Book Title: Hemchandracharyani Sahitya Sadhna
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 18
________________ 34 હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના D ૨૧ મોટી પૌરાણિક આખ્યાયિકાઓ છે. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાન, ધાર્મિક અને સામાજિક ઉત્સવો, રીતરિવાજો, દેશસ્થિતિ, લોકોની રીતભાત અને ગુજરાતની પરિસ્થિતિ વગેરેનું તાદેશ નિરૂપણ થયું છે. શ્રી મોતીચંદ કાપડિયાએ નોંધ્યું છે કે આ ગ્રંથ સાદ્યંત વાંચવામાં આવે તો સંસ્કૃત ભાષાના આખા કોશનો અભ્યાસ થઈ જાય તેવી રચિયતાએ એની ગોઠવણ કરી છે. ‘ત્રિપુષ્ઠિશલાકા-પુરુષચરિત્ર’ એટલે જૈન કથાનકો, ઇતિહાસ, પૌરાણિક કથાઓ, જૈન સંપ્રદાયના સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનનો સર્વસંગ્રહ. ‘હૃચાશ્રય' કરતાં આ ગ્રંથમાં રચયિતાએ વિશેષ વૈવિધ્ય સાધ્યું છે અને આની રચના ઉત્તરાવસ્થામાં થઈ હોવાથી એક પ્રકારની પ્રૌઢતા પણ તેમાં જોવા મળે છે. આની પ્રશસ્તિમાં મહારાજા કુમારપાળે શ્રી હેમચંદ્રસૂરિને નીચે પ્રમાણે વિનંતી કરી : “પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિથી યુક્ત એવું સાંગ વ્યાકરણ રચેલું છે, તેમજ મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે ચાશ્રયકાવ્ય, છંદોનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજાં શાસ્ત્રો પણ રચેલાં છે. હે સ્વામી, જોકે તમે સ્વયમેવ લોકોના ઉપર ઉપકાર કરવાને અર્થે સજ્જ થયા છો, તથાપિ મારી પ્રાર્થના છે કે મારા જેવા મનુષ્યોને પ્રતિબોધ થવાને માટે આપ ત્રિષષ્ટિશલાકાપુરુષોનાં ચરિતને પ્રકાશ કરો.” આ રીતે ધર્મોપદેશના પ્રયોજનથી ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યે કરી છે. ઉત્તરાવસ્થામાં આવો વિરાટ ગ્રંથ રચવો તે કોઈ સામાન્ય બાબત નથી. ધાર્મિક દૃષ્ટિએ આમાંથી જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન અને પ્રણાલીનો પરિચય પ્રાપ્ત થાય છે. તો ઐતિહાસિક દૃષ્ટિએ પણ દસમા પર્વના બે વિભાગો અત્યંત ઉપયોગી છે. છંદ, અલંકાર, હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના D કાવ્યશાસ્ત્ર કે શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ આ મહાકાવ્ય અભ્યાસીઓને મબલખ સામગ્રી પૂરી પાડે છે. કવિના મુખેથી કાવ્યપંક્તિઓ છંદોબદ્ધ વાણીમાં કેટલી સરળ અને પ્રવાહી રીતે વહેતી હશે તેની પ્રતીતિ આ મહાકાવ્ય કરાવે છે. શ્રી મધુસૂદન મોદી નોંધે છે, “હેમચંદ્રાચાર્યનું કલિકાલસર્વજ્ઞનું બિરુદ આ એકલો ગ્રંથ પણ સિદ્ધ કરી શકે એવો એ વિશાળ, ગંભીર, સર્વદર્શી છે.”૨૩ 35 ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે તેર સર્ગમાં ‘પરિશિષ્ટ પર્વ'ની રચના કરી. આ ગ્રંથમાં એમણે પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથોનો આધાર લઈ આમાંની ઘણી માહિતી એકત્રિત કરી લીધી છે. આમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સુધર્મસ્વામી, જંબુસ્વામી, ભદ્રબાહુસ્વામી, વજસ્વામી વગેરે જૈનપરંપરાના સાધુઓનો વૃત્તાંત બીજી અનેક નાનીમોટી કથાઓ સાથે વર્ણવવામાં આવ્યો છે. શ્રેણિક, સંપ્રતિ, ચંદ્રગુપ્ત, અશોક વગેરે રાજાઓનો ઇતિહાસ એમણે તેમાં ગૂંથી લીધો છે. ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'નાં દસ પર્વ પછી એના જ અનુસંધાનમાં એ જ શૈલીએ લખાયેલાં આ ચરિત્રોને ગ્રંથકર્તાએ ‘પરિશિષ્ટપર્વ’ તરીકે ઓળખાવ્યાં છે. પ્રો. યાકોબી આ ગ્રંથને ‘સ્થવિરાવલિ’ તરીકે ઓળખાવે છે. પરંતુ સામાન્ય રીતે ‘પરિશિષ્ટ પર્વ’ તરીકે તે વધુ જાણીતું છે. આમાંનાં કથાનકો હેમચંદ્રાચાર્યે અન્ય ગ્રંથોમાંથી લીધાં છે, પરંતુ એને કાવ્યનું માધુર્ય અને કાવ્યનું સ્વરૂપ હેમચંદ્રાચાર્યે આપ્યું છે. જંબુસ્વામીથી આરંભી વજ્રસેન સુધીના પટ્ટધરોની કથા અને આનુષંગિક ઐતિહાસિક કથાનકો પદ્યરૂપે હેમચંદ્રાચાર્યે આપ્યાં છે, જે તેમનું અસાધારણ પદ્યરચનાકૌશલ દર્શાવે છે. આમાં સમાવિષ્ટ કેટલીક લોકકથાઓ અને અમુક દૃષ્ટાંતો અત્યંત રસદાયક છે. જૈન પટ્ટધરોના ઇતિહાસની દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ છે. અનુષ્ટુપ છંદમાં

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25