Book Title: Haim Sanskrit Praveshika 1
Author(s): Shivlal N Shah
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 265
________________ તેના સૂત્રોની ભાષા સંસ્કૃત કે પ્રાકૃત ભાષા પણ આવશ્યક છે-અવશ્ય શીખવાની છે. સંસ્કૃત પ્રાકૃત ભાષાને સમજનાર વર્ગ તે તે સૂત્રો શ્લોકો વગેરે વિશિષ્ટ ઉચ્ચારપૂર્વક બોલી શકશે, અન્યથા તેના ઉચ્ચારોમાં પણ મંદતા અને અશુદ્ધિઓ રહેવાની સંભાવના છે. પ્રત્યેક જૈને આ જૈન ભાષાઓ ઓછાવત્તા અંશે શીખવી જ જોઇએ. જૈનધર્મના ગ્રન્થો વિપુલ પ્રમાણમાં છે, વિપુલ પ્રમાણમાં લખાયેલ ભંડારોમાં છે. તેને ઉકેલવા માટે સંસ્કૃત પ્રાપ્ત ભાષા જ્ઞાનની આવશ્યકતા તો અનેકગણી છે-તે તે ભાષાના જ્ઞાન વિના પાઠો મેળવવા-શુદ્ધ તારવવા મુશ્કેલ છે. તેમજ શુદ્ધ સંશોધન પૂર્વકનું છપાવવું મુશ્કેલ છે. આમ સંસ્કૃત પ્રાકૃત ભાષાના જ્ઞાન વિના જૈન ધર્મના ગ્રંથોનું જ્ઞાન મેળવવું અને રક્ષણ કરવું. તેમજ ક્રિયા તથા વિધિઓનું જ્ઞાન મેળવવું અને રક્ષણ કરવું અશક્ય પ્રાય છે, એટલે કે જો તે તે ભાષાનું જ્ઞાન નહોયતો જ્ઞાન અને ક્રિયાએ બન્નેમાં પ્રવેશતી અશુદ્ધિઓ અને એબન્નેનાં ગ્રન્થોમાં છપાતીઅશુદ્ધિઓ વધતી જાય પણ ઓછી ન થાય એટલે તે તે ભાષાના જ્ઞાન વિના તેનું રક્ષણ પણ થઈ શકતું નથી. જે જૈનશાસનનો અમૂલ્ય વારસો છે, જેના દ્વારા આત્માને શુદ્ધ કરવો છે, કર્મથી મુક્ત કરવો છે-મોક્ષ મેળવવો છે તે સાધન પણ તેટલું જ શુદ્ધ હોવું જોઈએ-શુદ્ધ રાખવું જોઇએ-તેની શુદ્ધિનું રક્ષણ કરવું જોઈએ. તે વિષયની ઉપેક્ષા ચલાવી લેવાય નહિ. આ માટે-આ ઉદેશથી શ્રી ચતુર્વિધ સંઘમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષા જ્ઞાનની અગત્યતા મૂલથી-પાયામાં જરૂરી છે, એટલે કે તેનું પઠનપાઠન મૂળમાં-પાયામાં હોવું જોઈએ. અને સંસ્કૃત-પ્રાકૃત ભાષા જ્ઞાનને સારી રીતે જાણનારો વર્ગ તૈયાર થવો જોઇએ. સંસ્કૃત-પ્રાકૃત ભાષાને સારી રીતે જાણનાર-તેની મૌલિક પરિભાષામાં તેને જાણનાર ૨૬૫

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273