Book Title: Gyanthi Gyannu Bhedgyan
Author(s): Lalchandra Pandit
Publisher: Digambar Jain Kundamrut Kahan

View full book text
Previous | Next

Page 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય નિવેદન પ્રારંભિક મંગલા ચરણ: “અહો! ઉપકાર જિનવરનો; કુંદનો ધ્વનિ દિવ્યનો, જિન કુંદ ધ્વનિ આપ્યા; અહો! તે ગુરુ કહાનનો” પ્રવર્તમાન કળિકાળમાં મોક્ષમાર્ગ પ્રાયઃ લુપ્ત થઈ ગયો હતો. ચારેબાજુ ઘટાટોપ અજ્ઞાન અંધકાર છવાયેલો હતો. સમસ્ત યુગ કર્મકાંડની દુનિયામાં વ્યસ્ત હતો, તેવા કાળે..ભવ્યજીવોના મહાભાગ્યે, જૈનશાસનના નભોમંડળમાં કુંદામૃતનો જ્ઞાનભાનુ ફરીથી ઝળહળી ઉઠયો અને જૈનશાસનનો ઉદ્ધાર થયો. અધ્યાત્મ ક્રાંતિવીર યુગપુરુષ આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામીનો ઉદય થયો. અને કુદામૃતની પવિત્ર મદાકિની ન કહીનભાવશ્રુત ગંગા દ્વારા સારાયે ભારતવર્ષની ભૂમિ ઉપર અવિરત પ્રવાહિત કરી અને ફરીથી તીર્થકરોની કર્મભૂમિ ઉપર સત્યધર્મનો પ્રકાશ કર્યો. * પૂ. ગુરુદેવશ્રીનાં સંપૂર્ણ જીવન દોહનનો ટૂંક સાર: (૧) આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. (૨) મોક્ષની પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું તે ભેદજ્ઞાનની પરાકાષ્ટા છે. (૩) પર્યાયનો કર્તા પર્યાય છે, તે પર્યાયનાં કર્તાકર્મની પરાકાષ્ટા છે. (૪) આહા ! જ્ઞાન તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે જ છે. પરંતુ જ્ઞય પણ જ્ઞાનનેજ જાહેર કરે છે. આ સની પરાકાષ્ટા છે. (૫) જ્ઞાન, શેય, જ્ઞાતા એવા નામભેદ છે. પણ વસ્તુમાં ભેદ નથી. આ સ્વતંત્રતાની પરિપૂર્ણતાની પરાકાષ્ટા છે. (૬) ઉત્પાદ સત, વ્યય સત્, ધ્રુવ સત્-વસ્તુનાં સપણાની પરાકાષ્ટા છે. * ચૈતન્યની અભિવ્યક્તિ ચૈતન્યમય જ હોય છે તે ન્યાયે કહાનગુરુના ધર્મસુપુત્ર પૂ. “ભાઈશ્રી' ના અધ્યાત્મ જીવનનો ટૂંકસાર. (૧) પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો તે અધ્યાત્મની પરાકાષ્ટા છે. (૨) “હું પરને જાણું છું' તે અધ્યવસાન હોવાથી, ભાવબંધની પરાકાષ્ટા છે. (૩) સર્વને જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞાયક પરમાત્મા જણાય છે તે જ્ઞાન સ્વભાવની પરાકાષ્ટા છે. (૪) ૧૭, ૧૮ ગાથામાં-બધાને જાણનારો જણાય છે. તે જ્ઞાયકભાવની સરળતાની, ઉદારતાની પરાકાષ્ટા છે. (૫) “હું જાણનાર છું, કરનાર નથી. જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી” આમાં બાર અંગને સંક્ષેપવાની પરાકાષ્ટા છે. (૬) અગિયાર અંગનો પાઠી થયો ! ભેદ પ્રભેદને જાણતાં, પોતાને એમ થાય છે કે હવે “જ્ઞાન” ઘણું વધ્યું! અને બીજા અજ્ઞાની પ્રાણીઓને પણ એમ ભાસે છે કેઃ “આ” પુરુષનું જ્ઞાન હવે પરાકાષ્ટાએ પહોંચ્યું છે. જ્ઞાન તો પ્રગટ થયું જ નથી ભાઈ એને!! (૭) પરાકાષ્ટા દ્વારા, પરાકાષ્ટા સુધી પહોંચી જવું તે જ માત્ર પ્રયોજનની પરાકાષ્ટા છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 309