Book Title: Haim Sanskrit Praveshika 1
Author(s): Shivlal N Shah
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 267
________________ મુખ્યપણે સંસ્કૃત શીખવા માટે સંસ્કૃત વ્યાકરણ છે અને તે કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યનું પ્રસિદ્ધ છે. તે પૂર્વે બીજા વ્યાકરણો પ્રસિદ્ધ હતાં તે બધાંને તપાસી જોઈ સિદ્ધહેમ નામનું વ્યાકરણ તેઓશ્રીએ સરળમાં સરળ બનાવ્યું છે. ત્યાર પછી વ્યાકરણ બનાવવાનો કોઈએ પ્રયત્ન કર્યો નથી કેમકે તે સરળ છે અને સુગમતાથી ગ્રાહ્ય છે. અને તેનાં દરેક અંગો તેઓશ્રીએ જ બનાવ્યાં છે. એવું કામ કરનાર ત્યાર પહેલાં કે પછી કોઈ વિદ્વાનું હમણાં હમણાં થયો જ નથી. સંસ્કૃતભાષા એટલે શુદ્ધ ભાષા, સંસ્કૃત ભાષાના શબ્દો, શબ્દો કહેવાય છે. તે સિવાયના શબ્દો, અપશબ્દો છે-અપભ્રંશ શબ્દો કહેવાય છે. જગતમાં પહેલેથી જ શુદ્ધ શબ્દોના ઉચ્ચારો અને અપશબ્દોનાઅશુદ્ધ શબ્દોના ઉચ્ચારો ચાલ્યા જ આવે છે. એટલે બન્ને શબ્દો પહેલેથી જ છે. એમાં અપશબ્દો વધતા રહે એ સ્વાભાવિક છે. શુદ્ધ શબ્દો તો જે છે તે જ છે, તે ઓછા થવા સ્વાભાવિક છે. જે લોકો શિષ્ટ પુરૂષો છે તેમની ભાષામાં શુદ્ધ શબ્દો રહ્યા છેહતા, એ શુદ્ધ શબ્દો અનંતા છે, તે શબ્દ એકેક સમજાવતાં પાર ન આવે માટે વખત ઉપર વ્યાકરણની રચના થઈ અને વ્યાકરણ દ્વારા એક સામટા અનેક શબ્દો નિયમ દ્વારા સમજાવી શકાય અને શુદ્ધ શબ્દોને સમજવા માટે વ્યાકરણ દ્વારા સમજવા એ જ સરળ ઉપાય છે. ૨. ૧ દિ શબ્દ વદવોડપબ્લિા : I २. प्रतिपदपाठोऽनम्युपाय: शब्दानां प्रतिपत्तौ, तेषामानन्त्यात् । ३. तस्मात्शब्दोपदेशेऽल्पोपायरूपत्वात्सामान्यविशेषवल्लक्षणमेव वक्तव्यम् ૨-૨-૩ વૃયાસ: . ૨૬)

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273