Book Title: Hemchandracharyani Sahitya Sadhna
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 14
________________ 26 D હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના પહેલાં વિદ્યાર્થી “શબ્દાનુશાસન' શીખે, કોશનું જ્ઞાન મેળવે અને પછી કાવ્યરચનામાં પ્રવેશ મેળવવા માટે અલંકારગ્રંથની કેડી પર પગ મૂકે. આને કારણે એમણે પૂર્વાચાર્યો કરતાં અલંકારની વ્યવસ્થા જુદી રીતે કરી છે. તેનો વિગતે વિચાર કરીએ. કાલક્રમે જોતાં ભરત માત્ર ચાર જ અલંકારોનો વ્યાખ્યા સાથે ઉલ્લેખ કરે છે. તે પછી ‘વિષ્ણુધર્મોત્તર' પુરાણમાં બે શબ્દાલંકાર અને સોળ અર્થાલંકાર મળી કુલ અઢાર અલંકાર નજરે પડે છે. આ પછી ભક્ટ્રિ અને ભામહ આડત્રીસ અલંકારો રજૂ કરે છે, જ્યારે દંડી પાંત્રીસ અને ઉદુભટ એકતાળીસ અલંકારો બતાવે છે. વામન તેના “કાવ્યાલંકાર' સૂત્રમાં તેત્રીસ અલંકારો આપે છે, જ્યારે ધ્વનિને કાવ્યનો આત્મા ગણતા આનંદવર્ધન અલંકારોને IRI દ્રા: ગણી તેનું મહત્ત્વ ઘટાડી નાખે છે. ત્યારબાદ રુદ્રટ અઠ્ઠાવન અને મમ્મટ તો સાઠથી પણ વધુ અલંકારો આપે છે. આ પછી ‘3IMIRRાર્વરd'નો કર્તા રુક પંચોતેર જેટલા અલંકારો વ્યાખ્યા અને ઉદાહરણ સાથે રજૂ કરે છે. ઈ. સ. ૧૧૦૦માં થઈ ગયેલા રુચ્યક પછી ૬૦-૭૦ વર્ષે થયેલા હેમચંદ્ર પંચોતેર અલંકારમાંથી ઓગણત્રીસ અલંકારો જ આપે છે. આમ હેમચંદ્રાચાર્ય અલંકારના વર્ગીકરણમાં વધારે પડતો વિસ્તાર ન કરતાં વિષયને બને તેટલા સંક્ષેપમાં સમાવવા પ્રયત્ન કરે છે. તેઓ પોતે જ કહે છે, “નાય વૈતા વિદ્યા: સંવવિklIRવિવાયા નવીનવીમવન , dlpáblોબો !” હેમચંદ્રાચાર્યના અલંકારનિરૂપણને જોતાં પ્રથમ તેઓ 3નેelનગરવીનમૂતા ઉપમાને નિરૂપે છે. તેઓ તેમાં સાત પ્રકારો બતાવે છે. ત્યારપછી ઉપમા જેટલા સર્વવ્યાપક નહિ, પણ In હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના n 21 કવિસૃષ્ટિમાંથી નીપજેલ ઉ...ક્ષાનું નિરૂપણ કરે છે. આ પછી ઉપમા કરતાં અનુભૂતિની વધુ ઉત્કટતા ધરાવતા રૂપક અલંકારની વાત કરે છે. આમાં તેઓ એક-વિષયરૂપક અને અનેકવિષયરૂપક જેવા પ્રકારો ઉદાહરણ સહિત સમજાવી આહાર્યાવયવ અને ઉભયાવયવનો અસ્વીકાર કરે છે, જ્યારે નિદર્શના અલંકારમાં પ્રતિવસ્તુપમાં, દૃષ્ટાંત જેવા અલંકારોને સ્થાન આપવાની સાથે મમ્મટની પદાર્થના નિદર્શનાને ભૂલી જ જાય છે ! વળી તેને અતિશયોક્તિમાં સ્થાન આપી ભારે ગોટાળો પેદા કરે છે. દીપક અલંકારમાં તેઓ સુયોગિતા, અન્યોન્ય અને માલાદીપકનો સ્વીકાર કરે છે, પણ કાર કદીપકનો અસ્વીકાર કરે છે. જ્યારે પર્યાયોક્તિ અલંકારની હેમચંદ્ર આપેલી વ્યાખ્યા ઘણી જ ક્લિષ્ટ અને અર્થસંદિગ્ધતા જન્માવે તેવી છે, જે રસગંગાધરકાર ઘણી જ સરળ અને સુંદર રીતે આપે છે. અતિશયોક્તિમાં તેઓ ઘણા અલંકારોને તેનાં અંગ બનાવી તેનું ઘણું જ સંકોપમાં નિરૂપણ કરે છે. આ માટે તેઓ ‘વિવેક'માં કારણો આપે છે, પણ તે બધાંને આપણે સ્વીકારી શકતા નથી. આપક્ષ અલંકારમાં બહુ ઉપપ્રકારોમાં ન પડતાં તેઓ સાદી વ્યાખ્યા જ આપે છે, જ્યારે સહોક્તિ જેવા અલંકારને સ્વતંત્ર સ્થાન આપવામાં તેમની સૌદર્યદૃષ્ટિ દેખાય છે. પ્રાચીન સમયથી સંસ્કૃત કવિઓને આકર્ષતા સમાસોક્તિ અલંકાર સાથેના શ્લેષના સંબંધની સુંદર અને વાજબી ચર્ચા તેઓ ‘વિવેકમાં કરે છે, ત્યારપછી આવતા વ્યતિરેક અલંકારમાં વિશ્વનાથની જેમ અડતાલીસ કે મમ્મટની જેમ ચોવીસ પ્રકારો હેમચંદ્ર આપતા નથી. આવા પ્રભેદોનો વિસ્તાર કરવો પોતાના હેતુ માટે યોગ્ય ન લાગવાથી તેઓ માત્ર આઠ જ ભેદ આપે છે, જે ઉચિત છે. અર્થાન્તરન્યાસ અલંકારના નિરૂપણમાં તેમની મૌલિકતા તેમજ ઔચિત્યદૃષ્ટિ દેખાઈ આવે છે, જ્યારે રમણીય એવા સંસળેહ અલંકારની હેમચંદ્રાચાર્યે

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25