Book Title: Haim Sanskrit Praveshika 1
Author(s): Shivlal N Shah
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 272
________________ સંસ્કૃત અભ્યાસ ક્રમ અંગે ૧ હૈમ સંસ્કૃત પ્રવેશિકા પ્રથમા ૨ હૈમ સંસ્કૃત પ્રવેશિકા મધ્યમા ૩ હૈમ સંસ્કૃત પ્રવેશિકા ઉત્તમા ૪ સિદ્ધહૈમ સારાંશ અનુવાદ પ્રક્રિયા અથવા સસૂત્ર નિયમાવલિ ૫ સિદ્ધહૈમ સારાંશ અનુવાદ વિવરણ-સસૂત્ર વિષયવાર પ્રકરણ ૬ તદન્તર્ગત, અલ્પ દૃષ્ટાન્તોપેત સિદ્ધહૈમ સારાંશ સંસ્કૃત વ્યાકરણ ૭ હૈમ સંસ્કૃત પ્રવેશિકા પ્રથમા માર્ગદર્શિકા માર્ગદર્શિકાઓની ૮ હૈમ સંસ્કૃત પ્રવેશિકા મધ્યમા માર્ગદર્શિકા રચનાઓ, પ્રવેશિકાઓ ૯ હૈમ સંસ્કૃત પ્રવેશિકા ઉત્તમામાર્ગદર્શિકા | સાથે જ કરેલી છે. આ ક્રમે નવ નવ રચનાઓ કરી કૃતજ્ઞજનોના કરકમળમાં મૂકું છું. અનુક્રમે ત્રણ પ્રવેશિકાઓનો અભ્યાસ કરવો. પછી સસૂત્ર નિયમાવલિ જોવી, સાથે સૂત્રો સમજવાં. પછી સિદ્ધહૈમ સારાંશ અનુવાદ વિવરણ સસૂત્ર વિષયવાર પ્રકરણ, ક્રમે જોવું અને સૂત્રો સમજવાં ત્યારબાદ અલ્પ દૃષ્ટાન્તોપેત સિદ્ધહૈમસારાંશ સંસ્કૃત વ્યાકરણ કંઠસ્થ કરવું. પ્રથમા મધ્યમા અને ઉત્તમાની માર્ગદર્શિકાઓ છે, તેમાં પણ ઘણું સમજાવ્યું છે, તેનું પણ અવસરે વાંચન કરી લેવું. આ ક્રમે અભ્યાસ કરવાથી અને કરાવવાથી વ્યાકરણનો સારભાગ તૈયાર થઈ જશે, પછી વિશેષ જિજ્ઞાસુએ સિદ્ધહેમ વ્યાકરણનું વાંચન કરવું, જેથી સંપૂર્ણ વ્યાકરણનો અભ્યાસ અનાયાસે અલ્પ સમયમાં થઈ જશે. સિદ્ધહેમના અભ્યાસમાં ક્રમિક પ્રગતિ કરાવવા માટે આ ઉપર મુજબના ક્રમે રચનાઓ કરેલી છે, એમાં જેનાથી જેટલું થાય તેટલું કરવું. આ ક્રમે સંસ્કૃતનો અભ્યાસ કરવાથી અને કરાવવાથી થોડા સમયમાં અલ્પ આયાસે સારું સંસ્કૃત ભાષા જ્ઞાન થશે, સિદ્ધહેમના અને સંસ્કૃતના અધ્યાપકો સારા પ્રમાણમાં તૈયાર થશે, સિદ્ધહેમનો અને સંસ્કૃતનો અભ્યાસ સારા પ્રમાણમાં વધશે ઉત્તમ સંસ્કૃત સાહિત્યના સ્વાધ્યાયનો સારો લાભ પ્રાપ્ત થશે. પરિણામે માર્ગનુસારિતા દ્વારા જીવો શિવપદ પ્રાપ્ત કરશે. શિવલાલ નેમચંદ શાહ ૨૭૨

Loading...

Page Navigation
1 ... 270 271 272 273