________________
सुलभचरित्राणि
વ્યાકરણ શૈલીથી સંસ્કૃત પ્રવેશિકાઓ તૈયાર કરીને પંડિતજી શિવલાલભાઈએ સંસ્કૃત વાંચન માટે પ્રવેશ માટે દ્વાર સમાન કાર્ય કરીને મુમુક્ષુ આત્માઓ ઉપર જબ્બર ઉપકાર કર્યો છે.
સંસ્કૃતની બે બુકો થયા પછી વાંચનમાં પ્રવેશ કરવા માટે પરમમૂજય પંન્યાસશ્રી વજ્રસેનવિજયજી ગણિવર્ય દ્વારા સંપાદિત સુત્તમચરિત્રાણિ એટલે એકદમ સહેલા સંસ્કૃતના પૂર્વાચાર્ય ભગવંતોએ રચેલા ચરિત્રોનું સંકલન કરીને આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. આ ચરિત્રોમાં પ્રથમ નજરે જે શબ્દોના અધરા હોય તેના અર્થો તથા સમાસ છુટા પાડીને તૈયાર કરેલ છે જેથી સંસ્કૃત બુક કરનાર વ્યક્તિને વાંચન પ્રવેશ ખૂબ જ સરળતાથી થઈ શકે.
આ ગ્રંથ પાઠ્યપુસ્તક રૂપે ઉપયોગી બને તેથી દરેક ચરિત્રના અંતે અભ્યાસ રૂપ પ્રશ્નોત્તરી મૂકવામાં આવી છે. જેથી ચરિત્રમાંથી જવાબ શોધીને સંસ્કૃત લેખન-વાંચનનો પણ અનુભવ થઈ શકે.
અને–
આ ગ્રંથમાં પ્રચલિત ચરિત્રોની સાથે - અક્ષયતૃતીયા, ચૈત્રીપૂર્ણિમા, મેરુતેરસ, જ્ઞાનપંચમી, કાર્તિક પૂર્ણિમા, મૌન એકાદશી તથા પોષ દશમીની કથાઓ લીધી છે જેથી વ્યાખ્યાનમાં પણ ઉપયોગી બની શકે.
૩૧