Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 03
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala
View full book text
________________
૩૪૦
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી (૨) વર્તમાન કર્મણિ કૃદન્ત
વર્તમાનકાળના કર્મણિપ્રયોગના ત્રીજો પુરૂષ એકવચનના રૂપ તે ને બદલે મન મુકવાથી વર્તમાન કર્મણિ કૃદન્ત બને છે.
તે કર્મનું વિશેષણ થાય. રૂપો ત્રણેય લિંગે નકારાન્ત વિશેષણ પ્રમાણે થાય.
(૩) હેત્વર્થ કૃદન્ત
ધાતુના વ્યસ્તની ત્રીજો પુરૂષ એ.વ.ના રૂપમાં તા ના બદલે તુમ મુકવાથી હેત્વર્થ કૃદન્ત થાય છે. આ કૃદન્ત અવ્યય છે.
(૪) વિધ્યર્થ કૃદન્ત
(૧) ધાતુના વ્યસ્તની ત્રીજો પુરૂષ એ.વ.ના રૂપમાં તાના બદલે તવ્ય મુકવાથી વિધ્યર્થકૃદન્ત થાય છે. તે કર્મનું વિશેષણ થાય છે. રૂપો ત્રણેય લિંગે અકારાન્ત વિશેષણ પ્રમાણે થાય.
(૨) (૧) મની પ્રત્યય લગાડવાથી વિધ્યર્થ કૃદન્ત થાય છે. તેની પૂર્વે ધાતુના ઉપાજ્ય હૃસ્વ સ્વરનો અને અંત્ય હૃસ્વ કે દીર્ઘ નામી સ્વરનો ગુણ થાય છે. (૨) દશમાં ગણમાં સનીય પૂર્વે રૂ નો લોપ થાય. પણ ગુણ-વૃદ્ધિ રાખવી. (૩) પ્રત્યય લાગીને વિધ્યર્થ કૃદન્ત થાય છે.
(૧) સ્વરાન્ત ધાતુમાં ગુણ થાય. (૨) ના કારાન્ત ધાતુના માં નો પ થાય (૩) દશમા ગણમાં રૂ નો લોપ થાય. (૪) સકારાન્ત ધાતુમાં અત્ તેમજ માન્ થાય. (૫) વર્ણાન્તમાં વૃદ્ધિ થાય.
(૫) ભવિષ્ય કૃદન્ત (૧) ભવિષ્યન્તીનાં ત્રીજો પુરૂષ એકવચનના રૂપમાં પરમૈપદી ધાતુના તિ ને બદલે મુકવાથી અને આત્માને ધાતુના તે ને બદલે માન મુકવાથી ભવિષ્યકૃદન્ત બને છે.