________________
32
1 હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના |
મળે છે. સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનમાં સાત અધ્યાયમાં સંસ્કૃત ‘ચીશ્રય'ની રચના થઈ, તો આઠમા અધ્યાયમાં આપેલા પ્રાકૃત ભાષાના વ્યાકરણના નિયમના દૃષ્ટાંતરૂપે ‘પ્રાપ્ત થાશ્રય' મહાકાવ્યની રચના થઈ. રાજા કુમારપાળના જીવનની કેટલીક ઘટનાઓ આલંબન તરીકે લેવામાં આવી હોવાથી આ કૃતિને ‘QHIRVનિવરિત' કહેવામાં આવે છે. આઠ સર્ગ ધરાવતી આ કૃતિના પ્રથમ છ સર્ગમાં મહારાષ્ટ્રીય પ્રાકૃતનાં ઉદાહરણો અને નિયમો દર્શાવ્યા છે. બાકીના બે સર્ગોમાં શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાર્પશાચી અને અપભ્રંશ ભાષાનાં ઉદાહરણ મળે છે . આઠ સર્ગની આશરે ૭૪૭ ગાથામાં અણહિલપુરપાટણ, જિનપ્રતિમા, કુમારપાળના વિજયો, જૈન ધર્મના સિદ્ધાંતોની ગવેષણા તથા શ્રુતદેવીનો કુમારપાળને અપાયેલો ઉપદેશ આલેખવામાં આવ્યાં છે. શ્રુતદેવીનો ઉપદેશ જે રીતે કૃતિમાં વણી લેવાયો છે તેનાથી કૃતિની કાવ્યમયતા મહોરી ઊઠી છે. તેમાં શાંત, શૃંગાર અને વીરરસનું મનભર આલેખન મળે છે. વીરરસનું પ્રાધાન્ય હોવા છતાં અન્ય રસોનો તેની સાથે સુભગ સમન્વય સધાયો છે. ભાષાનું સ્વાભાવિક માધુર્ય અને વર્ણનોની ચિત્રાત્મકતા કાવ્યરસિકના હૃદયને સ્પર્શી જાય છે. વળી આમાં કવિએ ઉપમા, ઉન્મેલા, દીપક, દૃષ્ટાંત, રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારોની સુંદર યોજના કરી છે. આ બધું જોઈને જ ‘પ્રાત વીશ્રય'ના ટીકાકાર પૂર્ણકલશગણિ આરંભે જ બોલી ઊઠે છે –
‘: પ્રાøkdવ્યા®રણે હું : साहित्यसर्वस्वमिवार्थमड़गया । स याश्या काव्यमवल्पबुद्धि
जेयः कथं मादृश एवं गम्या ।। “શબ્દોએ કરીને જે પ્રાકૃત વ્યાકરણ છે; અને અર્થની
D હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના n 33 દષ્ટિએ જે સંપૂર્ણ સાહિત્યરૂપ છે - તે બહુ બુદ્ધિવાળાઓથી સમજાય તેવું દ્ધાશ્રયકાવ્ય મારા જેવાને ક્યાંથી સમજાય ?”
આ બંને મહાકાવ્યમાં પરંપરાનુસારી સુંદર વર્ણનો અને અલંકાર યોજના જોવા મળે છે. પરંતુ બંનેમાં સંસ્કૃત મહાકાવ્યમાં અપેક્ષિત નાયકના સર્વાગી ચરિત્રનિરૂપણની શરત આ કૃતિ સંતોષે છે એમ ભાગ્યે જ કહી શકાય. ગુજરાતની અસ્મિતા, તેજસ્વિતા અને સત્ત્વશીલતા માટે આ કાવ્યનું કથાવસ્તુ ચિરસ્મરણીય રહેશે. આપણે માટે દુર્ભાગ્યની બાબત એ છે કે “સંસ્કૃત દયાશ્રય” મહાકાવ્યનું સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કરેલું ભાષાંતર આજે અપ્રાપ્ય છે. અને ‘પ્રાકૃત વાશ્રય'નું ગુજરાતી ભાષાંતર હજી સુધી થયું નથી.
‘ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર' એટલે ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્ર. ભગવાન ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થંકર; ભરત, સગર, સનતકુમાર, સુભૂમ, હરિષણ જેવા બાર ચક્રવર્તી; કૃષ્ણ, ત્રિપૃષ્ઠ, સ્વયંભૂ, દત્ત, નારાયણ વગેરે નવ વાસુદેવ; અચલ, વિજય, સુદર્શન, આનંદ, રામ અને નંદન વગેરે નવ બળદેવ; રાવણ, પ્રહૂલાદ, જરાસંધ, બલિ વગેરે નવ પ્રતિ વાસુદેવ – એમ કુલ ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિત્રો આ કાવ્યગ્રંથમાં આલેખાયાં છે. જે મહાપુરુષોના મોક્ષ વિશે હવે સંદેહ નથી એવા પ્રભાવક પુરુષોને શલાકાપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. કુમારપાળ મહારાજાની વિનંતી સ્વીકારીને મહાભારત અને પુરાણોની બરાબરી કરી શકે તેવો ૩૬,000થી વધુ શ્લોકોમાં લખાયેલો આ કાવ્યગ્રંથ છે. આ કાવ્યગ્રંથની રચના અનુછુપ છંદમાં દસ પર્વોમાં કરવામાં આવી છે. પ્રથમ પર્વમાં ઋષભદેવા તીર્થકર અને ભરત ચક્રવર્તીનું જીવન વર્ણવાયું છે અને છેલ્લા દસમા પર્વમાં મહાવીર સ્વામીનું ચરિત્ર વિગતે નિરૂપાયું છે. વિશાળ સાગર જેવા આ ગ્રંથમાં મહાપુરુષોનાં ચરિત્રો ઉપરાંત બીજી અનેક નાની