________________
20
D હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના | શબ્દશાસ્ત્ર માટે ઉપયોગી એવો આ ગ્રંથ અર્વાચીન દેશ્ય ભાષાના અભ્યાસ માટે એટલો જ આવશ્યક છે. વળી એને સંપુર્ણ બનાવવા માટે હેમચંદ્રાચાર્યે એમાં છેક સુધી ઉમેરા અને સુધારા કર્યા છે. સંસ્કૃત ભાષાના વિદ્વાનોમાં “અભિધાનચિંતામણિને આદર પ્રાપ્ત થયો. ઐતિહાસિક દૃષ્ટિએ આમાંથી ઘણી સામગ્રી પ્રાપ્ત થાય તેમ છે. આના ઉદાહરણ રૂપે આમાંથી મળતી ઋતુઓ અને તોલમાપ વિશેની માહિતી ઘણી રસપ્રદ છે. ભારતીય સમાજ માં વર્ણસંકરતાની વિગત પણ આમાંથી મળે છે. જેમ કે પિતા બ્રાહ્મણ અને માતા ક્ષત્રિય હોય તો એના સંતાનની જાતિ ‘મૂઘવરરાજી' કહેવાય. એ જ રીતે પિતા શુદ્ધ અને માતા બ્રાહ્મણી હોય તો સંતાનની જાતિ ‘વાંડાન' કહેવાય. આ રીતે સમાજ શાસ્ત્રીય અભ્યાસ માટે પણ આ કોશમાંથી મળતી સામગ્રી ઉપયોગી બની રહે છે. વળી આમાંના કેટલાક શબ્દો આધુનિક ભાષામાં ઊતરી આવેલા હોવાથી પણ આ કોશ મહત્ત્વનો ગણાય. હેમચંદ્રાચાર્ય શબ્દજ્ઞાનનું મહત્ત્વ જાણતા હોવાથી એમણે આવો વિશાળ પર્યાયવાચી કોશ તૈયાર કર્યો. એમણે પોતે આ કોશમાં એક સ્થળે નોંધ્યું છે.
'वक्तृत्वं च कवित्वं च विद्वत्तायाः फल विदुः । Wદ્ધ જ્ઞાનાતે તf દ્વયમથુપપદd !'
“બુધજનો વઝુત્વ અને કવિત્વને વિદ્વત્તાના ફળરૂપે જણાવે છે; પણ એ બે શબ્દજ્ઞાન વિના સિદ્ધ થઈ શકતા નથી.”
“અભિધાનચિંતામણિ' પછી શબ્દજ્ઞાનની મહત્તા જાણનારા હેમચંદ્રાચાર્યે ‘અનેકાર્થસંગ્રહ'ની રચના કરી. “અભિધાનચિંતામણિ'માં એક અર્થના અનેક શબ્દોનો કોશ આપવામાં આવ્યો હતો. જ્યારે અનેકાર્થસંગ્રહ'માં એક શબ્દના અનેક અર્થનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. જેમ કે, નો અર્થ બ્રહ્મા, આત્મા, રવિ, મયૂર, અગ્નિ,
હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના
21 યમ અને વાયુ થાય છે. આ દૃષ્ટિએ ‘અભિધાનચિંતામણિ' અને અનેકાર્થસંગ્રહ' પરસ્પરના પૂરક ગણાય. સાત કાંડમાં વહેંચાયેલા આ કોશની કુલ શ્લોકસંખ્યા ૧૮૨૯ છે. એના છ કાંડમાં ૧૭૬૯ શ્લોકો મળે છે. એ પછી સાતમો અલયકાંડ મળે છે. આ સાઠ શ્લોકના અવ્યયકાંડને ‘અનેકાર્થશેષ” તરીકે ઉમેરવામાં આવ્યો છે. અભિધાનચિંતામણિ'માં પણ છેલ્લે ‘શેષ' ઉમેરવામાં આવ્યો હતો તે મુજબ અહીં પણ આવું છેલ્લે ઉમેરણ મળે છે. આ ગ્રંથમાં મળતા કેટલાય શબ્દો અર્વાચીન ભાષામાં ઊતરી આવ્યા છે. ગુજરાતી ભાષાના અભ્યાસીઓને પણ આ ગ્રંથના શબ્દો ઘણી સામગ્રી પૂરી પાડે તેમ છે. “અનેકાર્થસંગ્રહ'માં નિ:નિ, પુના:, ટંટ્સ: મળે છે. આમાંથી ગુજરાતી ભાષામાં નીસરણી, પુલાવ, ટાંગો જેવા શબ્દો ઊતરી આવ્યાનું વિચારી શકાય. આ ગ્રંથ પર 31નેoથરવારyૌમુવી નામની ટીકા મળે છે. એના પ્રથમ કાંડની પુષ્મિકા જોતાં એમ લાગે કે આની રચના ખુદ હેમચંદ્રાચાર્યે કરી છે; પરંતુ એના બીજા કાંડની ટીકાને અંતે મળતા કેટલાક પુષ્યિકાશ્લોકમાં લખ્યું છે :
'श्री हेमसूरिशिष्येण श्रीमन्महेन्द्रसुरिणा । भक्तिनिष्ठेन टीकेषा वनाम्नैव प्रतिष्ठिता ।।
આ શ્લોક પરથી એ સ્પષ્ટ થાય છે કે હેમચંદ્રાચાર્યના શિષ્ય મહેન્દ્રસૂરિએ આ ટીકા લખી છે અને ભક્તિપૂર્વક પોતાના ગુરુના નામ પર ચડાવી દીધી હતી.
હેમચંદ્રાચાર્યની કોશપ્રવૃત્તિનું અંતિમ ફળ છે ‘નિઘંટુશેષ'. અભિધાનચિંતામણિ’, ‘અનેકાર્થસંગ્રહ' જેવા સંસ્કૃત કોશ અને ‘દેશીનામમાલા” જેવા દેશ્ય ભાષાના કોશની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે ‘નિઘંટુશેષ 'ની રચના કરી. ‘અનેકાર્થસંગ્રહ’ની ટીકામાં