Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 03
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala
View full book text ________________
૩૫૭
ગુરુ રામ સ્તુતિ અષ્ટક
ગુરુ રામ સ્તુતિ અષ્ટક (વસંત તિલકા - ભક્તામર) - રચયિતા : મુનિ ઉદયરત્નવિજય
સાનિધ્યમાં સતત જેહ રહે સુપેરે, ઉદ્વિગ્નતા ઝબક વીજલ શી વિખેરે જેઓ સદા કુટિલ કર્મથી દૂર વારે, તે રામસૂરિ ગુરુને પ્રણમું સવારે. ૧ શાસ્ત્રો અને સુખદભાવિ તણા ઘડેયા, જેઓ બન્યા સુમન ને લઈ ભૂલ હૈયા મહેંકે જ્યહાં વચન વીર શુભ પ્રચારે, તે રામસૂરિ ગુરુને પ્રણમું સવારે. ૨ પચાસ સત્યવિજય પ્રભુ પટ્ટ આબે, શ્રી રૂપવિજય ગુરુ ડહેલાને થાપે ધર્મ-સુરેન્દ્ર શિશુ થે બહુ તેજ ધારે, તે રામસૂરિ ગુરુને પ્રણમું સવારે. ૩ સિત્તેર ને ઉપર સાત પરંપરા એ, અષ્ટ સહસ્ત્રી તપગચ્છ સનાથ થાએ વાણી સહુ મુનિવરો સહસા સ્વીકારે, તે રામસૂરિ ગુરુને પ્રણમું સવારે. ૪ આચાર ચૂસ્ત વળી જ્ઞાન ક્રિયા એ મગ્ન, શિષ્યો ભણી સતત જે રહેતા સચિંત્ત ભવ્યો તણા પરમ મંગળ ને ઉજાળે, તે રામસૂરિ ગુરુને પ્રણમું સવારે. ૫ - પાર્થાત જે શ્રમણજીવન શુદ્ધ ભાવે, હોઠે વહે વચન આગમ અમૃષા એ ધીમા ચલે પણ ધરા પર નેણ ઢાળે, તે રામસૂરિ ગુરુને પ્રણમું સવારે. ૬ તે ધન્ય છે ગુરુ તણાં ચરણો મળ્યા છે, તે ધન્ય છે ગુરુ તણા વચનો ફળ્યા છે જેની કથા લહર અંતર આગ ઠારે, તે રામસૂરિ ગુરુને પ્રણમું સવારે. ૭ સ્વાધ્યાય સૂર સુણતાં બહુ થાય રાજી, ગીતો મધુર જિમ પાંખડી ગાય તાજી જ્યારે વળી સૂરજ “ઉદય” થાય ત્યારે, તે રામસૂરિ ગુરુને પ્રણમું સવારે. ૮
Loading... Page Navigation 1 ... 388 389 390 391 392