Book Title: Haim Sanskrit Praveshika 1
Author(s): Shivlal N Shah
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 263
________________ જૈન ધર્મને સમજવા માટે સંસ્કૃત ભાષાની અગત્યતા જૈન ધર્મના બે અંગ છે, સમ્યજ્ઞાન અને સમ્યફક્રિયા. સમ્યજ્ઞાન માટે પિસ્તાલીશ આગમો-દ્વાદશાંગી,ચૌદ પૂર્વ વગેરે અને તેની પછી રચાયેલા મહાન ગ્રંથો પૈકી તત્ત્વાર્થસૂત્ર, સન્મતિતર્ક વગેરે વગેરે ગ્રંથો છે. અને દરેક વિષયના પણ જુદા જુદા ઘણા પ્રકરણ ગ્રંથો છે અને ક્રિયા વિવિધ પ્રકારની અનેક ક્રિયાઓ છે. અનેક પ્રકારના અનુષ્ઠાનો પણ ક્રિયાઓમાં જ સમાવેશ પામે છે. આ બધી ક્રિયાઓ, અનુષ્ઠાનો અને આચારો પણ સમ્યજ્ઞાનને પ્રગટ કરવા માટેના જ છે. | વિહિત ક્રિયાઓ-અનુષ્ઠાનો અનેક પ્રકારના છે-નમસ્કાર મહામંત્રનું સ્મરણ, ચૈત્યવંદન, પ્રભુદર્શન, ગુરુવંદન, પૌષધ પ્રતિક્રમણ-સામાયિક, વ્રતો, ચારિત્ર ગ્રહણ, વ્યાખ્યાન, વ્યાખ્યાન શ્રવણ, પચ્ચકખાણ, અનેક પ્રકારનાવિધિપૂર્વકના તપો, અષ્ટાર્તિક મહોત્સવો, પૂજાઓ, પૂજનો, શાંતિસ્નાત્ર, સ્નાત્રપૂજા, પ્રભુની અંગપૂજા, અષ્ટપ્રકારી પૂજા, અંગરચના, ઉજમણા, ઉપધાન, યોગોહન, આચાર્યપદ વગેરે પદપ્રદાનો, પ્રતિષ્ઠા, અંજનશલાકા, ચૈત્યનિર્માણ, પ્રતિમા ભરાવવી. ગ્રંથો લખવા-લખાવવા-છપાવવા નવા રચવા-રચાવવા ભણવા-ભણાવવા વગેરે છે. જૈન શાસનની પ્રત્યેક ક્રિયા અને તેની વિધિઓ-વિધાનો સંસ્કૃત પ્રાકૃત ભાષામય છે. અને એમ કહીએ તો પણ ચાલે કે – જેમ લોકશાસન અત્યારે અંગ્રેજી કે હિન્દી ભાષામાં ચાલે છે. તેમ જૈન શાસન-સંસ્કૃત, પ્રાકૃત કેમાગધી ભાષામાં ચાલે છે. પ્રત્યેક ક્રિયાનાસૂત્રો સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં છે. જેમ જ્ઞાનના ગ્રંથો પિસ્તાલીશ આગમો દ્વાદશાંગી, ચૌદ પૂર્વો, તત્ત્વાર્થ સૂત્ર, સમ્મતિતર્ક, પ્રતિક્રમણ સૂત્રો ૨૬૩

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273