________________
શ્રમણવર્ગ આપણા જ્ઞાનવારસાને, વિધિવારસાને શુદ્ધ સ્વરૂપમાં રાખી ટકાવી શકશે તેવી રીતે આપણી ક્રિયા-વિધિઓને પણ શુદ્ધ સ્વરૂપમાં રાખી ટકાવી શકશે અને એવી રીતે શ્રાવક વર્ગ પણ સંસ્કૃતપ્રાકૃત ભાષાને જાણનાર હોય તો તેમના દ્વારા થતાં સંશોધનો, પ્રકાશનો, ગ્રન્થોનું પઠન-પાઠન, વિધિવિધાનો, ક્રિયાનુષ્ઠાનો મૂળ સ્વરૂપમાં ટકી રહે અને મૂળ ઉદેશને સ્પર્શી શકે એટલે સંસ્કૃત-પ્રાકૃત ભાષા જ્ઞાનને ધરાવનાર વર્ગ શાસનના જ્ઞાન અને ક્રિયા વારસાને તેના મૂળ સ્વરૂપમાં અને મૂળ ઉદેશમાં સમજવા અને ટકાવી રાખવા માટે ઘણો જરૂરી છે, અને તે માટે સંસ્કૃત ભાષા જ્ઞાનની અગત્યની જરૂર છે, સંસ્કૃત દ્વારા પ્રાકૃત જાણી શકાય છે માટે સંસ્કૃતની અગત્યતા પ્રથમ છે.
શિવલાલ નેમચંદ શાહ
સંસ્કૃત ભણવું શા માટે અને કેવી રીતે?
સંસ્કૃત ભાષાની અગત્યતા પૂર્વના લેખમાં સારી રીતે પ્રતિપાદિત કરેલ છે. હવે સંસ્કૃત ભણવું શા માટે? અને કેવી રીતે? એ વિષે અહિં પ્રતિપાદન કરવામાં આવે છે.
સંસ્કૃતભાષા ઘણી કઠીન છે એમ માનવાની જરૂર નથી સંસ્કૃતભાષા પણ એક ભાષા છે. અને તેનો વ્યવહારમાં પણ ઘણી વખત ઉપયોગ કરવામાં આવેલો છે. ઘણા દેશોમાં તે રાષ્ટ્રભાષા તરીકે પણ વપરાતી હતી. પણ ઇંગ્લીશ ભાષાનો પ્રચાર થયો એટલે એ ભાષા સદંતર બંધ જેવી થઈ ગઈ છે. માત્ર શાસ્ત્ર જાણવા માટે કેટલાક ભણતા રહ્યા છે. ખરી રીતે તો દરેક શાસ્ત્રો જાણવા માટે સંસ્કૃતભાષાની અગત્યતા પૂરેપૂરી છે અને તે માટે પૂર્વે સંસ્કૃત ભાષાની મુખ્યતા હતી અને લોકો તેને સારી રીતે ભણતાં ગણતાં હતા. અને રાજશાસન પણ એ જ ભાષામાં ચાલતું હતું. રાજશાસન અને ધર્મશાસન જુદુ ન હતું.
૨૬૬