Book Title: Haim Sanskrit Praveshika 1
Author(s): Shivlal N Shah
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 264
________________ વગેરે સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં છે તેમ ક્રિયાઓ અને વિધિ-વિધાનો પણ સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં છે. લોકશાસન અર્થ અને કામ પ્રધાન છે, અને જૈનશાસન ધર્મ અને મોક્ષ પ્રધાન છે. લોકશાસનમાં જીવનાર અર્થ અને કામ માટે તે તે ભાષાઓ હિન્દી-અંગ્રેજી વગેરે શીખે છે અને શીખવે છે તેમ જૈનશાસનમાં જીવનારે ધર્મ અને મોક્ષની આરાધના માટે જૈન શાસનની વહિવટી ભાષા સંસ્કૃત અને પ્રાકૃત શીખવા-શીખવવી જોઈએ. પ્રત્યેક ક્રિયાઓ અને તેની વિધિઓ અને વિધાનો કરવામાં આવે છે, કરનાર કરે છે અને કરાવે છે, પણ એ ક્રિયાના સૂત્રો, વિધિના આદેશ સૂત્રો વગેરે તો સંસ્કૃત-પ્રાકૃત ભાષામય છે, તો તેને સમજવા કે શુદ્ધ ઉચ્ચારથી બોલવા, તે તે ભાષાજ્ઞાનની ગુરુનિશ્રાએ અત્યંત અગત્યતા છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું જ્ઞાન એ માટે પણ અગત્યનું છે કે-ધર્મના ગ્રન્થો અને ધાર્મિક ક્રિયાઓની વિધિઓ અશુદ્ધિના માર્ગે ન ચાલી જાય એટલે કે તેમાં પ્રવેશતી અશુદ્ધિઓને રોકવા માટે તે તે ભાષાઓના જ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. પ્રતિક્રમણ ભણાવનાર કે કરનાર, શાંતિસ્નાત્ર ભણાવનાર ક કરનાર, એવી રીતે દરેક અનુષ્ઠાનો કરનાર-કરાવનાર સંસ્કૃત કે પ્રાકૃત ભાષાનું જ્ઞાન ન ધરાવતો હોય તો તેના મૂળ આશયને-મર્મને તે સમજી શક્તો નથી-એટલે કે આ સૂત્ર, આ શ્લોક, આ આદેશ શું કહેવા માગે છે? ક્યા આશયથી કયા ભાવથી? આ ક્રિયાઓ કરવાની છે? તેનું જ્ઞાન દૂર રહે છે એટલે કે-સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અનભિજ્ઞ-નહિ જાણનારા દ્વારા થતી ક્રિયાઓ-વિધિઓક્રિયારૂપે રહે છે-જ્ઞાનરૂપે થતી નથી. એટલે દરેક ક્રિયાઓ અને વિધિઓને જ્ઞાન સ્વરૂપે બનાવવા સંસ્કૃત અને પ્રાકૃતભાષા જ્ઞાનની આવશ્યક જરૂર છે. આવશ્યકો જેમ આવશ્યક છે, અવશ્ય કરવાના છે, તેમ ૨૬૪

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273