Book Title: Hemchandracharyani Sahitya Sadhna
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 13
________________ 24 __ __ હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના ઘ___ અને એ કોશોનો ઉલ્લેખ એની વૃત્તિમાં મળે છે. આમ છતાં અત્યારે તો હેમચંદ્રાચાર્યનો ‘દેશીનામમાળા' એ એકલો જ સારો કોશ ગણી શકાય. કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે ‘શીનામમાલા'માં અભિમાનચિહ્ન, ગોપાલ, દેવરાજ, દ્રોણ, ધનપાલ, પાદલિપ્તાચાર્ય, રાહુલક અને શીલાંક જેવા કોશકારોનો ઉલ્લેખ કર્યો છે. પ્રાકૃત ભાષામાં વપરાતો દેશ્ય શબ્દોના અર્થનિર્ણય માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. આ કૃતિની રચના દ્વારા હેમચંદ્રાચાર્યે એકલે હાથે એક નવા યુગનો આરંભ કર્યો. આ ‘દેશીનામમાલા” મારફતે કેટલાક ગુજરાતી શબ્દોની પ્રાચીનતા પણ સિદ્ધ થાય તેમ છે. આથી ગુજરાતી ભાષાના અભ્યાસીને માટે એનું પરિશીલન શબ્દો અંગે નવી ક્ષિતિજો ઉઘાડનારું બની રહે.* આ ગ્રંથ તુલનાત્મક ભાષાશાસ્ત્રીઓને માટે પણ મૂલ્યવાન બન્યો છે. શબ્દોનું વ્યાપક સંકલન અને સાહિત્યસૌદર્ય ધરાવતાં ઉદાહરણોથી ધ્યાન ખેંચતા આ કોશનું એ રીતે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ભાષાશાસ્ત્રીય મહત્ત્વ છે. શબ્દશાસ્ત્ર અને કોશની રચના કર્યા બાદ કળિકાળસર્વજ્ઞની દૃષ્ટિ કાવ્યશાસ્ત્ર તરફ વળી. સંસ્કૃત અલંકારગ્રંથોની પરંપરામાં હેમચંદ્રાચાર્ય ‘કાવ્યાનુશાસન'ની રચના કરી. ‘કાવ્યાનુશાસન'ના મુખ્ય ત્રણ ભાગ છે : એક સૂત્ર, બીજી વ્યાખ્યા અને ત્રીજી વૃત્તિ. આઠ અધ્યાયમાં લખાયેલા આ ગ્રંથમાં કુલ ૨૦૮ સૂત્રો છે. સૂત્રોની હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના n 25 વ્યાખ્યા કરનારી ચર્ચા ‘અલંકારચૂડામણિ'ને નામે મળે છે. જ્યારે એ વ્યાખ્યાને વિશેષ સ્પષ્ટ કરવા માટે ‘વિવેક' નામની ઉદાહરણ સહિતની વૃત્તિ મળે છે. આ સૂત્ર, વ્યાખ્યા ને વૃત્તિ- ત્રણેના કર્તા હેમચંદ્રાચાર્ય છે. હેમચંદ્રાચાર્યે ‘સિદિશનાણાપુરુષવરિત'માં દર્શાવ્યું છે તેમ ‘યોગશારવ' જેવા ગ્રંથો પોતાને માટે છે, જ્યારે અમુક ગ્રંથો સિદ્ધરાજને માટે છે તેમ આ ગ્રંથ ‘નોઝ” માટે છે. આમાં સામાન્ય અભ્યાસીઓને કાવ્યશાસ્ત્રનો ખ્યાલ આપવાનો હેતુ રહેલો છે. આથી જ તેમણે જુદી જુદી કક્ષાઓના અભ્યાસીઓને ઉપયોગી નીવડે તે માટે ‘સૂત્ર', ‘રવોપરાતી' તેમજ ‘વિવેbપૂડામળિ' નામની વિસ્તૃત ટીકા આપી છે. આ બાબત પણ તેમના હેતુને વધુ સ્પષ્ટ કરે છે. ‘કાવ્યાનુશાસન'માં રાજા કુમારપાળનો ઉલ્લેખ નથી, આથી જયસિંહ સિદ્ધરાજના જીવનકાળમાં જ “સિદ્ધહેમશબ્દાનુશાસન” પછી કાવ્યાનુશાસનની રચના થઈ હશે. આના આઠ અધ્યાયમાં કાવ્યનું પ્રયોજન, કવિની પ્રતિભા, કાવ્યના ગુણદોષ, રસ, ભાવ અને ગુણના પ્રકારો, શબ્દાલંકાર અને અર્થાલંકાર, કાવ્ય અને નાટકના પ્રકારો જેવા વિષયોની છણાવટ પુરોગામી આલંકારિકોનાં અવતરણો સહિત કરી છે. આમાં ‘અલંકારચૂડામણિમાં ૮૦૭ અને ‘વિવેક'માં ૮૨૫. એમ સમગ્ર ‘કાવ્યાનુશાસન'માં ૧૯૩૨ ઉદાહરણો મળે છે. આમાં પ0 કવિઓ અને ૮૧ ગ્રંથોનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસે વિશાળ ગ્રંથસંચય હતો અને “કાવ્યાનુશાસન'ની રચના માટે એમણે અનેક ગ્રંથોનું પરિશીલન કર્યું હતું. આનંદવર્ધન, અભિનવગુપ્ત, રુદ્રટ, રાજશેખર, મમ્મટ, ધનંજય વગેરે આલંકારિકોના ગ્રંથોના સિદ્ધાંતોની સંયોજના કરીને તેમણે “કાવ્યાનુશાસન'ની રચના કરી છે. સર્વગ્રાહી શિક્ષાગ્રંથ બનાવવાના હેતુને લક્ષમાં રાખીને એમણે એવી કલ્પના કરી કે * જેમાંના કેટલાક શબ્દો જોઈએ. – ઊંડું, ૩er૮ - ઊલટું, 3ીનના – ઊથલો, પરં - ઘાઘરો, ઘોડો - ખોડો, પ્રવમો - ખંભો, મોઢvi - ઓઢણી, dદ્દેહી - ઉધઈ, isીરી - ગંડેરી, રિવનય - ખીજ , ઘક્ટિoો - ખાટકી, 3Qxjરુડી – ઉકરડી, કેદ્રો - અડદ, અડવી - ખડકી, મઢો - ગâ.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25