Book Title: Haim Sanskrit Praveshika 1
Author(s): Shivlal N Shah
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 271
________________ હાલમાં સર્વત્ર હૈમ સંસ્કૃત પ્રવેશિકાઓ દ્વારા સંસ્કૃત શીખવામાં આવે છે અને તે વિદ્યાર્થીપ્રિય થઈ છે. માટે સંસ્કૃતના અભ્યાસીઓ હૈમસંસ્કૃત પ્રવેશિકાઓ દ્વારા સંસ્કૃત શીખે અને પછી બુદ્ધિમાન વિદ્યાર્થી “સિદ્ધહેમ' વ્યાકરણ શીખીને શાસ્ત્રજ્ઞ બને, એ હેતુથી હૈમસંસ્કૃત પ્રવેશિકાઓની રચના કરવામાં આવી છે. સંસ્કૃત શીખીને પછી પ્રાકૃત શીખવું. પ્રાકૃત શીખવા માટે ‘પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા' ઉત્તમ છે. પછી પ્રાકૃત વ્યાકરણ સિદ્ધહેમ'નો અષ્ટમ અધ્યાય કરવો જેથી પ્રાકૃત ભાષાનું જ્ઞાન સારું થશે. આ પ્રમાણે સંસ્કૃત-પ્રાકૃતના અભ્યાસને માટે સર્વશ્રેષ્ઠસિદ્ધહેમ વ્યાકરણ છેજે વ્યાકરણની રચના કરી પૂજ્ય આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ સાહેબે આપણા ઉપર અસીમ ઉપકાર કર્યો છે. સિદ્ધહેમ' વ્યાકરણના પઠન-પાઠન માટે શ્રમણવર્ગમાં અને શ્રાવક વર્ગમાં જોરદાર પ્રયત્નો થવા જોઈએ, જૈન શાસનની વ્યવસ્થાનુસાર સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો અભ્યાસ પ્રત્યેક જૈને ઓછાવધતા પ્રમાણમાં કરવો જ જોઈએ. મુખ્યપણે શ્રમણો, શ્રમણોને અને શ્રાવકોને શીખવે. સાધ્વીજીઓ સાધ્વીજીઓને અને શ્રાવિકાઓને શીખવે, એ શ્રેષ્ઠ ઉપાય છે; તો ઘણું કામ થઈ શકે તેમ છે. આ પ્રવૃત્તિ આપણે ત્યાં છે. પણ તેમાં સંસ્કૃત-પ્રાકૃત ભણાવાય છે એ પ્રવૃત્તિમાં પણ વેગ લાવવાની જરૂર છે. વિવેક પૂર્વક અને વિચારપૂર્વક વેગ લાવવાથી સારું પરિણામ આવશે. આપણે જૈન સિદ્ધાન્તોને સમજવા માટે અને તેનાં અનુષ્ઠાનોમાં શુદ્ધિ લાવવા, પ્રતિક્રમણ વગેરે સૂત્રોના અર્થો-ભાવાર્થો સમજવા માટે અને વિધિઓને જાણવા માટે અને શાન્તિસ્નાત્ર વગેરે સિદ્ધચક્ર પૂજન વગેરે પૂજનોના જાણકાર થવા માટે સંસ્કૃત-પ્રાકૃત ભણવાનું છે. અવશ્ય ભણવાનું છે, તેના દ્વારા સમ્યજ્ઞાન થશે અને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થશે. શિવલાલ નેમચંદ શાહ

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273