સામ્રાજ્ય વ્યાપી રહેલું
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના n 39 ‘યોગશાસ્ત્ર' ગ્રંથનો પાઠ-સ્વાધ્યાય કર્યા પછી જ દિનચર્યાનો આરંભ કરવો.
પતંજલિના ‘યોગસૂત્ર' અને હેમચંદ્રાચાર્યના ‘યોગશાસ્ત્રમાં વિષય, વિચાર અને આલેખનની ભિન્નતા હોવા છતાં એ બંનેનું સામ્ય તુલનાત્મક અભ્યાસનો વિષય બની રહ્યો છે.
હેમચંદ્રાચાર્ય પાસેથી સ્તોત્ર પ્રકારની કેટલીક રચનાઓ મળે છે. કેટલાંક સ્તોત્ર ભક્તિથી આર્ટ છે તો કેટલાંક તર્કયુક્ત પ્રૌઢિથી લખાયેલાં નારિ કેલપાક સમાં સ્તોત્ર છે. હેમચંદ્રાચાર્યની સ્તોત્રરચનામાં લાગણીનો ઉદ્રક જ નથી, બલ્ક ઉત્કટ લાગણી સાથે જ્ઞાનને છાજતો સંયમ સુમિશ્રિત થયેલો છે. આમાં એમની દઢ શ્રદ્ધા પણ પ્રતીત થાય છે. એમની આ શ્રદ્ધા તત્ત્વજ્ઞાનની ઊંડી સમજ અને અધ્યાત્મઅનુભવથી રસાયેલી છે અને આથી તેઓ ‘અયોગવ્યવચ્છેદિકાદ્વાત્રિશિકા'માં કહે છે :
હે વીર, કેવળ શ્રદ્ધાથી તારા પ્રત્યે પક્ષપાત નથી કે કેવળ દ્વેષને લીધે પરસંપ્રદાયી પ્રત્યે અરુચિ નથી; યોગ્ય રીતે આત્મત્વની પરીક્ષા કર્યા પછી જ સર્વશક્તિમાન એવા તમારો આશ્રય લીધો છે."*
આમ ઊંડા મનન અને તર્કની કસોટીએ એમણે જિનદર્શનની પરીક્ષા કરી છે અને પછી જ એનો પ્રભાવ ગાયો છે. ‘અયોગવ્યવચ્છેદિકાદ્ધાત્રિશિકા’ અને ‘અન્યયોગવ્યવરચ્છેદદ્ધાત્રિશિકા' નામની બે દ્વાત્રિશિકા લખી છે તે સિદ્ધસેન દિવાકરની એવી કૃતિઓની રચનાની શૈલીએ લખી છે. ૩૨ શ્લોકની આ રચનાઓમાં બંનેમાં ૩૧ શ્લોક ઉપજાતિ છંદમાં અને છેલ્લો શ્લોક શિખરિણી છંદમાં છે. આ બંનેમાં ભગવાન મહાવીરની સ્તુતિ આપવામાં આવી છે. આનું
છે
રે;
જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારને દર્શાવતો ‘યોગશાસ્ત્ર’ ગ્રંથ રાજા કુમારપાળને ખૂબ ગમી ગયો હતો. પોતાના જીવનના અંતકાળ સુધી એમણે એવો નિયમ રાખ્યાનું કહેવાય છે કે સવારે
Page #21
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના 3
4
40
g હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના સ્તુતિની દૃષ્ટિએ જેટલું મહત્ત્વ છે તેથી વિશેષ મહત્ત્વ એમાંના કાવ્યત્વ માટે છે. આ બંને બત્રીસીઓ તત્ત્વજ્ઞાનથી ગર્ભિત છે અને તેમાં જુદાં જુદાં દર્શનની ઝીણવટભરી સમીક્ષા હોવાથી બુદ્ધિવાદીઓને તે વિશેષ ગમે છે. તેનું રચનાકૌશલ અને ભાષાલાલિત્ય પણ ધ્યાન ખેંચે છે. ‘અયોગવ્યવચ્છેદિક દ્વાત્રિશિકા'માં એમણે જૈનદર્શનની વિગતપૂર્ણ અને વિશેષતાભરી મહત્તા દર્શાવી છે. એમણે કહ્યું છે કે વીતરાગથી ચઢિયાતું કોઈ દર્શન નથી અને અનેકાન્ત વિના બીજો કોઈ શ્રેષ્ઠ ન્યાયમાર્ગ નથી. આ સ્તોત્રમાં અન્ય મતવાદીઓના શાસ્ત્રને સદોષ ઠરાવીને તેજસ્વી વાણીમાં જિનશાસનની મહત્તા દર્શાવી છે. આ સ્તોત્રના અંતે એમની સમદર્શિતા વ્યક્ત કરે છે અને જિનશાસન જ પ્રામાણિક હોઈને તેનું ગૌરવ દર્શાવે છે. આમાં સરળ અને મધુર શબ્દોમાં ભગવાન મહાવીર પ્રત્યેની ભક્તિ અને જિનશાસનની ગુણઆરાધના કરવામાં આવી છે.
| ‘અયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકા'માં ભગવાન મહાવીરના અતિશયો વર્ણવીને પછી ન્યાય, વૈશેષિક, મીમાંસા, વેદાન્ત, સાંખ્ય, બૌદ્ધ અને ચાર્વાક એ અન્ય દર્શનોની સમીક્ષા કર્યા પછી જૈનદર્શનના સ્યાદ્વાદની મહત્તા દર્શાવી છે. આ કૃતિ ઉપર ૧૪મી સદીમાં મલિષણે ‘સ્યાદ્વાદમંજરી' નામે ટીકા લખી જે આ સ્તોત્રની દાર્શનિક પ્રૌઢિને સચોટ રીતે બતાવી આપે છે. જૈનસિદ્ધાંતના અભ્યાસીઓ માટે આ ‘સ્યાદ્વાદમંજરી'નું અનન્ય મહત્ત્વ છે.
આ બંને દ્વાર્નિંશિકા કરતાં “વીતરાગસ્તોત્ર'નો પ્રકાર જુદો છે. “વીતરાગસ્તોત્રમાં ભક્તિભાવથી ઊછળતું હૃદય પ્રગટ થાય છે. વીસ વિભાગમાં વહેંચાયેલા ‘વીતરાગસ્તોત્ર'ના દરેક વિભાગને ‘પ્રકાશ” એવું નામ આપવામાં આવ્યું છે અને એના વીસ પ્રકાશમાં કુલ ૧૮૮ શ્લોકો છે. આમાં ક્યાંક ક્યાંક હેમચંદ્રાચાર્યની દાર્શનિક પ્રતિભા
પ્રગટે છે, પણ મુખ્યત્વે તો એમાં ભક્તહૃદય જ પ્રગટ થાય છે. આ સ્તોત્રની રચના કુમારપાળ રાજા માટે કરી હતી. ‘વીતરાગસ્તોત્ર' ભક્તિનું એક મધુર કાવ્ય બની ગયું છે. ભક્તિની સાથે જૈનદર્શન પણ તેમાં અનુસ્મૃત છે. એમની સમન્વયાત્મક અને વ્યાપક દૃષ્ટિનો પરિચય પણ થાય છે. આમાં રસ, આનંદ અને આર્જવ છે. એક સ્થળે તેઓ કહે છે :
હે નાથ, સદાય મારાં નેત્રો આપના મુખના દર્શનથી પ્રાપ્ત થતા સુખની લાલસાવાળાં થાય; મારા બે હાથ તમારી ઉપાસના કરનારા, અને મારા કાન સદાય તમારા ગુણને સાંભળનારા થાવ !
કુંઠિત હોય તોય પણ, તારા ગુણને ગ્રહણ કરવા પ્રત્યે જો મારી આ વાણી ઉત્કંઠિત થાય તો તે વાણી ખરેખર શુભ હજો ! બીજા પ્રકારની વાણીનો શો ઉપયોગ છે !
હું આપનો ભૂત્ય છું, દાસ છું; કિંકર છું; “સારું” એમ કહીને હે નાથ, તું મારો સ્વીકાર કર ! આનાથી વધારે હું કહેતો નથી !૨૮
આ આખુંય સ્તોત્ર અનુટુપ છંદમાં વહે છે અને ભક્તિનો એક મધુર અનુભવ કરાવે છે. આથી જ સ્તોત્ર સાહિત્યમાં આ હૃદયસ્પર્શી સ્તોત્ર ઊંચું સ્થાન ધરાવે છે.
જો મહાદેવ વિરક્તિવાળા હોય, વીતરાગ હોય તો તે અમારે મન જિન જ છે એવા ભાવ સાથે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું અનુષ્ટ્રપ અને આર્યા છંદમાં લખાયેલું ૪૪ શ્લોકોનું આ સ્તોત્ર અગાઉનાં ત્રણ સ્તોત્ર જેવી પ્રોઢિ ધરાવતું નથી. આનો છેલ્લો શ્લોક આર્યા
Page #22
--------------------------------------------------------------------------
________________
– હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના D
છંદમાં લખાયેલો છે. હરિભદ્રસૂરિએ મહાદેવાષ્ટક લખ્યું હતું એ જ પ્રણાલીને અનુસરીને હેમચંદ્રાચાર્યે આ જ સ્તોત્ર લખ્યું હોય એ સંભવિત છે. મહાદેવનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે વિવિધ લક્ષણો વડે દર્શાવ્યું છે. સિદ્ધરાજ હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં ગયા હતા ત્યારે આનો છેવટનો શ્લોક સોમનાથની પૂજા વખતે કહ્યો હતો તેમ પ્રબંધકારોનું માનવું છે. આ શ્લોક છે :
'भव बीजाङ्कुरजननां रागाद्याः क्षयमुपागता यस्य ' ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥
42
“જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેના ક્ષય પામ્યા છે તે બ્રહ્મા, વિષ્ણુ, શિવ કે જિન તેને નમસ્કાર હો !”૨૯
આ ઉપરાંત ૩૫ શ્લોકોનું ‘સકલાર્હત્ સ્તોત્ર' મળે છે, જેમાં મુખ્યત્વે તીર્થંકરોની સ્તુતિ છે. આ બધી કૃતિઓ ઉપરાંત ‘અર્હન્નામસમુચ્ચય’, ‘અર્હન્નીતિ’ જેવી કેટલીક સંદિગ્ધ કૃતિઓ હેમચંદ્રાચાર્યને નામે ચડેલી મળે છે તેમજ ‘અનેકાર્થશેષ’, ‘પ્રમાણશાસ્ત્ર’, ‘શેષસંગ્રહનામમાલા’, ‘સપ્તસંધાન મહાકાવ્ય’ જેવી કળિકાળસર્વજ્ઞની રચેલી ગણાતી અનુપલબ્ધ કૃતિઓ કોઈ સંશોધકની રાહ જોઈને બેઠી છે. આવે સમયે પં. બેચરદાસજીનાં આ વચનો યાદ આવે છે :
“એમણે રચેલા કેટલાક અપૂર્વ ગ્રંથો તો આજે મળતા પણ નથી એ આજના ગુજરાતીને શરમાવનારું નથી ? જે મહાપુરુષે અનેક ગ્રંથો લખી ગુજરાતની, ગુજરાતના રાજાની અને વિદ્યાની પ્રતિષ્ઠા વધારી તેમના ગ્રંથોને જતનથી જાળવી-સાચવી-સંભાળી
રાખવા જેટલું પણ સામર્થ્ય આજના આ બેકદર ગુજરાતીએ ખોઈ નાખ્યું છે; એટલું જ નહિ પણ આ જૈનનામધારીઓ –
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના D
43
જેઓ તેમના પાકા અનુયાયી હોવાનો ફાંકો રાખે છે તેમને પણ તેની ક્યાં પડી છે ?
“હા, એટલું ખરું. આચાર્યને નામે બે નગારાં, બે શરણાઈઓ જૈનો જરૂર વગડાવવાના અને કોકવાર મોઢાં પણ મીઠાં કરવાનાં, પણ તેમની અક્ષરસંપત્તિ ક્યાં કેમ દટાઈ છે તેનો ભાવ સરખો પણ પૂછશે ખરા ?,૩૦
ઈ. સ. ૧૯૩૯ની ૯મી એપ્રિલ અને રવિવારે પાટણમાં યોજાયેલા હેમસારસ્વત સત્રના પ્રમુખસ્થાનેથી વક્તવ્ય આપતાં શ્રી કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું કે હવે ભંડારમાં ભરેલું જ્ઞાન દુનિયાભરમાં ફરતું કરવાનું છે.
૩૧
કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના જોતાં જણાય છે કે તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના મહાન સર્જક, સંગ્રાહક અને સંયોજક હતા. એમની રચનાઓમાં એક બાજુ પોતીકી અસ્મિતા, સોલંકીયુગની ગરિમા અને સરસ્વતીપૂજ કની યુયુત્સા પ્રગટ થાય છે તો બીજી બાજુ તર્ક, વિચાર, વ્યાકરણ, સાહિત્ય, દર્શન સુધીનો વ્યાપ મળે છે. કવિ, સંપાદક, કોશકાર, વ્યાકરણશાસ્ત્રી, ઇતિહાસકાર અને સમાજસુધારકથી માંડીને યોગનાં ઊંચાં શિખરો સુધી એમની દૃષ્ટિ ફેલાયેલી છે અને બધે જ એમની પ્રતિભા સમર્થપણે વિહરે છે. એમનો વિપુલ ગ્રંથભંડાર વિશાળ જ્ઞાનકોશ જ લાગે. એમની કૃતિઓ એટલી બધી છે કે કોઈ એક વ્યક્તિ આજીવન નહિ બલ્કે કેટલીયે વ્યક્તિઓ એકસાથે મળીને જીવનભર સંશોધન કરે એટલું રચનાસામર્થ્ય એમાં છે. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું ગંભીર જ્ઞાન, ઉચ્ચ સાધુતા, સ્વ-પરશાસ્ત્રોમાં પારંગતતા, વ્યવહારકુશળતા અને રાજનૈતિક દક્ષતા દૃષ્ટિગોચર થાય છે. એમણે વિદ્વત્તા સાથેની
Page #23
--------------------------------------------------------------------------
________________
– હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના D
સાધુતાની ઊંચી કિંમત અંકાવી. હેમચંદ્રાચાર્યના શિષ્ય દેવચંદ્રના શબ્દોમાં કહીએ તો “વિઘામોનિધિમંથનંવરગિરિ શ્રી હેમચન્દ્રો ગુરુઃ ।' છે. વિ. સં. ૧૨૨૯માં કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કાળધર્મ પામ્યા. એ અંગે ‘કીર્તિકૌમુદી'નો રચયિતા સોમેશ્વર કહે છે, ‘વૈદુષ્યં વિગતાશ્રયં જિતવતિ શ્રીઅેમવન્દ્રે દ્વિવત્ ।' અર્થાત્ હેમસૂરિનો સ્વર્ગવાસ થતાં વિદ્વત્તા આશ્રયવિહોણી બની જાય છે. ૮૪ વર્ષની વયે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એમનું અક્ષરજીવન સંકેલી લીધું, પરંતુ એમનું વિપુલ અક્ષરજીવન જોતાં આદરપૂર્ણ આશ્ચર્ય સિવાય બીજો કોઈ ભાવ થતો નથી.
44
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના
45
સંદર્ભસૂચિ
૧. ‘હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ', લે. ભોગીલાલ જ. સાંડેસરા, ‘શ્રી હંમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૧૨૨.
૫.
૬.
૨.‘હેમચંદ્રાચાર્ય', લે, પં. બેચરદાસ દોશી, પૃ. ૧૧૦.
૩.
‘શ્રી હેમચંદ્રાચાર્ય', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૧૬૭. ૪. ‘શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય', લે. મોહનલાલ દલીચંદ દેસાઈ, ‘શ્રી હંમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ’, પૃ. ૭૪.
‘શ્રી હેમચંદ્રાચાર્ય', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૧૫૨.
આચાર્ય હેમચંદ્રસૂરિ : તેમની સર્વગ્રાહી વિદ્વત્તા’, લે. દી.બ. કૃષ્ણલાલ મો. ઝવેરી, ‘શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસ્પર્ધા', પૃ. ૨૦૩.
૭. શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસ્પર્ધા', પૃ. ૨૭.
8
૮.
૯.
શ્રી હેમચંદ્રાચાર્ય', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૭, ૮. સોમપ્રભવિરચિત ‘સ્વોપક્ષવૃત્તિયુક્ત શતાર્થકાવ્ય:' (પ્રાચીન સાહિત્યોહાર ગ્રંથાવલિ : ગ્રંથ ૨, મુનિશ્રી ચતુરવિજય સંપાદિત: પ્રકાશ સારાભાઈ નવાબ) પૃ. ૧૨૪.
૧૦. ‘The Life of Hemchandrāchārya' by Professor Dr. G. Buhler, Forward, P. XIV.
Page #24
--------------------------------------------------------------------------
________________
46
I હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના | ૧૧. “શ્રીમદ્ હેમચંદ્રાચાર્યની કૃતિઓ', લે. મોતીચંદ ગિરધરલાલ
કાપડિયા, ‘શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને
નિબંધસંગ્રહ', પૃ. ૧૭૯. ૧૨. એજન, પૃ. ૧૮૦. 13. The Life of Hemchandracharya' by Professor
Dr. G. Buhler, Forward, P. XIV. ૧૪. પ્રાચીન ગુજરાતી છંદો : એક ઐતિહાસિક સમાલોચના',
લે. રામનારાયણ વિ. પાઠક. ૧૫. ‘ભાવાર્ય હેમચંદ્ર', ને. ડૉ. વિ. મ. મુરHerોધ૫, પૃ. 900. ૧૬. ‘સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ', સંપા. હરિવલ્લભ ભાયાણી,
પૃ. ૨૨. ૧૭. ‘હમસમીક્ષા’, લે. મધુસૂદન મોદી, પૃ. ૩૭. 12. "The Desinămamală of Hemchandra' by
R. Pischel, Introduction II, P. 31. 96. "The Desināmamālă of Hemchandra' by
R. Pischel, Glossary, P. 1-92. ૨૦. ‘શ્રી હેમચંદ્રાચાર્ય', લે. ધૂમકેતુ, તૃતીય આવૃત્તિ, પૃ. ૩૯. ૨૧. હેમચંદ્રાચાર્યની કૃતિઓ', લે. મોતીચંદ ગિ. કાપડિયા, ‘પ્રસ્થાન',
વૈશાખ ૧૯૯૫, પૃ. ૫૪. ૨૨. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત', પર્વ ૧૦, અંત્ય. પ્રશસ્તિ શ્લોક
૧૮-૧૯..
A n હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ne 47 ૨૩. ‘હમસમીક્ષા', લે. મધુસૂદન મોદી, પૃ. ૨૯૦. ૨૪. એજન, પૃ. ૨૦૧. ૨૫. એજન, પૃ. ૨૫૦. ૨૬. ‘યોગશાસ્ત્ર', પ્રકાશ ૧૨, શ્લોક ૫૫. ૨૭. ‘અયોગવ્યવરચ્છેદિકાદ્વત્રિશિકા', શ્લોક ૨૬.. ૨૮. ‘વીતરાગસ્તવ', પ્રકાશ ૧૦, શ્લોક ૬, ૭, ૮. ૨૯. ‘મેરૂતુંગ : પ્રબંધચિંતામણિ', પ્રકાશ ૪, પૃષ્ઠ ૮૫ (સિંધી
સીરીઝની આવૃત્તિ). ૩૦. ‘હેમચંદ્રાચાર્ય', લે. પં. બેચરદાસ દોશી, પૃ. ૪૩-૪૪. ૩૧. ‘શ્રી હૈમ સારસ્વત સત્ર : અહેવાલ અને નિબંધસંગ્રહ', પૃ. ૪૬.
Page #25
--------------------------------------------------------------------------
________________ હેમચંદ્રાચાર્યની કૃતિઓ _હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ઘ____ ગ્રંથ. શ્લોક સિદ્ધહેમલધુવૃત્તિ સિદ્ધહેમબૃહદ્રવૃત્તિ સિદ્ધહેમબૃહયાસ સિદ્ધહેમપ્રાકૃતિવૃત્તિ લિજ્ઞાનુશાસન ઉણાદિગણ વિવરણ ધાતુ પારાયણ વિવરણ અભિધાનચિતામણિ અભિધાન પરિશિષ્ટ અનેકાર્થ કોશ નિઘંટુકોશ દેશીનામમાલા કાવ્યોનુશોસન છંદોનુશાસન સંસ્કૃત વિશ્રય પ્રાકૃત દ્વાશ્રય પ્રમાણમીમાંસા (અપૂર્ણ) વેદાંકુશ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત પરિશિષ્ટ પર્વ યોગશાસ્ત્ર સ્વપજ્ઞવૃત્તિ સહિત વીતરાગ સ્તોત્ર અન્યયોગવ્યવદદ્ધાત્રિશિષ (વ્ય) અયોગવ્યવચ્છેદિકાઢ઼ાત્રિશિકા (કાવ્ય) મહાદેવસ્તોત્ર કે,000 18 000 84,00 2,200 3,684 3,250 ૫,ક00 10,000 204 1,828 399 3,500 કિ,000 3,00 2,828 1,500 2 ,500 1,000 ૩ર 00 3,500 12,750